મારા લગભગ ખાલી થઈ ગયેલા ઓરડામાં
ચાલતો જુનો ટેબલ ફેન ,
ઘરઘરાટી ભર્યો અવાજે ગુંજતો હતો.
“મને નહિ લઇ જાય?” ફરતાં ફરતાં તે પૂછતો હતો.
ઘરઘરાટી ભર્યો અવાજે ગુંજતો હતો.
“મને નહિ લઇ જાય?” ફરતાં ફરતાં તે પૂછતો હતો.
ના હવે તને લઈ જાઉ કે ના લઇ જાઉ કોઈ ફર્ક ક્યા પડવાનો છે?
“દીકરાએ ખરીદેલા મોટા એરકન્ડીશન બંગલામાં તારી જરૂર નથી “.
“દીકરાએ ખરીદેલા મોટા એરકન્ડીશન બંગલામાં તારી જરૂર નથી “.
“કદાચ કામ લાગીશ,આટલું ભર્યું છે તો એક વધારે ” પંખો ખટકો ખાઈ બોલ્યો.
આખી જિંદગી સાથે રહ્યો હવે ક્યા જાઉં?” વધારે ઘુમરીએ એ ચડી ડોલ્યો.
આખી જિંદગી સાથે રહ્યો હવે ક્યા જાઉં?” વધારે ઘુમરીએ એ ચડી ડોલ્યો.
“ના આ બધું ત્યાં ના શોભે , અહીનું મોટાભાગનું કાટમાળમાં જશે ,
મારા એ નવા દિવસોમાં તે મને બહુ સાથ આપ્યો છે ,
આ જુના દિવસોમાં, હું તને કાટમાળમાં ફેકવા નથી માગતી” હું ડૂબતી આંખે બોલી.
મારા એ નવા દિવસોમાં તે મને બહુ સાથ આપ્યો છે ,
આ જુના દિવસોમાં, હું તને કાટમાળમાં ફેકવા નથી માગતી” હું ડૂબતી આંખે બોલી.
“લઈજા ને ! હું એક ખુણામાં ચુચાપ પડ્યો રહીશ ” ધીમો પડતા એ બોલ્યો.
“જો મિત્ર ત્યાં માંડ મારી જગ્યા થઇ છે હવે તને ક્યા સમાવું , અહી આવનારને કદાચ તારી જરૂર પડે !
પ્લીઝ અહીજ રોકાઈ જાને , ખુશ રહીશ !”
પ્લીઝ અહીજ રોકાઈ જાને , ખુશ રહીશ !”
મારા અવાજના દર્દને એ સમજી ગયો……..
“એક ખટકો ” એની અંદર કંઈક તૂટ્યું અને એ ચાલતો રોકાઈ ગયો. કાશ હું પણ મશીન હોત !
“એક ખટકો ” એની અંદર કંઈક તૂટ્યું અને એ ચાલતો રોકાઈ ગયો. કાશ હું પણ મશીન હોત !
રેખા પટેલ(વિનોદિની)