લવ ઇઝ ડ્રગ , સાચું તો છે. પ્રેમ દવા છે બસ તેની માત્રા સમજાવી જરૂરી છે. કારણ તે ક્યારેક સુખ આપે તો ક્યારેક દુઃખ પણ આપે છે. તેને સમજવો બહુ અઘરો છે. કારણ પ્રેમ જીવતા શીખવે છે તેવીજ રીતે પ્રેમ ભગ્ન થયેલા હતાશામાં ઘેરાઈ મોતને વહાલું કરતા અચકાતા નથી. પ્રેમમાં આ બ્રેકઅપ એક એવી સ્થિતિ છે જેને સમજવી અને સમજાવવી અઘરી છે. જે આમાં થી પસાર થયું હોય તેજ તેને સમજી શકે છે.
અઢાર વર્ષની એમલી વ્હાઈટને હાઈસ્કુલ દરમિયાન શોન સાથે ચાર વર્ષથી લવ હતો. આ સમય દરમિયાન તેઓ હાઈસ્કુલમાં બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ તરીકે સાથેજ જોવા મળતા. એટલે સુધી કે તેમની પોપ્યુલારીટીને કારણે તેઓ સિનીયર યરના પ્રોમમાં ક્વીન અને કિંગ વિનર જાહેર કરાયા હતા. પ્રોબ્લેમની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે બંનેને અલગઅલગ કોલેજમાં એડમિશન મળ્યું . કોલેજમાં ગયા પછી પણ તેઓ રોજ ફોન અને ફેસ ટાઈમ દ્વારા સતત સંપર્કમાં રહેતા. એમલી વધારે પડતી પઝેસીવ હતી. આથી શોનને બીજી કોઈ ગર્લ સાથે વાત કરતા પણ જુવે તો લડી પડતી. શરૂઆતમાં બધું ચાલ્યું છેવટે શોને કંટાળીને તેની સાથે ફોનમાં વાત કરવાનું બંધ કરી દીધું. એટલે સુધી કે ટવીટર અને સ્નેપચેટ માં પણ બ્લોક કરી દીધી. આથી એમલીને બહુ દુઃખ થયું અને તેણે સ્લીપિંગ પીલ્સનો ઓવર ડોઝ લઇ સુસાઇડ કરવાનો ટ્રાય કર્યો.
આજની જનરેશને એક વાત ખાસ ઘ્યાનમાં રાખવા જેવી છે કે કોઈ પણ દુઃખ કાયમી નથી. ગમે તેવો વિચ્છેદ સમય જતા ભુલાઈ જાય છે અને જીવન ફરી થી જીવવા જેવું બની જાય છે. કેટલાક તો આવી સ્થિતિમાં ડીપ્રેસનમાં આવી જતા હોય છે, પરિણામે તેમને સાયકોલોજીસ્ટ પાસે જવાની ફરજ પડે છે. કે પછી ડ્રગ્સના રવાડે ચડી જાય છે. એક પાકિસ્તાની એજ્યુકેટેડ ફેમીલી માંથી આવતી સાયરાના ડેડી એન્જીનીયર છે અને તેની મોમ લોયર છે. કોણ જાણે કયા કારણોસર પણ સાયરાના પેરેન્ટ્સ વચ્ચે છેલ્લા કેટલાક સમય થી પ્રોબ્લેમ્સ ચાલતા હતા , લાગતું હતું કે તેઓ ટુંક સમયમાં તલાક લેશે. ઘરમાં કાયમ થતા ઝગડાઓને કારણે સાયરા મિત્રો સાથે વધુ રહેતી. આમ કરતા તેને અમેરિકન છોકરા સાથે પ્રેમ થઇ ગયો. બધા ટીનેજ વયના બાળકો પ્રેમ બાબતે ખાસ સિરિયસ નથી હોતા. પરિણામે થોડાજ વખતમાં તેમની વચમાં બ્રેકઅપ થઇ ગયું. સાયરા આ બધાથી ડિપ્રેસન માં આવી ગઈ અને મેરાવાના જેવા ડ્રગ્સનો શિકાર બની ગઈ. પેરેન્ટ્સ ને પોતાની ભૂલ સમજાઈ જતા તેમની લાઈફ નોર્મલ થઈ ગઈ. પરતું હવે સાયરાનું શું ? તેના વિષે વિચારવું પણ અગત્યનું બની ગયું . આવા પગલા માત્ર ટીનેજર્સ લે છે તેવું નથી. એજ્યુકેટેડ કે સોસાયટીમાં ફેમસ લોકો પણ પ્રેમ કર્યા પછી બેકઅપને સહન કરી શકતા નથી. અને સુસાઈડ સુધીના પગલા ભરતા અચકાતા નથી.
પ્રેમ સબંધ હોય કે લગ્ન સબંધ છુટા પડવાની વેળા બહુ દુઃખદ હોય છે. તેને સરળતાથી પચાવી લેવાનું મુશ્કેલ હોય છે. સારો ખોટો ગમે તેવો સબંધ તુટે ત્યારે મન ઉપર અસર કરતો જાય છે .આવી વેળાએ ઈમોશન ઉપર કંટ્રોલ રાખવો બહુજ જરૂરી હોય છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ).