લાગણીનાં પડીકે બાંધી
મેં યાદ મોકલી.
એમણે થોડી રાખી બાકી પાછી મોકલી.
જોડે બદલામાં ખુલ્લી ફરિયાદ મોકલી. …
“આ નદી નાળા યાદ કરે છે
પાદર પણ ફરીયાદ કરે છે
એકલી યાદને શું કરવી
સંન્મુખ આવો મન સાદ કરે છે “
મેં પણ હસતાં ચહેરે એ યાદ વધાવી.
ચૂમી ભરીને ગળે લગાવી
એ યાદ સાથે સ્પર્શ હતો
જે આજે પણ મહેકતો હતો.
રેખા પટેલ ( વિનોદિની)