RSS

કોલેજ…ખુલ્લાં આભમાં ઉડવાનો સમય

27 Mar

FullSizeRender

માર્ચ અને એપ્રિલ મહિનો એટલે સ્પ્રિંગ અને સમરની શરૂઆત. અમેરિકાના આ બે મહિનામાં પેરન્ટસ અને 12th પાસ કરી કોલેજ જવા થનગનતા ટીનેજર્સ માટે અલગ અલગ કોલેજ જોવા જવા અને એડમીશન માટેની દોડાદોડ શરુ થઈ  જાય છે.
આ દોડની શરૂઆત થાય છે વર્ષ પહેલાથી. ઈલેવ્ન્થમાં આવતાં બાળકો સહુ પહેલા સ્ટેટની એક્ઝામ આપે છે. કોલેજમાં એડમીશન માટે આ સ્કોર સાથે , સ્કૂલના GPA ( ગ્રેડ પોઈન્ટ એવરેજ ) ની ખાસ જરૂર પડે છે. આ બંને સ્કોર ઉંચો હોય તેટલી આસાની થી સારી કોલેજમાં એડમીશન મળી શકે છે. સાથે જરૂર પડે છે ટીચર રેક્મેન્ડેશન લેટર ,કોમ્યુનીટી વર્ક ફોર્મ . ઈ મેલ અને મેલમાં આવતા લેટર દ્વારા જાણી શકાય છે કે ક્યાં એડમીશન મળ્યું છે.

દરેક કોલેજમાં ઓપન હાઉસ રખાય છે. જ્યાં પેરન્ટસ અને બાળકોને આખી કોલેજ અને તેની સીસ્ટમ સમજાવવામાં  આવે છે. બાળકો પહેલી વાર ઘરની બહાર ભણવા રહેવા જવાના હોય છે. ટીનેજર્સને મુક્ત હવામાં ઉડવાની ઉતાવળ હોય છે , તેમને દુનિયા એક્સ્પ્લોર કરવી હોય છે.  કેટલાકને ખાસ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થવું હોય છે. આ પછી આવે છે એક્સેપ્ટેન્સ લેટર અને ત્યાર બાદ ઓરીએન્ટેશનની તારીખ આવે, જ્યાં એડમીશન મળેલા સ્ટુડન્ટસને એક દિવસ ત્યાંજ રહેવાનું હોય છે જેથી કોલેજ અને બીજા સ્ટુડન્ટસને જાણવાની તક મળે છે.

આ બધા પછી આવે છે મુવિંગ ડે , જે કોલેજ શરુ થવાના આગળ દિવસે રખાય છે. બાળકો માટે એક્સાઈટમેન્ટનો અને પેરન્ટસ માટે બેચેનીભર્યો આ દિવસ હોય છે. જે બાળકોને સતત પાંપણોની  છાયા હેઠળ રાખ્યાં હોય તેમને ખુલ્લાં આભમાં એકલા છોડવાના હોય છે. છતાં પણ તેમેને ઉડતા શીખવા દેવું પણ જરૂરી બને છે.

અહીની ડોર્મ સીસ્ટમ એટલેકે કોલેજની હોસ્ટેલ સીસ્ટમ પણ સમજવા જેવી હોય છે. મોટી યુનીવર્સીટીમાં ૨૫,૦૦૦ થો ૩૦,૦૦૦ સ્ટુડન્ટસ સ્ટડી કરતા હોય છે. પહેલા વર્ષ ડોર્મમાં રહેવું ફરજીઆત હોય છે, આ હોસ્ટેલ ચાર પાંચ ફ્લોરની બનેલી હોય છે. જેમાં એક ફ્લોર એકલા બોયસ માટે, એક ગર્લ્સ માટે અને બાકીના ફ્લોર્સ માં બોયસ, ગર્લ્સ બાજુબાજુમાં રહેતા હોય છે. અપણે  ત્યાં અલગ અલગ હોસ્ટેલની સીસ્ટમ અહી ખાસ હોતી નથી. બાળકોએ જાતેજ પોતાની જવાબદારી સમજવાની હોય છે.
ઘણીવાર એમ પણ બનતું હોય છે કે ઘરમાં બહુ દબાણમાં રહેલા બાળકોને અહી છૂટો દોર મળી જાય છે.  અચાનક મળેલી છૂટને કારણે અવળા માર્ગે ફંટાઈ જાય અને વીકેન્ડમાં ક્લબો પાર્ટીઓમાં ખોવાઈ જાય છે. જ્યાં ડ્રીન્કસ અને ડ્રગ્સનું પ્રમાણ પણ રહેતું હોય છે. કારણ અહીની હોસ્ટેલ સીસ્ટમ બહુ સ્ટ્રીક નથી હોતી. તો ઘણા પોતાના કેરિયરને ઘ્યાનમાં રાખીને ફન સાથે  પ્રગતિના માર્ગે વધતા રહે છે.  કોલેજમાં જો કોઈ સ્પેશ્યલ સ્ટડી પોગ્રામમાં એડમીશન મળ્યું હોય તો ગ્રેડ મેન્ટેન કરવો ફરજીઆત રહે છે. નહીતર તે પ્રોગ્રામમાં થી તેમને કિક આઉટ કરી દેવાય છે.
       અહીની કોલેજમાં અલગ અલગ ફૂડ પ્રોગ્રામ્સ હોય છે.જેમાં તમારે દિવસમાં કેટલી વાર ફૂડ લેવું છે તે નક્કી કરી તેના ડોલર્સ ભરવાના રહે છે. મોટાભાગે મોટા કોલેજ કેમ્પસમાં જીમ , સ્વીમીંગપુલ , મુવી થીયેટર, અલગ અલગ ફૂડ રેસ્ટોરન્ટ કે નાનો ગ્રોસરી સ્ટોર, એક ડોક્ટરની ઓફીસ પણ હોય છે જ્યાં તાત્કાલિક સારવાર અપાય છે.
સામાન્ય કમાણી કરતા ફેમીલી માટે અહીની કોલેજ સીસ્ટમ બહુ મોંધી પડે છે. સારી યુનીવર્સીટી માટે એક સ્ટુડન્ટ પાછળ ૩૦ થી ૪0  હજાર ડોલરનો ખર્ચ આવે છે જે વર્ષે ૬૦ , ૭૦  થાઉઝન્ડ ડોલર કમાતા પેરન્ટસ માટે ભરવો અશક્ય હોયછે.
આટલી કમાણી હોય તો તેમને ગવર્મેન્ટ તરફથી પણ કોઈ મદદ મળતી નથી. કારણ તેઓ ગરીબી રેખાની નીચે આવતા નથી. અહીની એક સારી વસ્તુ એ છે કે જરૂરીઆત ધરાવતા સ્ટુડન્ટને સ્ટડી માટે લોન મળતી હોય છે .આ ફાઈનાશ્યલ હેલ્પને કારણે તેમનું ભણતર પૂરું કરી શકે છે. પરંતુ તેમણે નોકરી મળતાં ની સાથેજ તેમને બાધેલા હપ્તાઓમાં આ લોન ચુકવવાની રહે છે.
હા કોમ્યુનીટી કોલેજમાંથી ભણીને સ્ટડી સાવ નજીવા ખર્ચમાં પૂરી થઈ શકે છે. પરંતુ જો ડ્રીમ ઊંચા હોય અને આગળ વધારે સ્ટડી કરવું હોય તો તે માટે અહીંથી આગળ વધવું અઘરું થઈ પડે છે. આજની મોંઘવારીમાં જ્યાં બે છેડા ભેગા કરવામાં પેરેન્ટસને તકલીફ પડતી હોય તેવા સમયે તમારા ડ્રીમ્સ પુરા કરવા તેઓ ઘણું બધું જતું કરી રહ્યા છે તે વાતને સમજીને બીજી વાતો તરફ ઓછું ઘ્યાન આપીને સ્ટડી ઉપર વધુ ફોકસ કરવું જોઈએ.
રેખા વિનોદ પટેલ (યુએસએ )
Advertisements
 

One response to “કોલેજ…ખુલ્લાં આભમાં ઉડવાનો સમય

  1. મૌલિક રામી "વિચાર"

    March 28, 2016 at 4:43 pm

    Nice..:)

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: