
પહેલા જ્યારે બહેનપણીઓ ભેગી થાય ત્યારે એકબીજાના સંતાનોના ખબર પૂછતી. હવે પરણવા લાયક સંતાનોની માતાઓ ભેગી થાય ત્યારે પૂછે છે ” તારી દીકરીને બોય ફ્રેન્ડ મળ્યો? કે તારા દીકરાને ગર્લફ્રેન્ડ છે?” જેનો જવાબ હા હોય તો સામે વાળી તરત કહે હાશ તારે શાંતિ હવે ” . અને ના કહે તો ” ઓહ ” જેવા ઉદ્ગાર થી દુઃખ વ્યક્ત કરે. જ્યારે આવા સંવાદો સાંભળવામાં આવે છે ત્યારે થાય છે સમાજ સાચેજ બદલાઈ રહ્યો છે.
હમણાં એક ડોક્ટર થયેલી વર્ષે ત્રણ ચાર લાખ ડોલર કમાતી શ્વેતાને મળવાનું થયું. તેની ઉંમર આશરે એકતાલીસ ની આસપાસ હશે. સાત વર્ષ પછી તેને જોઈ મને નવાઈ લાગી કે આ તે શ્વેતા છે જે આજથી વીસ વર્ષ પહેલા એક બ્યુટી કોન્ટેસ્ટમાં ફર્સ્ટ આવી હતી? તેના ચહેરા ઉપર પહેલા જેવું ચાર્મ દેખાતું નહોતું અને જે આજે પણ અનમેરીડ છે. આમતો કોઈને પર્સનલ સવાલો પૂછવાનું અહી યોગ્ય ગણાતું નથી છતાંય જૂની ઓળખાણને કારણે પુછાઈ ગયું. તેના જણાવ્યા પ્રમાણે તેને દેખાવડો અને ભણેલો હસબંડ જોઈએ છે. જેના લાઈફને એન્જોય કરવા માટેના ટેસ્ટ પણ ઉંચા હોય.
હું માત્ર હંમમમ કહી ચુપ રહી. પણ અસંખ્ય અવાલો જન્મી ગયા. શું બેતાલીસ પિસ્તાલીસ સુધી કુંવારો રહેલો યુવાન દેખાવડો રહી શકે છે? શું એના ટેસ્ટ બધા અકબંધ હશે જે પચ્ચીસ વર્ષની યુવાનીમાં હશે? શ્વેતાને કોણ સમજાવે કે આવી માંગ એણે કદાચ વીસ વર્ષ પહેલા કરી હોત ઓ પૂરી થઇ હોત પરંતુ હવે એણે માત્ર તેને સમજીને એડજસ્ટ થઈ શકે તેવા પાત્રને શોધવાનું છે. કારણ આ ઉંમર સુધી એકલા જીવન વ્યતીત કર્યું હોય ત્યારે બીજા સાથે શેર એન્ડ કેર કરવું અઘરું થતું હોય છે.
વાત સાચી કે કે આજના યુવાનો માટે કેરિયર બનાવવી બહુ જરૂરી હોય છે તેમાય ડોક્ટર જેવા પ્રોફેશનમાં વધારે મહેનત અને લાંબા ગાળાનો સ્ટડી પિરીયડ રહેતો હોય છે. જેના કારણે યુવાનોની યુવાનીનો ખાસ્સો સમય નીકળી જાય છે. ત્યાર બાદ નોકરીની શરુઆતમાં પોતાની જાતને બેસ્ટ પ્રૂવ કરવા માટે કામમાં સારી એવી ઈફેક્ટ આપવી પડે છે. આ બધામાં મહત્વનો મેરેજ ટાઈમ નીકળી જાય છે. અને રહી શારીરિક જરૂરીઆતની વાત, જે અહીની મુક્ત લાઈફમાં આસાનીથી પૂરી થઈ જતી હોય છે. પરતું આ બધાથી પરે જ્યારે ફેમિલીની વાત આવે છે ત્યારે તેમને સમજાય છે કે હવે મોડું થઇ ગયું છે.
આ બધા પ્રોબ્લેમ્સને પેરન્ટ્સ જોવે છે જાણે અને સમજે છે. આથી તેમને સતત ચિંતા રહેતી હોય છે કે તેમના યુવાન બાળકોને જો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હોય તો કમસે કમ ફ્યુચરમાં લગ્ન કરશે તેવી સંભાવના તો જણાશે. કારણ યુવાનો પહેલાની જેમ આજે મળ્યા અને મહિના બે મહિનામાં લગ્ન માટે હા કહી દેશે તેવું હવે નથી રહ્યું. એકબીજાને જાણવા સમજવા માટેનો ડેટિંગ પીરીયડ લંબાઈને છ આઠ મહિના થી આગળ વર્ષ સુધી નીકળી ગયો છે. ત્યાર પછી આવે પ્રપોઝ ટાઈમ અને પછી વેડિંગની તૈયારી માટે વધારાનો ટાઈમ. આ બધામાં બે ત્રણ વર્ષ તો એ લોકો આસાની થી કાઢી નાખે છે. દરેક કામને એક સમય હોય છે, જેનું સમયસર પૂરું થઈ જવું બહુ જરૂરી છે. પરિણામે સમદુઃખીયા માં બાપ ભેગા મળે ત્યારે સ્વાભાવિક પણે તેમની ચિંતા વાતોમાં વ્યક્ત થઇ જતી હોય છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ )