
જળ ચૂમે કેમ ધરતીને તને થોડું પૂછી લઉં
આ ઝરમરતાં ફોરાંની છે ભાષા બહુ અજીબ
મદહોશીમાં લઇ આવે મને તારી સાવ નજીક …
વાતો પ્રણયની આવ તને સઘળી પૂછી લઉં
બે નેહ વરસતી આંખોને હોઠેથી લૂછી લઉં
કોણ મને આજ ભીંજવે સાજન કે વરસાદ?
ખબર નથી શું કહેવા ચાહે આ આજે વરસાદ
ધરતીની તરસ છીપી એ જોઈ સમજી લઉં
વાત વાતમાં સાજન તને હું થોડું ચૂમી લઉં
આભેથી વરસે વરસાદ હું થોડું ઝૂમી લઉં.
જળ ચૂમે કેમ ધરતીને તને થોડું પૂછી લઉં
રેખા પટેલ ( વિનોદિની)✍