માનવીનું અહીં માનવી થવું સહેલું નથી
આગ સાથે હસીને તપવું એ સહેલું નથી
જિંદગી ખુશમાં વીતે એવું જરૂરી નથી
આપણે કઈ બધી વાતમાં પણ સહેવું નથી
આમ એકાંતમાં જાત વ્હાલી વધુ લાગે છે
જાત જોડે સદા વીંટળાઇ રહેવું નથી
પ્રેમમાં હારવું જીત એ માનવું સરસ છે
રોજ કારણ વિના ભોળપણ આમ ગમતું નથી
કાયમી બહુ તપ્યા જગતને ટાઢક આપવા
ઉપવન મુકી રણ મહી હવે ક્યાંય ફરવું નથી
– રેખા પટેલ ( વિનોદિની)
vimala
April 2, 2017 at 6:23 pm
“માનવીનું અહીં માનવી થવું સહેલું નથી
આગ સાથે હસીને તપવું એ સહેલું નથી”