તું પ્રેમ કર,
મારામાં રહેલી હું ને પ્રેમ કર,
આ રૂપ તો ઝંખવાઈ જશે
ત્યારે મારા ગુણ ચમકતા રહેશે.
જ્યારે આ શરીર સાથ નહિ આપે
ત્યારે
તારામાં ભળેલી “હું” જડી આવીશ.
જે તારા વિચારો સાથે તાલ ભરતી હશે.
તારી મારી યાદો સાથે સરતી રહેશે
હજુ પણ યાદ છે,
આપણા મિલનની એ સોનેરી પળો.
ચાંદની રાતનાં એ અજવાળામાં
ખુલ્લાં આભમાં નિંદ્રાધીન હું
અને મને કલાકો નિહાળ્યા કરતો તું.
ત્યાર પછીના
વિરહના દિવસોમાં
એજ ચાંદને નિહાળતાં આપણે.
આજે ચાંદ એજ છે પણ સમય બદલાયો છે.
ત્યારે હું તને કહેતી “મને મારી વાતો કર ”
હવે આજે કહું છું “મને તારી વાતો કર”
તું મારામાં રહેલી મને પ્રેમ કર….
રેખા પટેલ (વિનોદિની)
Vimala Gohil
August 1, 2016 at 7:11 pm
“મારામાં રહેલી હું ને પ્રેમ કર,”
વાહ,વાહ!!!!