RSS

લોટરી એ ઘેલછા થી વિશેષ કઈ નથી

15 Mar

IMG_5594.JPGન

પ્રિય નિતા, બહુ સમયે પત્ર લખુ છુ, પણ યાદ તો તુ કાયમ આવે છે તેનુ ખાસ કારણ છે ,વાતે વાતે તારી શરત લગાવવની ટેવ . અમે ત્યારે તને જુગારી કહેતા અને વાત પણ સાચી હતી તારી આ આદતને કારણે ક્યારેક તુ મુશ્કેલીમાં મુકાઇ જતી તો ક્યારેક અમને પણ તકલીફ કરાવતી .
તને યાદ કરવાનું કારણ છે ,હમણા મોલમાં શોપીંગ કરતા મારી એક ફ્રેન્ડ મલી. આમ તો જ્યારે પણ મને મળી જાય ત્યારે કાયમ જોબ અને પૈસાની વાત લઇ કંપ્લેન કરતી હોય. કે પાર્ટ ટાઈમ જોબ છે અને ખર્ચા બહુ થાય છે વગેરે. આજે મારી નવાઇ વચ્ચે બ્રાન્ડેડ કપડાં અને વસ્તુઓ બેગમાં લઇને નિકળતી હતી.તેને જોતા હું ઉભી રહી
” હેય સ્મિતા શુ ચાલે છે,આજે બહુ શોપીંગ કર્યુ ! એનીથિંગ સ્પેશિયલ? “
” યસ ડિયર વેરી સ્પેશિયલ” કહેતા તેની વાર્તા કહેવા બેસી ગઇ.
નિતા હુ જાણતી હતી તેને લોટરી રમવાની ખરાબ આદત હતી, કેટલાય ડોલર તે લોટરી પાછળ વેડફી નાખતી હતી એ આશામાં કે ક્યારેક મોટી રકમ જિતી જશે. મને કહે નેહા હુ ટવેન્ટી થાઉઝન્ડ ડોલર વિન થઇ છું, તો મેં આજે ઘરમાં બધા માટે સરસ શોપિંગ કર્યુ . હું ખુશ થઇ, અને તેને કોન્ગ્રેટ્સ કહ્યુ
પરંતુ તેના ગયા પછી વિચારતી રહી કે સારુ થયુ તેને આટલા પાછા મળ્યા ,બાકી એક દિવસ જીતી જઇશ એમ કરીને આજ સુધી તેણે કેટલા બધા વેડફી માર્યા હતા.
અમેરિકામાં ચાલતી “લોટરી ગેમ” મા લોકો પોતે ભુખ્યા રહીને હજારો ડોલર્સ વેડફતા હોય છે. પરંતુ જેમ અહી આલ્કોહોલ છુટ થી વેચાય અને પિવાય છે તેમ આ લોટરી પણ લિગલ ગણાય છે . આ લોટરીમાં અવનવી રમતો હોય છે. જેમા સહુથી વધારે પાવરબોલ, મેગા મિલિયન, હોટ લોટો, લકી ફોર લાઇફ, અને ડેઇલી થ્રી ડીજિટ અને ફોર ડીજિટ નંબર્સ જેવી ગેમ્સ મુખ્ય છે.
        ક્રિસમસ પહેલાં શરુ થયેલી એક ગેમનુ જેનુ નામ” કિનો” છે ,જેનુ એવેરી ફોર મીનીટે ડ્રો થાય છે. આથી તરત વીન થવાની આશા રાખતા લોટરી રમનાર માટે આ ગેમ બહુ મઝાની લાગે . હવે આ ગેમમા ગયા મહીને એક ગ્લિચ એટલેકે મિકેનીકલ પ્રોબલેમ ને કારણે એક ગોટાળો વળ્યો હતો.
નિતા તને તે વિશે વધુ સમજાવું તો, સામાન્ય રીતે તેમા આવતાં ૧૦ મશીન પિક નંબર્સમાં જે ૧ થી  ૮૦ સુધીના આંકડા હોય છે જેમા ૧ ડોલર થી લઇ મિલિયન ડોલર સુધીનુ વીન થવાની શક્યતાઓ રહેલી હોય છે. આ ગેમમાં નંબર્સ પીક કરતી વખતે ગ્લિચને કારણે વારેવારે એકજ નંબર્સ આવતા હતા. જે બહુ રમનારના ખ્યાલમાં આવી ગયુ અને તે લોકો આ ગેમમાં વારંવાર જીતવા લાગ્યા. આમ કેટલાય લોકો ઘણા ડોલર જીતી ગયા. અહી ૫૦૦ ડોલર્સ થી ઓછી રકમ હોય તો તાત્કાલિક આપી દેવાય છે , જો રકમ મોટી હોય તો તે માટે લોટરી ઓફીસમાં જવુ પડે છે…આની જાણ થતા લોકો આજ નંબર ઉપર વધારે ડોલર મુકી મોટી રકમ જીત્યા , પરંતુ લોટરી ઓફીસમાં તેની જાણ થઇ જતા મશીન બંઘ કરી દેવાયા અને આ રીતે વીન થયેલાને મશીનની ભૂલ કહી એ જીત ના ડોલર આપવાની મનાઇ કરી. આમા કેટલાક સાચા રમનાર ના ડોલર નકામા જતા રહ્યા ,પણ આને જ તો લોટરી કહેવાય ને!
      જાન્યુઆરી મહીનામાં અમેરિકામાં પાવરબોલ બહું ઉંચા ભાવે ગયો હતો. જે આજ સુધીના ઈતીહાસ માં રેકોર્ડ બ્રેક કરતો હતો વિનિંગ પ્રાઈઝ હતી ૧.૫૮૬૪ બિલિયન ડોલર, આટલા અધધધ ડોલર ગણતા પણ જિંદગી ટુંકી લાગે તે ત્રણ જુદાજુદા સ્ટેટ મા વહેચાયા, કારણ વીનીંગ નંબર્સ ટીકીટો કેલિફોર્નીયા, ફ્લોરીડા અને ટેનેસીમા થી આવી હતી. એક રીતે આવા મોટા આંકડા ઘરાવતી ટીકીટો જેટલી વધુ અલગ જગ્યાએથી જિતાય  તે સારુ કારણ આ  જીતનારે  ટેક્સ આપવો પડે તે વધારાનો નફો સ્ટેટને થાય. આ રકમ જો એક્જ પેમેન્ટ મા જોઇતી હોય તો ૩૮ પર્સન્ટ ને ફેડરલ ગવર્મેન્ટ ટેક્સ તરીકે લઇ લે છે .
આ પાવરબોલ જ્યારે હાઇ જાય ત્યારે જે સ્ટોર માં લોટરીનું મશીન હોય તે સ્ટોરનાં માલિકને પણ ફાયદો થાય છે કારણે તેમનુ વેચાણ વધી જાય અને તે ઉપર તેમને મળતુ કમીશન પણ વધી જાય . તેમાય જ્યારે આ્વી વીનર ટિકિટ તેમના મશીન્ ની હોય તો કમીશન જોવા જેવુ મળે છે . આ વખતે વીનીંગ મશીન ને  બોનસમાં ૧ મિલિયન ડોલર એટલે કે ૧૦ લાખ ડોલર મળ્યા હતા.
     એક વાત અવશ્ય યાદ રાખવી જોઈએ કે લોટરી રમવાથી કોઈ લખપતિ બન્યું નથી. અહી રોજ લાખો લોકો પોતાના અંગત ખર્ચાઓ ઉપર કાપ મુકીને તેમની મહેનતની કમાઈને લોટરી પાછળ વેડફી નાખે છે અને સામે જીતે છે કેટલા ? લોટરી અહી ગવર્મેન્ટ માટે સ્ટેટને વધારાની આવક ઉભી કરતી સીસ્ટમ માત્ર છે ,આ કોઈ ચેરીટી નથી કે કોઈને મફત ડોલર આપે . માટે લાખોની રકમ વેડફાય ત્યારે કોઈ એકાદ જીતે છે . મેં એવા કેટલાય ફેમીલી અહી જોયા છે જેમનો મોટાભાગનો પગાર આવી ઘેલછા પાછળ વપરાઈ જાય છે. મહેતનની કમાણીથી મળતું સુખ બીજે ક્યાયથી મળવાનું નથી .
ચાલ નિતા હવે હુ રજા લઉં છુ….નેહાની યાદ
     રેખા વિનોદ પટેલ (યુએસએ)
 

2 responses to “લોટરી એ ઘેલછા થી વિશેષ કઈ નથી

 1. pravinshastri

  March 16, 2016 at 2:28 am

  Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  એક વાંચવા અને જાણવા જેવો લેખ. આભાર સહિત મિત્રો માટે રીબ્લોગ કરું છું.

   
 2. રાજેન્દ્ર જોશી 'રાજ'

  March 16, 2016 at 7:30 am

  A very nice read for sure. As they say “There is no free lunch in this world”, lottery too is no different. While a person or two will get enriched, millions other will get looted. Greed, attempt to earn easy money without due efforts are the root cause of this vicious circle.

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: