RSS

ઈલેકશન બહુ રસપ્રદ રહેશે;

22 Mar

IMG_5787

ઈલેકશન અને સિલેકશન બંનેમાં ફેર પણ ખરો, સામ્યતા પણ ખરી .સાથે મળીને વોટ દ્વારા થતી નિમણુક તે ઈલેકશન ,અને ભેગા મળી મનગમતી વ્યક્તિને પસંદ કરે તે સિલેકશન. બંને વખતે જીત તો કોઈ એકની  થાય છે .  વાત જ્યારે આવે કોઈ પદ અને હોદ્દાની ત્યારે જીતનારની ભૂખ વધી જાય છે ,આ તિવ્રતા તેને હોડમાં આગળ દોડાવે છે.
હું આજે તમને અમેરિકામાં ગળાકાપ હરીફાઈ વચ્ચે ચાલી રહેલા ઈલેકશન યુદ્ધની વાત લખું છું . એ પહેલા અહીની ઈલેકશન પદ્ધતિ વિષે જાણવું બહુ જરૂરી છે . અહી ઇલેક્શનની પદ્ધતિ ભારત જેવી નથી. અમેરિકામાં પ્રેસીડન્ટ માટેનું ઈલેકશન દર ચાર વર્ષે થાય છે . નવેમ્બર મહિનાના શરૂઆતમાં “ઈલેકશન ડે” હોય છે.  અહી વોટ આપવા માટેની ઉંમર ભારતની જેમ ૧૮ વર્ષ છે .આ પહેલા ઉમેદવારે પોતાનું નામ રજિસ્ટર કરવું પડે છે અને આ કરતી વેળાએ પોતે રિપબ્લિક છે કે ડેમોક્રેટ તે ઈચ્છા હોય તો જણાવાય છે.
સારી વાત એ છે કે અહી આખો દેશ વોટીંગ દ્વારા પ્રેસીડન્ટનું સિલેકશન કરે છે ત્યાર બાદ પ્રેસીડન્ટ પોતે પોતાનું પ્રધાન મંડળ નક્કી કરે છે. અહી મુખ્ય બે પક્ષો છે જેમાં એક ડેમોક્રેટ અને બીજો રીપબ્લિકન . અહીના બંધારણ મુજબ કોઈ પણ પ્રેસીડન્ટ વધુમાં વધુ બે વખત ચુંટાઇ શકે એટલે કે 8 વર્ષ સુધી રહી શકે છે.
સહુ પહેલા પ્રાયમરી ઈલેકશન થાય છે, જેમાં રીપબ્લીકન અને ડેમોક્રેટ પાર્ટીઓ પોતપોતાની પ્રાઈમરી દ્વારા ઉમેદવારની પસંદગી કરે છે . ત્યાર બાદ જેતે પાર્ટીના કન્વેન્શનમાં તે ઉમેદવારને ફોર્મલી જાહેર કરવામાં છે. તે વખતે પ્રેસીડન્ટનો ઉમેદવાર પોતાનો વાઈસ પ્રેસીડન્ટ માટેનો ઉમેદવાર નક્કી કરે છે. અને તે પછી ચૂંટણી પ્રચાર શરુ થાય છે, આ પ્રોસીજર ચૂંટણી ના દોઢ વર્ષ પહેલાથી શરુ થઇ જાય છે.
અહીની ચૂંટણી પ્રક્રિયાના ઊંડાણમાં ઉતરીને થોડીક વિગતવાર પઘ્ધતિ જોઇએ. પક્ષો પ્રેસીડન્ટ માટે ઉમેદવાર નક્કી કરે એ પહેલાં અમેરિકાના ૫૦ સ્ટેટ માંથી રિપબ્લિકન અને ડેમોક્રેટીક પક્ષના સભ્યો મતદાન કરીને પોતાના એક ઉમેદવારને નક્કી કરે છે આ ચૂંટવાની પ્રક્રિયાને ‘‘પ્રાઇમરી ઈલેકશન’’ કહે છે.આ પછી કેન્ડીડેટસ નાં નામ નક્કી થાય છે અને પ્રચાર શરુ કરે છે. મિડિયા અહી બહુ મહત્વનો ભાગ ભજવતી હોય છે .
સામાન્ય રીતે ઇલેકશનમાં થતા જંગી ખર્ચને પહોંચી વળવા માટે ઉમેદવારોને ફંડની બહુ જરૂર રહે છે , આ માટે ટેકેદાર પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે તેની માટે ફંડ રેઝીંગ કરતા હોય છે. મોટી મોટી કંપની અને બીઝનેસ ટાયકુન દેખાતા ફાયદા અનુસાર ફંડ આપતા હોય છે.
દરેક સ્ટેટ માંથી પોપ્યુલેશનના આઘારે ઇલેક્ટ્રોલ વોટ નક્કી હોય છે. અમેરિકાના ૫0 સ્ટેટમાંથી સહુ થી વધારે ઇલેક્ટ્રોલ વોટ કેલીફોર્નીયાના છે, જેની સંખ્યા ૫૫ છે , ટેક્સાસ ૩૮, ફ્લોરીડા ૨૯ , ન્યુયોર્ક ૨૯, પેન્સીલ્વેનીયા ૨૦ ,ઈલીનોઈ ૨૦, ઓહાયો ૧૮ . આમ બધાજ સ્ટેટના અલગ અલગ કાઉન્ટ છે જેમાં નાનાં  સ્ટેટના ત્રણ વોટ હોય છે.  પચાસ સ્ટેટ ઉપરાંત દેશની રાજધાની વોશિંગટન ડીસીને ત્રણ વોટ આપવામાં આવેલ છે.  આ રીતે ટોટલ ૫૩૮ ઈલેકટોરલ વોટ કાઉન્ટ થાય છે . ફાઈનલ રીઝલ્ટ વખતે દરેક સ્ટેટમાં પોપ્યુલર વોટ પ્રમાણે જે તે પાર્ટીનો કેન્ડીડેટ વિન થાય તે સ્ટેટના ઈલેક્રોરલ વોટ તેને ફાળવી દેવામાં આવે છે . અને બધા સ્ટેટની મત ગણતરી થઈ જાય પછી જે પાર્ટીના કેન્ડીડેટને ૨૭૦ કરતા વધુ મત મળ્યા હોય તેને વિનર જાહેર કરવામાં આવે છે.
આ વખતનું ઈલેકશન બહુ રસપ્રદ બની રહ્યું છે. રિપબ્લિકન પ્રેસિડેન્સીયલ  કેન્ડીડેટ ડોનાલ્ડ ટ્રમ્પ  સામે ટેડ ક્રુઝ  અને માર્કો રુબીયો પોતાનું સ્થાન  જાળવી રહ્યા છે , જ્યારે ડેમોક્રેટ માટે હિલરી ક્લિન્ટન સામે બેરની સેન્ડર્સ સામ સામે આવીને ઉભા છે.
રીપબ્લીકન પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પ નું જોર ઘણું છે , અને તેમને ફાઈનલ સિલેકશન માં પછાડાવવા હોય તો ટ્રેડ ક્રુઝ અને માર્કો રુબીયો બે માંથી એક જણે બીજાની ફેવરમાં બેસી જવું પડશે . ડેમોક્રેટિક પાર્ટીમાં હિલરી ક્લિન્ટનની પોઝીશન બાકીના ઉમેદવારો કરતા ઘણી મજબુત છે. આશરે જુન મહિનામાં બંને પાર્ટી મોટા રાષ્ટીય કન્વેન્શન દ્વારા પોતપોતાના ઉમેદવાર જાહેર કરી દેશે .
          તે પછી બંને પાર્ટીના પ્રેસિડેન્સીયલ કેન્ડીડેટસ વચ્ચે ચાર મહિના ખરાખરીનો જંગ જામશે. ઓછામાં ઓછી ત્રણ વાર બંને ઉમેદવારો વચ્ચે ખુબ વિદ્વતા ભરી ટીવી ડીબેટ યોજાશે. તેમના પ્રેઝન્ટેશન્સ ઉપરથી મતદાર પ્રજા પોતાના ઉમેદવારને વોટ આપશે . મારા મત પ્રમાણે જુન મહિનામાં રીપબ્લીકન પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે એ રાજકીય રીતે નબળો હશે તો હિલરી ક્લિન્ટન સહેલાઇ થી જીતી જશે . પરંતુ રીપબ્લીકન પાર્ટી ટ્રમ્પને પસંદ કરશે તો તેઓ હિલરીને જોરદાર લડત આપશે.
ડોનાલ્ડ ટ્રમ પોતે બહુજ પૈસાદાર બિઝનેશમેન છે. આર્થિક સ્થિતિ બીજા ઉમેદવારો કરતા ઘણી સારી છે.તેમને બહારના ફંડની જરૂર નથી પડવાની , તે પોતે પ્રભાવશાળી અને આઉટ સ્પોકન છે .તેમના ભાષણ બહુ સ્પષ્ટ અને આક્રમક રહે છે  જેમાં તેઓ  દેશમાં થતી ઘુષણખોરી અને તે અંગે થતી લાપરવાહીની ણી સામે ખુલ્લાં આક્ષેપ દર્શાવે છે , અને તેઓ બીજા કેન્ડીડેટસ ઉપર સ્પસ્ટ પ્રહાર કરી શકે છે .  જ્યારે હિલરી ક્લિન્ટન પ્રમાણમાં સોફ્ટ સ્પોકન સ્ત્રી છે , જો તે વિન થશે તો અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ સ્ત્રી પ્રેસીડન્ટ ગણાશે .
 હું હાલની પરિસ્થિતિ જોતા માનું છું કે , સતાધારી પક્ષના પ્રેસિડેન્ટ બદલવાનો સમય પાકી ગયો છે. કામ અને મહેનત કરનારો વર્ગ  ઓબામાં કેર નામના હેલ્થ પોગ્રામથી ખુશ નથી. તેનો લાભ રીપબ્લીકન પાર્ટીના કેન્ડીડેટને પુરેપુરો મળી શકે તેમ છે . તેની સામે હિલરી ક્લિન્ટનની હોશિયારી અને આટલા વર્ષોની રાજકીય મહેનત ઉગી નીકળવાની પુરેપુરી શક્યતાઓ છે. હવે આનો સાચો જવાબ તો નવેમ્બરમાં જાણવા મળશે અને તે ઉપર થી અમેરિકાનું ભાવી કઈ દિશામાં જશે તે નક્કી થશે….  રેખા વિનોદ પટેલ (યુએસએ )
 

2 responses to “ઈલેકશન બહુ રસપ્રદ રહેશે;

  1. R S Joshi

    March 22, 2016 at 2:22 pm

    Very interesting and informative article, especially for a layman like me.

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: