“ખોટ ”
આવ્યો અણધાર્યો વાયરો
ને ધાર્યું કરી ગયો.
કકડે કકડે ઢાકયું હતું
સઘળું ઉઘાડી ગયો.
દરવાજા તો બંધ હતા
છાપરું ઉપાડી ગયો.
ખાલી દીવાલો રહી ગઈ
એટલું એ જીવાડી ગયો.
હતી બંધ મુઠ્ઠી લાખની
બસ ખાલી કરી ગયો.
રેખા પટેલ ( વિનોદિની)
“ખોટ ”
આવ્યો અણધાર્યો વાયરો
ને ધાર્યું કરી ગયો.
કકડે કકડે ઢાકયું હતું
સઘળું ઉઘાડી ગયો.
દરવાજા તો બંધ હતા
છાપરું ઉપાડી ગયો.
ખાલી દીવાલો રહી ગઈ
એટલું એ જીવાડી ગયો.
હતી બંધ મુઠ્ઠી લાખની
બસ ખાલી કરી ગયો.
રેખા પટેલ ( વિનોદિની)