આંખ બંધ રાખવાથી ખાલી અંધકાર જળવાય છે
બંધ ઓરડામાં બેસવાથી વરસાદે કોરા રહેવાય છે.
મન ભલે ગાતું રહેતું, અહીં સેંકડો ગીતો એકાંતમાં,
શબ્દોની ઝાલર વિના,એ ક્યાં કોઈને સંભળાય છે.
જે ઉગ્યું છે આભમાં, આથમ્યા વિનાં રહેશે નહિ
સુરજ ચાંદ અને જીંદગીને અલવિદા કહેવાય છે
સ્વીકારી લેવાના જીવનનાં દરેક રંગોને સ્નેહથી
આ સમયે સમજની સાચી સમજણ સમજાય છે.
પરાણે પ્રેમનું પૂરું મિલન થાતું નથી કહેવાય છે
ફૂટશે રણમાં કૂંપળ ,જ્યાં સાચો પ્રેમ પરખાય છે.
– રેખા પટેલ (વિનોદિની)