મને,
તારા વગરની એક સાંજ આપ
તો હું જરા મને ગોતી દઉં.
આ રેશમી કોશેટો જો ઘડીક છૂટે,
તો હું આળશ મરડીને મને જોઉં. …
મુક્ત આકાશ અને પંખ છે ખુલ્લાં,
જો મન છૂટે તો આભ આંબી લઉં.
આ સ્નેહની સાંકળ શું મજબૂત!
સઘળું જોર પછી હાર માની રહું.
મારી હારમાં જ તારી જીત છે,
આ વાત ને હું ગળે લગાવી જઉં
રેખા પટેલ ( વિનોદિની)
તારા વગરની એક સાંજ આપ
તો હું જરા મને ગોતી દઉં.
આ રેશમી કોશેટો જો ઘડીક છૂટે,
તો હું આળશ મરડીને મને જોઉં. …
મુક્ત આકાશ અને પંખ છે ખુલ્લાં,
જો મન છૂટે તો આભ આંબી લઉં.
આ સ્નેહની સાંકળ શું મજબૂત!
સઘળું જોર પછી હાર માની રહું.
મારી હારમાં જ તારી જીત છે,
આ વાત ને હું ગળે લગાવી જઉં
રેખા પટેલ ( વિનોદિની)