RSS

Monthly Archives: August 2016

13620288_1247139568654138_1464950342524182642_nઆંખમાંથી જોઇ લો! શુ વિસ્મય ટપકે છે?
એક શમણુ જો પાંપણને પકડી ને લટકે છે

સાવ કોરી આંખ મહી કોઈ છાલક ઉછળે છે
આવું વરસાદી વ્હાલ કોણ લઇને અડકે છે?

સાવ અણધડ ને અણધારી યાદો ઠુમકે છે
ના કેડો મુકે! એતો મુસીબત થઈને ભટકે છે

દિલમાં રોજ બળજબરી થી કબજો કરે કેવો
ધડકન કેરો તાલ મિલાવી ઘબકીને મલકે છે

વ્હાલનાં નામે કાગળ લઇ આ કોણ આવે છે?
લખીને સઘળી લાગણીઓ હસીને પટકે છે

આ પાગલ હવાને કોણ તહીં રસ્તો બતાવે છે?
એ દરિયા પાર માટીની સુંગંધ લઈને ફરકે છે

રેખા પટેલ(વિનોદિની)

 

 
1 Comment

Posted by on August 3, 2016 in ગઝલ

 

13716185_1240796775955084_1824591322279706686_nગગન આખું ભરી લઉં એક થેલીમાં
પછી વરસાદને લઇં લઉં હથેળીમાં

બધું ભીનાશથી લથપથને આ ધર કોરું
પડે વરસાદ બ્હારે જઇને શેરીમાં

કશું પણ હું નહી આપું તરસ વિના
જો સામેથી તું માંગે દઉં હું હેલીમાં

ભમરના પંથ પર જાવા નહી દઉં હું
રહે મઘમઘતાં ફૂલો મારી વેણીમાં

નદી પર્વત હવે લાગે છે સૌ નાનાં
બધા સુખ આભ સરખાં હોય ડેલીમાં

ગણી જ્યારે ગઝલને મારી સ્હેલી મેં
તેં ટાંક્યો પ્રેમનો ચંદરવો મેડીમાં
રેખા પટેલ ( વિનોદિની )

 

 
Leave a comment

Posted by on August 3, 2016 in ગઝલ

 

ખરા છે…

તમારે અમારે અબોલા જરા છે વધારે કહે ના કશુયે ખરા છે કરે છે મજાની એ વાતો જરામાં ઘડીમાં રિસાઈ જવાના ખરા છે… ભરે છે નજરમાં અમીના એ દરિયા કરારી એ આંખોના મારણ ખરા છે ભલે આભ આખું વરસતું રહેતું વહે જ…

Source: ખરા છે…

 
Leave a comment

Posted by on August 3, 2016 in Uncategorized

 

ખરા છે…

13902664_1253211661380262_7283452426917450898_nતમારે અમારે અબોલા જરા છે
વધારે કહે ના કશુયે ખરા છે

કરે છે મજાની એ વાતો જરામાં
ઘડીમાં રિસાઈ જવાના ખરા છે

ભરે છે નજરમાં અમીના એ દરિયા
કરારી એ આંખોના મારણ ખરા છે

ભલે આભ આખું વરસતું રહેતું
વહે જો એ આંખો રડાવે ખરા છે

અમે બે નયનના કાયમ દીવાના
ગુલાબી બનેલા નશીલા ખરા છે

તમે હો જો પાસે સદાયે છે ઉત્સવ
અમાસે બતાવી છે પૂનમ ખરા છે

તમારી જ ખાતર સદાયે નમીશું
તમારા આ મંદિરના ચોખટ ખરા છે

રેખા પટેલ (વિનોદિની)

 

 
1 Comment

Posted by on August 3, 2016 in ગઝલ

 

ભીંત

અંધારી રાતે

એક દિવા ના ટમટમાટે

મેં ભીંતને ખખડાવી,

ને જબરી ચોંકાવી.

કાળું ડિબાંગ અંધારું

સફાળું જાગ્યું,

ને ગભરાઈને ભાગ્યું.

થોડી યાદો ટેરવે ઉતરી,

અને આંગળીઓ ના સળવળાટે

ઓરા નીકળ્યાં,

માંડ્યા ભીંતે ચડવા.

એક દીવા ના અજવાશે,

મેં ભીંતને જીવાડી.

રેખા પટેલ ( વિનોદિની

 
 

IMG_1565કાયમ ઘર અને બાળકોમાં વ્યસ્ત રહેતી સ્ત્રીઓ માટે દેશ હોય કે પરદેશ પણ નાની મોટી કિટી પાર્ટીઓ કે ગેટ ટુ ગેધર ક્યારેક જરૂરી બની જાય છે. અહી ભેગા થતાં ભુલાઈ ગયેલી ઓટલા પરિષદ શરુ થઇ જાય છે. એક રીતે આમ કરતા એકબીજા સાથેનું બોન્ડીંગ મજબુત થાય છે. વર્ષો પહેલા બપોરે જમ્યા પછી પુરુષો આરામ કરતા ત્યારે સ્ત્રીઓ રાતના ભોજન માટે શાક લઇ બહાર ઓટલે બેસતી કે પછી રાત્રે જમ્યા પછી પુરુષો ચોતરે બેસવા જતા ત્યારે સ્ત્રીઓ ઓટલે એકઠી થઈ આખા દિવસનો થાક ઉતારતી. ત્યારે મનોરંજનના નામે આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ પણ નહોતી.

પહેલા જ્યારે બહેનપણીઓ ભેગી થાય ત્યારે એકબીજાના  સંતાનોના ખબર પૂછતી. હવે પરણવા લાયક સંતાનોની માતાઓ ભેગી થાય ત્યારે  પૂછે છે ” તારી દીકરીને બોય ફ્રેન્ડ મળ્યો?  કે તારા દીકરાને ગર્લફ્રેન્ડ છે?”  જેનો જવાબ હા હોય તો સામે વાળી તરત કહે હાશ તારે શાંતિ હવે ” . અને ના કહે તો ” ઓહ ” જેવા ઉદ્ગાર થી  દુઃખ વ્યક્ત કરે.  જ્યારે આવા સંવાદો સાંભળવામાં આવે છે ત્યારે થાય છે સમાજ સાચેજ બદલાઈ રહ્યો છે.

એક સમય હતો જ્યારે બાવીસ થી પચ્ચીસ વર્ષમાં છોકરીઓના અને પચ્ચીસ થી અઠ્યાવીસમાં છોકરાઓના લગ્ન થઈ જતા. એ આંકડો હવે ત્રીસી પાર કરી ચુક્યો છે. અહી અમેરિકા અને યુરોપમાં એ ચાલીસ સુધી પહોચી ગયો છે. ત્યારે પેરન્ટ્સને ચિંતા થવી એ સાહજિક બાબત છે.

હમણાં એક ડોક્ટર થયેલી વર્ષે ત્રણ ચાર લાખ ડોલર કમાતી શ્વેતાને મળવાનું થયું. તેની ઉંમર આશરે એકતાલીસ ની આસપાસ હશે. સાત વર્ષ પછી તેને જોઈ મને નવાઈ લાગી કે આ તે શ્વેતા છે જે આજથી વીસ વર્ષ પહેલા એક બ્યુટી કોન્ટેસ્ટમાં ફર્સ્ટ આવી હતી? તેના ચહેરા ઉપર પહેલા જેવું ચાર્મ દેખાતું નહોતું અને જે આજે પણ અનમેરીડ છે.  આમતો કોઈને પર્સનલ સવાલો પૂછવાનું અહી યોગ્ય ગણાતું નથી છતાંય જૂની ઓળખાણને કારણે પુછાઈ ગયું. તેના જણાવ્યા પ્રમાણે તેને દેખાવડો અને ભણેલો હસબંડ જોઈએ છે. જેના લાઈફને એન્જોય કરવા માટેના ટેસ્ટ પણ ઉંચા હોય.

હું માત્ર હંમમમ કહી ચુપ રહી. પણ અસંખ્ય અવાલો જન્મી ગયા. શું બેતાલીસ પિસ્તાલીસ સુધી કુંવારો રહેલો યુવાન દેખાવડો રહી શકે છે? શું એના ટેસ્ટ બધા અકબંધ હશે જે પચ્ચીસ વર્ષની યુવાનીમાં હશે?  શ્વેતાને કોણ સમજાવે કે આવી માંગ એણે કદાચ વીસ વર્ષ પહેલા કરી હોત ઓ પૂરી થઇ હોત પરંતુ હવે એણે માત્ર તેને સમજીને એડજસ્ટ થઈ શકે તેવા પાત્રને શોધવાનું છે. કારણ આ ઉંમર સુધી એકલા જીવન વ્યતીત કર્યું હોય ત્યારે બીજા સાથે શેર એન્ડ કેર કરવું અઘરું થતું હોય છે.

વાત સાચી કે કે આજના યુવાનો માટે કેરિયર બનાવવી બહુ જરૂરી હોય છે તેમાય ડોક્ટર જેવા પ્રોફેશનમાં વધારે મહેનત અને લાંબા ગાળાનો સ્ટડી પિરીયડ રહેતો હોય છે. જેના કારણે યુવાનોની યુવાનીનો ખાસ્સો સમય નીકળી જાય છે. ત્યાર બાદ નોકરીની શરુઆતમાં પોતાની જાતને બેસ્ટ પ્રૂવ કરવા માટે કામમાં સારી એવી ઈફેક્ટ આપવી પડે છે. આ બધામાં મહત્વનો મેરેજ ટાઈમ નીકળી જાય છે. અને રહી શારીરિક જરૂરીઆતની વાત, જે અહીની મુક્ત લાઈફમાં આસાનીથી પૂરી થઈ જતી હોય છે. પરતું આ બધાથી પરે જ્યારે ફેમિલીની વાત આવે છે ત્યારે તેમને સમજાય છે કે હવે મોડું થઇ ગયું છે.

આ બધા પ્રોબ્લેમ્સને પેરન્ટ્સ જોવે છે જાણે અને સમજે છે. આથી તેમને સતત ચિંતા રહેતી હોય છે કે તેમના યુવાન બાળકોને જો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોય તો કમસે કમ ફ્યુચરમાં લગ્ન કરશે તેવી સંભાવના તો જણાશે. કારણ યુવાનો પહેલાની જેમ આજે મળ્યા અને મહિના બે મહિનામાં લગ્ન માટે હા કહી દેશે તેવું હવે નથી રહ્યું. એકબીજાને જાણવા સમજવા માટેનો ડેટિંગ પીરીયડ લંબાઈને છ આઠ મહિના થી આગળ વર્ષ સુધી નીકળી ગયો છે. ત્યાર પછી આવે પ્રપોઝ ટાઈમ અને પછી વેડિંગની તૈયારી માટે વધારાનો ટાઈમ. આ બધામાં બે ત્રણ વર્ષ તો એ લોકો આસાની થી કાઢી નાખે છે. દરેક કામને એક સમય હોય છે, જેનું સમયસર પૂરું થઈ જવું બહુ જરૂરી છે. પરિણામે સમદુઃખીયા માં બાપ ભેગા મળે ત્યારે સ્વાભાવિક પણે તેમની ચિંતા વાતોમાં વ્યક્ત થઇ જતી હોય છે.

સંતાનોની વધતી જતી ઉંમર પેરન્ટ્સને બેચેન બનાવી દે છે. આમ થતું રોકવા માટે દરેક માતાપિતાએ બાળકો સાથે નજદીકી રાખવી જોઈએ જેથી તેમને યોગ્ય સમયે યોગ્ય સલાહ આપી શકાય. સાંભળેલા કે અનુભવને કારણે થયેલા જ્ઞાન દ્વારા તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકાય. સાથે તેમણે પસંદ કરેલા પાત્રને પણ સમજી શકાય

રેખા વિનોદ પટેલ (યુએસએ )

 

તું પ્રેમ કર,

મારામાં રહેલી હું ને પ્રેમ કર,

આ રૂપ તો ઝંખવાઈ જશે

ત્યારે મારા ગુણ ચમકતા રહેશે.
જ્યારે આ શરીર સાથ નહિ આપે

ત્યારે

તારામાં ભળેલી “હું”  જડી આવીશ.
જે તારા વિચારો સાથે તાલ ભરતી હશે.
તારી મારી યાદો સાથે સરતી રહેશે
હજુ પણ યાદ છે,
આપણા મિલનની એ સોનેરી પળો.

ચાંદની રાતનાં એ અજવાળામાં

ખુલ્લાં આભમાં નિંદ્રાધીન હું

અને મને કલાકો નિહાળ્યા કરતો તું.

ત્યાર પછીના
વિરહના દિવસોમાં

એજ ચાંદને નિહાળતાં આપણે.
આજે ચાંદ એજ છે પણ સમય બદલાયો છે.
ત્યારે હું તને કહેતી “મને મારી વાતો કર ”
હવે આજે કહું છું “મને તારી વાતો કર”

તું મારામાં રહેલી મને પ્રેમ કર….

રેખા પટેલ (વિનોદિની)

 
1 Comment

Posted by on August 1, 2016 in અછાંદસ