RSS

08 Mar

IMG_1471સ્ત્રીનો સહારો સ્ત્રી”

સ્ત્રી જો સ્ત્રીને સમજે, સાથ આપે તો તેમના જીવનમાં આવતી અડચણ બધી ધુમ્રસેરની માફક વિખેરાઈ જાય.

કાવ્યાને લગ્ન કરીને આવ્યાને બે વર્ષ થવા આવ્યા હતા. હજુ પણ તેના દરેક શ્વાસ ઉપર મનોજની ચાંપતી નજર રહેતી હતી. શક્કી અને મિજાજી મનોજના ડરને કારણે કાવ્યા ખુલ્લા મને હસતાં પણ ડરતી હતી. તેના સાસુ સરીતાબેનની નજરથી આ બધું કઈ અજાણ નહોતું. એ પણ મિજાજી દીકરાના સ્વભાવથી બચવા માટે આ બધાથી દુર રહી પોતાના કાર્યમાં વ્યસ્ત રહેવાનો ડોળ કરતા રહેતા. છતાં નવી પરણીને આવેલી પારકી દીકરી માટે તેમનો જીવ બળતો હતો. મનોજના ઘરથી બહાર જતાની સાથે તે કાવ્યાને કામકાજમાં પુરતો સહકાર આપવાનો પ્રયત્ન કરતા. પરંતુ એ ખીલતા ફૂલ જેવી કાવ્યા અકાળે મુરઝાઈ ગઈ હતી.

એક દિવસે નાનકડી ભૂલને કારણે મનોજે પોતાનો સંયમ ગુમાવી દીધો અને કાવ્યાને તડાતડ બે લાફા લગાવી દીધા. સરીતાબેનને લાગ્યું હવે પાણી માથાથી ઉપર જઈ રહ્યું છે, તે દિવસે તો તે કશુંજ બોલ્યા વિના ત્યાંથી દુર ખસી ગયા.

બીજા દિવસની સાંજે મનોજ નોકરી ઉપરથી પાછો આવ્યો ત્યારે કાવ્યા તેની પથારીમાં બ્લેન્કેટ ઓઢી સુતી હતી.

” કેમ આજે શું થયું કે તું મારા સ્વાગત માટે બહાર નથી આવી, ચાલ ચા બનાવી લાવ”.

ત્યાંતો સરીતાબેન ત્યાં આવી ઉભા રહ્યા”મનોજ કાવ્યા સવારે બાથરૂમમાં લપસી પડી હતી. તું નોકરી ઉપર હતો આથી હું તેને ટેક્ષી બોલાવી હોસ્પીટલમાં લઇ ગઈ હતી. અને એક્સરે પછી જાણવા મળ્યું છે કે તેને કમરમાં પાછળ ઝીણી ક્રેક પડી છે માટે હમણાં તેને સંપૂર્ણ આરામની જરૂર છે. હવે તું પણ કાલથી વહેલો ઘરે આવવાનું રાખજે. મારી એકલી થી ઘરનું અને કાવ્યાનું કામ નહિ થાય”.

આ બે વર્ષ મનોજે રાજાશાહી ભોગવી હતી. હવે ઘરે આવતાની સાથે કાવ્યાની દેખભાળ કરવાનું રહેતું ઉપરાંત માને પણ થોડી મદદ કરવાની થતી. એક અઠવાડિયામાં મનોજ થાકી ગયો હતો.

” મા આ કાવ્યાને ક્યારે સારું થશે? હું તો થાકી ગયો. કાવ્યા સાજી નરવી હતી ત્યારે આપણે કેટલી શાંતિ હતી. મને પાણી માંગતા દૂધ મળતું હતું. અને હવે મારે તેની સેવા કરાવી પડે છે”. મનોજ કાવ્યા માટે દુઘ ગરમ કરતાં બોલ્યો.

” હા બેટા સાચી વાત છે. જ્યારે તે સાજી હતી ત્યારે હું પણ તેની મહત્તા સમજી શકી નહોતી. હવે લાગે છે કે એ છોકરી કેટલું કામ કરતી અને તોય તું તેની ઉપર ચિડાતો રહેતો અને હું પણ ખાસ મદદ નહોતી કરતી. આજે સમજાય છે કે તેના વગર આપણા સંસારની ગાડી ડગમગવા લાગી છે”.

મનોજ ચુપચાપ ગરમ દુખ લઈને કાવ્યાને આપવા ગયો.” કાવ્યા ચાલ આ દૂધ જલ્દીથી પૂરું કરી લે”.

” મનોજ પ્લીઝ મને દૂધ નથી ભાવતું”.

” ડીયર તું જલ્દી સાજી થઇ જા તારા વિના હું અધુરો છું, તને આમ પથારીમાં પડેલી જોઈ લાગે છે હું પણ બીમાર થઈ ગયો છું”. કહી કાવ્યાના માથા ઉપર સ્નેહથી હાથ ફેરવવા લાગ્યો.

બીજા દિવસે મનોજના નોકરી ઉપર ગયા પછી કાવ્યા રસોડામાં આવી ” બા હવે મને લાગે છે આપણે આ નાટકને બંધ કરી લેવું જોઇયે, મનોજ બહુ દુઃખી લાગે છે. અને તેમને આમ જોઈ મને બહુ દુઃખ થાય છે.”

” બસ બેટા બે દિવસ વધુ. આજે કહીશું ડોક્ટર પાસે જઈને આવ્યા હવે સારું છે. પણ જોયુંને બેટા મારો મનોજ કેવો સુધરી ગયો”. કહી સરીતાબેન હસવા લાગ્યા.

“હા બા તમારા વિના આ ક્યા શક્ય હતું, તમારા સાથને કારણે હું મારા સંસાર સુખને પામી શકી છું”.

” બેટા સ્ત્રી જો સ્ત્રીની સાથીદાર બને તો સઘળા દુઃખ હસતાં દુર કરી શકાય છે. ચાલ હવે મઝાની ચાય બનાવી સાસુ વહુની ટીવી સિરિયલોની મઝા માણીએ”…..

અને આખું રસોડું બંનેના ખીલખીલાટ થી મહેકી ગયું.

રેખા પટેલ (વિનીદીની)
https://vinodini13.wordpress.com

Advertisements
 
2 Comments

Posted by on March 8, 2017 in Uncategorized

 

2 responses to “

 1. vimala

  March 9, 2017 at 8:55 pm

  “સ્ત્રી જો સ્ત્રીને સમજે, સાથ આપે તો તેમના જીવનમાં આવતી અડચણ બધી ધુમ્રસેરની માફક વિખેરાઈ જાય.”
   પછી  Womens Dayની જરૂર જ નહીં.

   
 2. Jashubhai Patel

  March 16, 2017 at 12:25 am

  kash , darek nav parnit vahune Saritabahen jevi sasu male …
  very nice story contain with a good massagge .

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: