કોણ કહે મને તારા વિના અહીં એકલું લાગે
આ તેલ વિના દીવો જલે ખાલી એટલું લાગે
બંધ આંખો પાછળ તારી આભા સાવ નજીક
હાથ લંબાવું તો દૂરતામાં આભ જેટલું લાગે
જનાર પાછળ જે જીવનને જીવતા શિખે,
એને તો યાદો સાથે પણ કાયમ બેકલું લાગે
ફૂલ જાય તો ભલે જાય ફોરમ રહેવી જોઈએ
વિના સુવાસ એ અત્તરને પછી કેટલું લાગે?
ના કરો તમારા મહીથી યાદોની બાદ-બાકી
નહીંતર પડછાયા સાથે પ્રેમ કર્યો એટલું લાગે
રેખા પટેલ ( વિનોદિની