
એક શમણુ જો પાંપણને પકડી ને લટકે છે
સાવ કોરી આંખ મહી કોઈ છાલક ઉછળે છે
આવું વરસાદી વ્હાલ કોણ લઇને અડકે છે?…
સાવ અણધડ ને અણધારી યાદો ઠુમકે છે
ના કેડો મુકે! એતો મુસીબત થઈને ભટકે છે
દિલમાં રોજ બળજબરી થી કબજો કરે કેવો
ધડકન કેરો તાલ મિલાવી ઘબકીને મલકે છે
વ્હાલનાં નામે કાગળ લઇ આ કોણ આવે છે?
લખીને સઘળી લાગણીઓ હસીને પટકે છે
આ પાગલ હવાને કોણ તહીં રસ્તો બતાવે છે?
એ દરિયા પાર માટીની સુંગંધ લઈને ફરકે છે
રેખા પટેલ(વિનોદિની)
Sunil rawal
August 18, 2016 at 6:20 pm
Awesome nice