કાચની કેબીનનું બારણું બહારથી નોક કરતા રચના બોલી
” મેં આઈ કમિંગ સર “?
અંદર ઇઝી ચેરમાં બઠેલા રાજ સરનો ઘેરો અવાજ સંભળાયો “યસ કમિંગ રચના કહો?
“સર બંને ફાઈલ કમ્પ્લીટ થઇ ગઈ છે”. રચના બોલી
“આજે આટલી ઝડપી કામ થઈ ગયું, કઈ ખાસ”?
” યસ સર જો આજે બે કલાક વહેલા ઘરે જવું છે, જો આપ રજા આપો તો, આજે દીકરીની બર્થડે છે”
” રચના! તમને જાણ છે મારી માટે સમયની પાબંધી કેટલી મહત્વની છે.. કામ પૂરું થયું તેનો અર્થ એ નથી કે બીજું કામ બાકી નથી” રાજનો અવાજ બદલાઈ ગયો ગુસ્સો તરવરી ઉઠ્યો
” રચના ચુપચાપ બીજી ફાઈલો ઉઠાવી બહાર ચાલી ગઈ” આંખોમાં ઉદાસી અને કેટલુંય ગુમાવ્યાનું દુઃખ ઝળકતું હતું.
થોડીવારમાં રાજના આઈફોન ઉપર એક ક્યુટ રીંગ ટોન વાગી ઉઠયો, કામના ભારણ હેઠળ પણ રાજના હોઠો ઉપર હાસ્ય રેલાઈ ગયું
” યસ ડાર્લિંગ વોટ યુ વોન્ટ ફોર્મ પાપા”
” પાપા કેન યુ કમ અર્લી ટુડે ” મીઠો અવાજ રણકી ઉઠ્યો
” સોરી બેટા હું જલદી આવવનો ટ્રાય કરીશ પણ બહુ અર્લી નહિ અવાય” રાજ તેની ઢીંગલીને પટાવતા બોલ્યો.
પાપા યુ હેવ ટુ કમ, હું રિસાઈ જઈશ, તમે પ્રોમિસ કર્યું હતું કે આજે મને સાંજે ચોપાટી લઇ જશો” દુઃખી થતા દીકરી બોલી .
અને એક પણ સેકન્ડની વાર લગાડ્યા વિના રાજ બોલ્યો” પ્રોમિસ માય ડોલ આઈ વિલ કમ અર્લી” સામે છેડે લાવ યુ પાપા કહેતા ફોન મુકાઈ ગયો.
કૈક વિચારતા ઇન્ટરકોમ દબાવી રચનાને અંદર બોલાવી
” રચના આજે દીકરીની બર્થડે છે તો તમે લાંચ પછી ઘરે જઈ શકો છો અને હા ઓફીસ તરફ થી તેની માટે એક ગીફ્ટ જરૂર લઇ જજો કહેતા એક કવર હાથમાં પકડાવ્યું.
રચનાની આંખોમાં તરવરતી એક મા ખુશી થી ઝૂમી ઉઠી
રેખા પટેલ (વિનોદિની)
Hemant Bhavsar
May 1, 2016 at 12:13 pm
very touchy emotionally scripted feelings of working mother ……thank you .