RSS

ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સિક્યોર બનાવે છે”

07 May

લળટેકનોલોજી આપણા જીવનને સરળ અને સિક્યોર બનાવે છે”

જ્ઞાન સાથે વિજ્ઞાનનું કોમ્બીનેશન કાયમને માટે અનોખું રહ્યું છે. આ ટેકનોલોજી નો યુગ છે. આપણી જિંદગી ને જયારે ટેકનોલોજીએ પોતાના કંટ્રોલમાં કરી લીધી છે ત્યારે એટલું જાણવું જરૂરી છે કે તે આધુનિક ઉપકરણોનો સાચો ઉપયોગ કેવી રીતે કરી શકાય. સાથે તેના ફાયદા અને ગેરફાયદા વિષે જાણવું મહત્વનું છે.
આજકાલ લગભગ દરેકના હાથમાં સ્માર્ટ ફોન જોવા મળે છે. જ્યારે માણસ કંઈ ના કરતો હોય ત્યારે તે ફોન સાથે ચેડા કરતો હોય છે. તેવા સમયમાં તેનું મનગમતું કાર્ય હોય છે. શોશ્યલ મીડિયા સાથે કોન્ટેક્ટમાં રહેવું કે પછી કોઈ વિડીયો ગેમ્સમાં ડૂબેલું રહેવું.
હમણા એક બનાવ સાંભળવા મળ્યો. આ દસ વર્ષની એક સ્પેનીશ છોકરી જેનીસની વાત છે. જેનીસની મોમ ડિવોર્સી હતી. તેણે એક બીજા સ્પેનીસ યુવક સાથે રીમેરેજ કર્યા. જેનીસનો આ સ્ટેપ ફાધર કોઈ કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરતો હતો. તેની મોમ પ્રાઈમરી સ્કુલમાં ટીચર હતી. સામાન્ય રીતે મા દીકરી સવારમાં સ્કુલ સાથે જતા. પરંતુ સાંજે જેનીસ કલાક વહેલી ઘરે આવતી અને તેની મોમ ટીચર હોવાથી થોડી મોડી આવતી.  આ કલાક મોટેભાગે તેનો સ્ટેપ ફાધર ઘરે વહેલો આવી તેનું બેબી સીટીંગ કરતો. અમેરિકામાં તેર વર્ષથી નાની ઉંમરના બાળકોને લીગલી ઘરમાં એકલા મુકાય નહિ.

વહેલી આવતી જેનીશ સાથે તેનો સ્ટેપ ફાધર ટાઈમ સ્પેન્ડ કરતો. જેનીશ બહુ રૂપાળી છોકરી હતી. તેને વહાલ કરવા, તેની ટેકકેર કરવા માટે તેનો સ્ટેપ ફાધર શરૂમાં તેની નજીક જઈ ગાલ ઉપર અને બરડે એમ હાથ ફેરવી પંપાળતો. તેમ કરતા તેનામાં કોઈ વિકૃતિએ જન્મ લીધો. હવે તેની નજર આ નાની બાળકી ઉપર બગડી.  અત્યારની જનરેશન ઉંમરના પ્રમાણમાં બહુ  હોંશિયાર થઈ ગઈ છે તે વાત સાવ સાચી. અત્યારે ઈન્ટરનેટ અને બીજા માધ્યમો થી બાળકોને સેક્સ અંગેનું જ્ઞાન વહેલું આવવા લાગે છે. જેનીસને લાગ્યું કે તેનો આ ડેડ તેની સાથે કંઈ અલગ બિહેવ કરી રહ્યો છે.  તેમાંય જ્યારે તે ટાઈટ હગ કરતો તે વાત જેનીસને જરાય ગમતી નહોતી. જેનીસે તેની મોમને આ વાત કહી તો જવાબ મળ્યો “હી લવ્સ યુ ,હી ઇસ યોર ડેડ”. હવે જેનીસ ચુપ રહેતી.

        આથી તેના સ્ટેપ ડેડની હિંમત વધી ગઈ. પરિણામે એક દિવસ દારૂના નશામાં તે વધુ છૂટછાટ લેવા લાગ્યો. જેનીસને લાગ્યું હવે મોમને ફરી કહેવું પડશે. પરતું તે હવે વધુ એલર્ટ થી ગઈ હતી અને કારણ હતું ટેકનોલોજીનો ભરપુર વિકાસ અને ફેલાવો. જેનીસ પાસે આઈ ફોન હતો જે તેની મોમનો જુનો વધારાનો ફોન હતો. તે ફોન તરીકે યુઝ નહોતો થતો પરતું તેમાં ડાઉનલોડ કરેલા સોન્ગ્સ સાંભળવા, ગેમ્સ રમવા અને ફોટા પાડવા જેનીસ તેનો યુઝ કરતી હતી. તેની સ્કુલમાં દર મહીને યોજાતી એસેમ્બલીમાં બાળકોને અલગ અલગ સબ્જેક્ટ ઉપર અવેરનેસ વિષે શીખવવામાં આવતું હતું. જેના ભાગ સ્વરૂપે થોડા સમય પહેલા જેનીસને મુશ્કેલીના સમયે વિડીયો રેકોર્ડીંગ વિષે સમજાવવામાં આવ્યું હતું.  આ વખતે તેણે સ્કુલમાં શીખવ્યા પ્રમાણે સાવચેતી પૂર્વક તેનાં ફોનનો વિડીયો ઓન કરી બધુજ રેકોર્ડ કરી લીધું અને તેની મોમને બતાવ્યું. પરિણામે તે આવતા સંકટથી સમયસર બચી ગઈ.
                      આમ ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સિક્યોર બનાવવામાં હેલ્પ કરે છે. કેટલીય વાર સમયસર મદદ મળતા મોટા એકસીડન્ટ થતા રહી ગયા હોય કે કેટલાયની જાન બચી ગઈ હોય તેવા દાખલાં જોવા મળ્યા છે. બરાબર આજ વખતે એક ચોંકાવનારી વાત સામે આવી હતી. જેમાં તેના આ સ્ટેપ ફાધરને કોઈ સેક્સી વિડીયો ગેમ રમવાની આદત હતી. જેમાં સતત ડૂબેલો રહેતો હતો, આથી એમાં આવતા સેક્સી અને વાયોલેન્સ સીનની તેના ઉપર ભારે અસર થઈ હતી. અને ઉત્તેજનાને પરિણામે એ પોતાનો કાબુ ગુમાવી બેઠો હતો.
ટેકનોલોજી ના અવળા અને સવળા બેવ પાસા જોવા જરૂરી છે. આજકાલ બાળકોમાં સાથે મોટાઓમાં પણ વિડીયો ગેમ્સ નું ચલણ ભારે જોવા મળે છે. કેટલાક સાયકોલોજી નિષ્ણાતોનું માનવું છે કે વિડીયો ગેમ રમવાથી બાળકોનું માઈન્ડ શાર્પ અને ત્વરિત નિર્ણયો માટે તૈયાર થાય છે. તો સામા પક્ષે એક મોટો વર્ગ માને છે કે આવી  ગેમ્સ માં બાળકો રચ્યા પચ્યા રહી સમયનો બગાડ કરે છે. તેમાય વધારે પડતી આવતી વાયોલન્સ અને ક્રિમીનલ અગ્રેસીવ બિહેવિયર ઘરાવતી ગેમ તેમના કુમળા બાળ માનસને વિકૃતિઓ તરફ દોરે છે.
    થોડા સમય પહેલા કોલંબીયાની હાઈસ્કુલમાં ભણતાં એક સ્ટુડન્ટે હાઈસ્કુલમાં ગન લાવી શુટિંગ કર્યું હતું. તેનું આમ કરવાનું કારણ હતું તે કોઈ વિડીયો ગેમના કેરેક્ટરથી ઈન્સ્પાયર થઇ તેના જેવો બનાવાનો પ્રયત્ન કરતો હતો. પરિણામે કેટલીક આવી ઉત્તેજક સેક્સી અને વાયોલન્સ ગેમ્સ ઉપર ” અમેરિકન સાયકોલોજીકલ એશોસીએશન” (APA ) દ્વારા પ્રતિબંધ કરાવાયો છે. તેઓનું પણ માનવું છે કે કોઈ પણ આવી રમત જો સતત ત્રણ કલાક રમવામાં આવે તો તમે તેની અસર હેઠળ ચોક્કસ આવી શકો છે.
“જેમ દરેક સિક્કા ની હંમેશા બે બાજુઓ હોય છે, તે પ્રમાણે અદ્યતન ટેકનોલોજી ની ખૂબી અને ખામીઓને ગણતરીમાં લઇ તેનો કેવો અને કેટલો ઉપયોગ કરવો તે જાણવું જરૂરી છે. જો આમ કરવામાં આવે તો જીવન સરળ અને સલામત અને મનોરંજનથી ભરેલું રહે છે. “
રેખા વિનોદ પટેલ (યુએસએ)
Advertisements
 

One response to “ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સિક્યોર બનાવે છે”

  1. Hemant Bhavsar

    May 7, 2016 at 5:43 pm

    I prefer life without cell phone and minimum or not at all computer world , We were happy and innocent before the high-techs , Youth are now directing at emotionless and lazy . Wake up before it is too late .

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: