RSS

🍂 પાનખરનું ગીત 🍂

09 Nov

🍂 પાનખરનું ગીત 🍂
ફૂલોના કાને ઉપવનની એક નાની સરખી વાત પડી
એ રહેવાના બે ચાર દિવસ છોડી દ્યો માયા રાત પડી

જે પવનને ઝોંકે ટકતા હતાં
એ આજ અહી બહુ ધ્રુજતા હતાં
ને ધરતીના ખોળે ખરતાં હતાં
ભેગા થઇ ફૂલો રડતા હતાં.

છૂટ્યા સઘળાં સાથી સગપણ,પતઝડની આ બારાત ચડી
ફૂલોના કાને ઉપવનની એક નાની સરખી વાત પડી.

પછી ખેરવી સઘળાં પાન ફરી
તહી ડાળ ડાળએ આહ ભરી
આ જીવન હાથથી ગયું સરી
એ વાત સુણી બહુ રાત રડી

કાલે ખીલશું, ફરી મઘ મઘશું આસ ઉપર કાળાશ ઢળી
ફૂલોના કાને ઉપવનની એક નાની સરખી વાત પડી.
– રેખા પટેલ(વિનોદિની) 🍂✍

Advertisements
 

One response to “🍂 પાનખરનું ગીત 🍂

  1. Vimala Gohil

    November 9, 2016 at 6:45 pm

    ફૂલોના કાને ઉપવનની એક નાની સરખી વાત પડી ને:::
    “જે પવનને ઝોંકે ટકતા હતાં
    એ આજ અહી બહુ ધ્રુજતા હતાં
    ને ધરતીના ખોળે ખરતાં હતાં
    ભેગા થઇ ફૂલો રડતા હતાં”
    અને પછી!!!!
    “કાલે ખીલશું, ફરી મઘ મઘશું”
    એ આશ રાખવી…….

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: