ચ્હા સાથે ચાહ :
चलो इकबार फिर से अजनबी बन जाये ….
આ લખવા, કહેવાથી જો આમ થઈ શકતું હોય તો કેટલું સારું થાત. કોઈના મનનમાં કોઈજ પ્રકારનો અજંપો ના રહેત. પણ આ મન કાંઈ પાટી અને પેન નથી કે એક ડસ્ટર હાથમાં આવે ને સઘળું પલક ઝપકતાં ભૂંસાઈ જાય.
મન ઉપર કંડારાયેલ સારા નરસાં બધાજ પ્રસંગો, યાદો નજર અંદાજ કરવાથી વિચારોથી દૂર રહે છે. પરંતુ એ કાયમ માટે નાબૂદ થયાજ નથી.
કારણ આપણું મસ્તિસ્ક એક વખત સ્વીકારેલ યાદો મિટાવી શકાતું નથી અને તેના પ્રત્યાઘાત સ્વરૂપે પ્રસંગોપાત એ યાદો ઈચ્છા અનિચ્છાએ યાદ આવી જાય છે, ત્યારે એની અસર આજ ઉપર હાવી થાય છે.
યાદ મીઠી હોય તો ખુશી આપે અને કડવી અણગમતી હોય તો દુઃખ કે કડવાશ ફેલાઈ જાય.
ક્યારેક એમ પણ બને કે અતીતની કોઈ મીઠી યાદ સમય સાથે ભુલાઈ ગઈ હોય તેનું સ્મરણ થતા ,એ સમય યાદ આવતા હૃદયમાં ઊંડી ટીસ પણ ઉઠી જાય છે. મનુષ્ય સ્વભાવનાં ગુણધર્મ પ્રમાણે સુખ મળતાં દુઃખ ઝડપથી ભૂલી જાય. પરંતુ વીતી ગયેલા સુખને ભૂલી શકતો નથી,જાણે અજાણે તેને મમળાવતો રહે છે.
આને આજ કારણે સાવ અજનબી થઈને ફરીફરી મળવું ક્યારેય શક્ય નથી હોતું જ્યારે પણ એ યાદ એ,સમય,એ વ્યક્તિને મળવું થશે અતીતનો પડછાયો ઓછા વત્તા અંશે આગળ પાછળ હશેજ ✍
રેખા પટેલ ( વિનોદિની)