RSS

રસ્તામાં એક પથ્થર જડ્યો

02 Nov

આજે,
રસ્તામાં એક પથ્થર જડ્યો
એકલો અટૂલો સાવ સ્તબ્ધ
મેં કહ્યું, થોડું તો હસને !
એ મને આશ્ચર્ય થી જોઈ રહ્યો.
જાણે હું કોઈ બીજા ગ્રહનું પ્રાણી
મેં તો માત્ર તેને હસવાનું કહ્યું હતું
એતો ના હસ્યો,
પણ સાંભળનારા બધાંય હસી પડ્યા,
શું માંગણી ખોટી હતી ?

રેખા પટેલ ( વિનોદિની)

 
1 Comment

Posted by on November 2, 2016 in અછાંદસ

 

One response to “રસ્તામાં એક પથ્થર જડ્યો

  1. Vimala Gohil

    November 2, 2016 at 5:02 pm

    માંગણી વ્યાજબી જ હતી, એટલે તો આ વાંચનાર હસી પડ્યા!!!!
    આભાર.

     

Leave a comment