મારી મમ્મી : માં તે મા બીજા વગડાનાં વા
😊
માના ખોળામાં ઉંમરના કોઈ પણ પડાવે ઠંડક મળે છે. પપ્પા તો બહુ પહેલાં છોડી ગયા, આજે પણ તેમની ખોટ એટલીજ સાલે છે જેટલી ત્યારે લાગતી. છતાંય બહુ ખુશ છું મમ્મીનો સાથ હજુ પણ સાથે છે અને હાથ માથે છે.
મા એટલે વાત્સલ્યની મૂર્તિ. બાળકને જન્મ આપવાથી લઈને તેના લાલનપાલન અને સંસ્કારો આપવા સુધીમાં માનો બહુ મોટો ફાળો રહેલો છે.
કાલે એક સહેલીની મમ્મીનું અવસાન થયું અને તેમના ઘરે જવાનું બન્યું તેમની સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે તે દરરોજ સવાર સાંજ તેમની મ…મ્મીને ફોન કરતાં અને ખબર અંતર પૂછતાં. છતાં પણ મમ્મી માટે ખાસ નથી કર્યુનો અફસોસ કરતા હતા. હું તેમને કેમ સમજાવું કે તેમણે જે કર્યું એતો બીજા બધા કરતા ઘણું વધારે હતું
મા બાપ પાછલી ઉંમરે માત્ર સમય માગે છે. જે તેમણે રોજની અમૂલ્ય મિનિટો ફાળવી આપ્યો હતો.
હું ઘરે આવી મારા પાછલાં વર્ષોમા નજર નાખવા બેઠી તો લાગ્યું કે બધુજ કાર્ય છતાં લાગે છે મમ્મી માટે ખાસ કશુંજ નથી કર્યું. માનો પ્રેમ નિસ્વાર્થ છે. તેના મનમાં માત્ર પ્રેમની ભાવનાથી વહે છે,અને બદલામાં તે માત્ર પ્રેમ માગે છે.
ક્યારેક હું મમ્મી સાથે કોઈ કારણોસર આરગ્યુ કરું કે ઝઘડી પડું , છતાંય મમ્મી કદીયે મન ઉપર નથી લેતાં. હું મમ્મી સાથે લડું પછી તરત તેમને પટાવી પણ લઉં, કારણ સમય સાથે હવે હું તેમની મમ્મી બની ગઈ છું. બાળપણથી લઈને આજ સુધી મમ્મી સાથે કોઈ ગમે તેમ વર્તે કે ગમે તે બોલે તે સહેજ પણ સહન કરી શકતી નથી. મને ગર્વ છે કે હું મારી મમ્મીના આંસુ નથી જોઇ શકતી.
અમે લકી છીએ મમ્મી છેલ્લા 19 વર્ષથી અમારી સાથે અહીં રહે છે. આટલો સમય સાથે સ્પેન્ડ કર્યો છે છતાંય હમણાં થી કોણ જાણે લાગ્યા કરે છે કે મમ્મીને જોઇતો સમય અને સુખ નથી આપી શકાતું.
ક્યારેક થાય છે કે મમ્મી માંગણી કરે અને હું તેમની કે બધી ઈચ્છાઓ પુરી કરું. પરંતુ એ કોઈજ માંગણી નથી કરતાં. કદાચ કોઈને તકલીફ થાય તેવું તે નથી ઇચ્છતાં.
રેખા પટેલ ✍️️