વિતેલી પળને સંભાળી સાથ રાખજે
છુટા પડવાની વેળાએ યાદ આવજે
અલવિદા કહેતા પ્હેલા સાદ આપજે
ફરી મળશું વચન પર તું ભાર આપજે
આશાનો દિપક સદાય જલતો રાખજે
નકામી બધી કામનાઓ મૂળથી ઠારજે
કિનારે રહીને ના તરતા શીખાય અહી
તાર અનૂભવના દરિયાથી અમને તારજે
દાન કર્યા પછી કઈ ઢંઢેરો નાં પિટાય
આટલી સમજ તું સર્વેને સમજાવજે
કટોરો વિષનો જેમ મીરાએ લીધો,
એમ શ્રધ્ધા અમારી તું અખંડ રાખજે
રેખા પટેલ (વિનોદીની)
Vimala Gohil
November 2, 2016 at 5:08 pm
“કટોરો વિષનો મીરા જેમ લઈને તું
બધાને પ્રેમ રસ દિલથી પીવડાવજે.”