આંસુની હું પરબ ભરું તો,તું વચમાં મને દેખાય છે,
જ્યાં કરું ગઝલની અવતરણ તુ શબ્દોમાં ટંકાય છે
સંગાથે તારે આ જીવતર ઉત્સવ બની ઉજવાય છે,
વિરહમાં તારા લખેલ અક્ષર કાગળિયે કોરા વંચાય છે.
આંખ મીચું અને સપનામાં પગરવ તારો જણાય છે,
મૃગજળ જેવી ખુશીઓમાં પણ દુઃખ જઈ ઢંકાય છે
જોઉં હું જ્યાં અરીસા મહી તું આવી ત્યાં મલકાય છે,
તુજ અલગારી લાગણીઓ મહી મન ગુલાલે રંગાય છે .
સ્મરણ જરા આવે વિનોદે એનું ને ઉર્મીઓ લહેરાય છે
સ્નેહ સાથે સાથ મળે તો વિનોદિની ચોતરફ પંકાય છે.
રેખા પટેલ (વિનોદિની)
Vimala Gohil
August 24, 2016 at 6:45 pm
અંતરે ઉઠેતીલાગણીની સુંદર અભિવ્યક્તિ.