છે કોરીકટ વાટ્યું અને કોરીકટ આંખ્યું.
આ ઉપરથી આભલીએ કાજળ આજ્યું.
મૌનની વાતો વહેતી રહી સન્નાટા મહી,
એને ચિત્તનું ચાતક રાતભર તાક્યું.
અંધારી એકલતા ને વરસાદી રાત્યું
એકેક ફોરામાં કંઇક તેજાબ જેવું છાટ્યું.
અંતરની આગમાં ઓગળતી રહી જાત,
યાદોના ઘાવને પણ વેદના જેવું વાગ્યું
ઝાર ઝાર હૈયું થઇ ઝરતું રહ્યું ઝાકળ
કે લીલુડાં ઘાવને કંઈ હાશ જેવું લાગ્યું.
છે કોરીકટ વાટ્યું અને કોરીકટ આંખ્યું.
– રેખા પટેલ (વિનોદિની)