મૃત્યુ સુધી ખેંચી જતી ફોટોગ્રાફીની ઘેલછા
જીવંત દ્રશ્યોને કચકડામાં કેદ કરી લેવાની અદ્ભુત ટેકનોલોજી જ્યારથી પણ શોધમાં આવી છે ત્યાર થી જુના સંસ્મરણોનું આયુષ્ય લંબાયું છે. જે પહેલાની મીઠી કે કડવી યાદો માત્ર વિચારોમાં કે વાર્તાઓમાં કે પેઈન્ટીંગમાં સચવાઈને રહી જતી તે પહેલા ફોટા સ્વરૂપે અને હવે વિડીયો સ્વરૂપે જીવંત બની રહી છે.
હવે તો લાઈફમાં પળેપળ બનતી ઘટનાઓને પણ હજારો માઈલ દૂર જાણીતા અજાણતા લોકો સુધી પળવારમાં મોકલી આપાય છે. આ બધું ખાસ કરીને ઈન્ટરનેટની મદદથી અને શોશ્યલ મીડિયા જેમકે ચેટીંગ, ફેસબુક, ટવીટર, ઈન્સ્ટર્ગ્રામ, અને વોટ્સઅપ દ્વારા હવાની ઝડપે ફેલાઈ જાય છે. આ બધી સુવિધાઓને કારણે હરવા ફરવાના શોખીન લોકો પોતાની એક્ટીવીટી અને શોખને ફોટોગ્રાફી કે વિડીયો કલીપ દ્વારા વહેતી કરે છે. આ બધા માટે કુલ દેખાવવા તેઓ પોતાની જાતને ક્યારેક જોખમમાં મૂકી દેતા હોય છે.
૩૫ વર્ષની કોલેન બર્ન્સ ફ્લોરીડાના ઓરલાન્ડોમાં રહેતી હતી. એ કોમ્યુનીટી મેનેજર હતી. સમર વેકેશનમાં એ ફેમીલી સાથે એરીઝોનાના ફેમસ ગ્રાન્ડ કેનીયનનાં નેશનલ પાર્કમાં આવી હતી. વહેલી સવારે અહી સનરાઈઝ બહુજ બ્યુટીફૂલ દેખાય છે. દૂર કેનીયનની માઉન્ટેન રેન્જમાંથી બહાર આવતો સૂર્ય અદ્ભુત લાગે છે. આથી અહી સનરાઈઝ જોવા વહેલી સવારે લોકો આવીને બેસી જતા હોય છે. કોલેન પણ તેના ફેમીલી સાથે વહેલી સવારે ટ્રેલ ઉપર હાઈકિંગ અને ફોટોગ્રાફી માટે આવી હતી. કોલેનને નેચર ફોટોગ્રાફીનો પણ ગાંડો શોખ હતો. છેક કેનીયનની ઘાર ઉપર બેસીને તેણે લાઈફનો એક લાસ્ટ ફોટો પડાવ્યો . પછી એકસીડન્ટલી તે ઊંડી વેલીમાં ગબડી પડી અને ૪૦૦ ફૂટ નીચે તેનું ડેડ બોડી મળ્યું. થોથી અંદર બેસીને પણ તે આજ ફોટો પડાવી શકી હોત. પરતું છેક ધાર ઉપર બેઠેલો ફોટો વધારે અદભુત દેખાય એ માટે તે રીમ ઉપર બેઠી હતી. એક ફોટા માટેની ઈચ્છાએ તેનું જીવન છીનવી લીધું.અને એ ફોટો તેની કડવી યાદ બનીને રહી ગયો.
આના બે વિક પહેલા કેલીફોર્નીયાનો ૨૩ વર્ષનો યંગ મેન જેમેસન કેનીયનની સાઉથ રીમ ઉપર છેક ધારે જઈ ફોટો પાડતા અંદર ગબડી પડ્યો હતો. આવા તો કેટલાય કેશ આ કેનિયનમાં નોંધાયા છે. થોડા સમય પહેલા પેરેન્ટસ આવીજ રીતે ફોટોગ્રાફીમાં બીઝી હતા અને તેમનો પાંચ વર્ષનો સન એકલો પડતા દૂર નીકળી ગયો ત્યાંથી પગ લપસી જતા મૃત્યુ પામ્યો હતો.
અમેરિકામાં દરિયામાં શાર્ક બાઈટના કારણે ઘણા લોકોના મોત થાય છે. પરંતુ લાસ્ટ યર સેલ્ફી લેવાના શોખમાં પણ મૃત્યુ પામ્યાનો આંકડો આગળ વધી ગયો હતો. ફોટોગ્રાફ લેવાના ક્રેઝને કારણે હાઈટ ઉપર થી પડી જવાના , અને એકસીડન્ટ થયાના કેશ વધારે થયા હોવાનું ન્યુઝમાં આવ્યું હતું. વધારે કરીને સેલ્ફી થી આ બધા કેશ નોંધાય છે.થોડો સમય પહેલા ૧૭ વર્ષની એક ટીનેજર ટ્રેકિંગ કરતા ઈન્સ્ટર્ગ્રામ ઉપર લાઈવ વિડીયો લઈને મુકવાનો પ્રયત્ન કરવામાં પડી જતા ઊંચાઈ ઉપરથી પડી જતા ધટના સ્થળે મૃત્યુ પામી હતી.