RSS

વૃધ્ધોને વ્હાલા એડલ્ટ ડેકેર

08 Apr

IMG_6124વૃધ્ધોને વ્હાલા એડલ્ટ ડેકેર

જ્યાં સુધી હાથ પગ ચાલતા હોય એ માણસે જિંદગીને છલોછલ માણી હોય એનાં માટે એકલતા,વૃદ્ધાવસ્થા અને બીમારી આ ત્રણનું એક સાથે આવવું,એટેલે જાણે નર્કમાં હોવાનો અહેસાસ.

આ એક કૌંટુબીક મિત્રનાં પિતાની છે. જેઓ આખી લાઈફ અમેરિકામાં પોતાની મરજી મુજબ મસ્તીથી જીવ્યા હતા, નોકરી કરી હતી. પરતું હવે પંચોતેર વર્ષે પત્નીના જવાથી સાવ એકલા થઇ ગયા. દીકરો અને વહુ જોબ કરે છે તેથી લાઈફમાં તેઓ પણ બીઝી રહે છે. પરિણામે બીમાર રહેતા આ વડીલ બહુ ચીડિયા થઈ ગયા.
આ વડીલની હાલત જોઇને મને સહુ પ્રથમ અહીં ચાલતું એડલ્ટ ડે કેર યાદ આવ્યું. અમેરિકામાં પાંસઠ વર્ષ પછી ઓછી આવક ઘરાવતા કે ડિસેબલ લોકોને મેડીકેડ અપાય છે. જેમા એક પ્રોગ્રામમાં આવા વૃધ્ધો માટે ખાસ એડલ્ટ ડે કેરની વ્યવસ્થા છે. આવા ડે કેર સેન્ટરની કાર ત્યાં જતા વૃધ્ધોને ઘરે પીકઅપ અને ડ્રોપ કરવા માટે આવે છે. અહી દિવસના પાંચ કલાક તેઓને રખાય છે. જેથી તેમનો આ સમય હસી ખુશીમાં વીતી જાય. અમારા ફ્રેન્ડને આ વાત ગમી ગઈ અને તેમના પિતાને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરી. આજે તેઓ બહુજ ખુશ રહે છે. આવા સેન્ટરોમાં મઝાની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, અહી તેમને હળવી એકસરસાઈઝ કરાવે છે,ગેમ રમાડે છે. સાથે ભજન આરતી અને મુવી પણ બતાવે છે. ક્યારેક બહાર શોપીંગમાં પણ લઇ જવાય છે.
 ન્યુ જર્શીમાં આવુ જ એક એડલ્ટ ડેકેર ચલાવતા જયંતભાઈ સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે જણાવ્યુકે આવા સેન્ટરમાં આવા વડીલોને રોજ પાંચ કલાક રાખી શકાય છે. દરેક પોતપોતાના સહુલીયત વાળા સમયે આવે છે. તેમના ડેકેરમાં ઇન્ડિયન અમેરિકન,ચાઇનીઝ, કોરિયન વધારે છે.જયંતભાઈ સારી સર્વિસ આપવામાં માને છે આથી તેમના ડેકેરમાં ૮૫ વડીલો સાથે ૨૩ જણનો સર્વિસ સ્ટાફ છે. તેઓ કહેછે આવી સુવિધા અને ઘર જેવું વાતાવરણ તેમની જિંદગીના પાછલા વર્ષોને ખુશીથી ભરી દેતા હોય છે. કારણ અહી તેને તેમના જેવા હમઉમ્ર મિત્રો મળી જાય છે.જે તેમની એકલતા ભાંગે છે અને જિંદગી જીવવા જેવી લાગે છે.
આવીજ રીતે અહી ચાલતા એડલ્ટ નર્સિંગહોમ કેરની વાત લખું છું. આ નર્સિંગહોમ એટલે કે પાંસઠ  પછીના વડીલો કે પછી ડિસેબલ થયેલાં વ્યક્તિઓનું કાયમી રહેઠાણ. જ્યાં આવ્યા પછી ભાગ્યેજ ઘરે પાછા જઈ શકે છે.
ન્યુજર્સીમાં ૨૦૦૫ થી આવી મલ્ટીકેર ફેસિલીટી ચલાવતા “શ્રી મુકુંદભાઈ ઠાકર” સાથે થયેલી વાતચીત માં તેમના દ્વારા જાણવા મળેલી કેટલીક વાતો લખું છું. તેમને હાલ ૯ આવા નર્સિંગ હોમ છે જેમાં ૬૫ વર્ષ થી લઇ ૧૦૫ વર્ષના વડીલો પોતાનું ઘર માનીને રહે છે. મુકુંદભાઈનું એક વાક્ય મને બહુ ગમી ગયું ” અહી આવતા વડીલોને બીજા કોઈ નામે ઓળખવાને બદલે બા અને દાદા કહેવાનું વધુ પસંદ કરીએ છીએ,જે પ્રેમ અને ફુંફના તેઓ હકદાર છે તેને આપવાનું અમારું પ્રથમ કામ છે”. કેટલાક તો સાવ પથારીવશ હોય છે તેમને સુતા સુતા ટીવી,સંગીત અને વાંચન જેવી વ્યવસ્થા કરી આપે છે.
અહી ૨૪ કલાકની સુવિધાઓ આપવામાં આવે છે,કાયમ અહી રહેવાનું હોવાથી તેમને ઘર જેવું જ વાતાવરણ મળવું જોઈએ તેમ વિચારી અહી સવાર સાંજની આરતીથી માંડી બધા જ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જે વૃધ્ધો ઘરે એકલતાનો ભોગ બની રહ્યા હોય કે ગંભીર બીમારીમાં ઘરે તેમની યોગ્ય સારવાર ના થઇ શકતી હોય,તેવા દર્દીઓ માટે આવી જગ્યાઓ ઘર કરતા પણ વધારે પોતીકી બની જાય છે.અહી કાયમી રહેતા વૃધ્ધો એકમેકના સાથી બની જાય છે અને સુખેથી પાછલી ઉંમર વિતાવે છે. છતાં પણ સ્વજનોને ચોક્કસ યાદ કરતા હોય છે. આથી વર્ષમાં બે વાર અહીં રહેતાં વૃધ્ધોના પરિવારને એકઠાં કરવામાં આવે છે.આમ કોમર્સિયલ ચાલતાં આવા સેન્ટરો અંગત રીતે માનવતાનું કામ પણ કરી રહ્યા હોય છે.
વૃઘ્ઘવસ્થા એક એવી બીમારી છે જે દરેકને આવીને વળગવાની છે “આજે મારો વારો તો કાલે તારો વારો ” જેવું છે. આથી કોઈ પણ વૃદ્ધની લાચારીને જોઈ આડી આંખ કરવાને બદલે તેમને અને તેમની જરુરીઆતને સમજ્વાનો પ્રયત્ન કરવો જોઈએ. વડીલો તેમની ઢળતી ઉંમરે હૂંફ અને સમય માગે છે. છતાં પણ એમ લાગે કે આપણે આટલું નથી કરી શકતા ત્યારે અસહાયતા અનુભવતા વૃધ્ધો માટે આવા ડેકેર સેન્ટર કે નર્સિગહોમ કેર મંદિર સમા બની જાય છે. લોક શું કહેશે તે ભૂલીને તેમને ત્યાં જવાની પ્રેરણા આપવી જરૂરી બને છે. જેથી તેઓ તેમની આ અવસ્થાને સુખમય જીવી શકે.
જે સંતાનો માટે પોતાની જરૂરીયાતને સિમિત રાખીને સંતાનોને કોઇ ઉણપ દેખાવા દીધી ના હોય એવાં માતા પિતા માટે તેમની પાછલી ઉમરમાં અવહેલના કરે છે ત્યારે પારિવારીક મુલ્યોનું અવમુલ્યન ચોક્ક્સ થાય છે અને માનવતાને એક ડાધ ચોક્ક્સ લાગે છે.
રેખા વિનોદ પટેલ(યુએસએ)

 

Advertisements
 

One response to “વૃધ્ધોને વ્હાલા એડલ્ટ ડેકેર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: