RSS

વાસ્તવિક સુખદુઃખ અપનાવતા શીખો

01 Mar

IMG_5237

વાસ્તવિક સુખદુઃખ અપનાવતા શીખો

પ્રિય સખી મોના,
થોડા સમયથી વ્યસ્તતાને કારણે તારી સાથે વાત થઇ શકી નથી. પરંતુ તને અચૂક યાદ કરી લઉં છું .આજે જે વાત તને લખું છું તેમાં વાત થોડી ગંભીર છે , હું અને તું કોલેજના દિવસોમાં કોઈ ઈલીગલ કે અવળાં કામ સામે આંખ આડા કાન કરી શકતા નહોતા અને આવા કામ વિરુદ્ધ સહુ પહેલો અવાજ ઉઠાવતાં હતા બસ આવીજ રીતે અહી અમેરિકામાં એક ઈલીગલ ગણાય તેવા કાર્ય વિરુધ્દ કાર્યવાહી કરવા બદલ મારી એક ફ્રેન્ડને બેસ્ટ એમ્પ્લોયી નો એવોર્ડ અપાયો હતો .

વાત જાણે એમ બની હતી કે હતી કે મારી આ ફ્રેન્ડ ઝીલ પટેલ જે વોલમાર્ટ સ્ટોરમાં આવેલી ફાર્મસીમાં મેનેજરની પોસ્ટ ઉપર છે. અહી બહુ કાબેલ અને કડક મેનેજર તરીકે તેની છાપ છે.  જેટલી સ્વભાવે માયાળુ અને લાગણીશીલ છે તેનાથી બમણી તે ખોટા થતા કાર્ય તરફ કડક વલણ ઘરાવે છે. “ગેરરીતિ બધેજ ઓછા વત્તા અંશે ફેલાએલી હોય છે , પરતું એનાથી જો બીજાઓને નુકશાન થતું હોય તો તેવા કાર્યો ખુલ્લાં પાડવા જ જોઈએ” .

અહી અમેરિકામાં એક વધતું જતું દુષણ છે અહીના વેલ્ફેર પ્રોગ્રામમાં ફૂડ સ્ટેમ્પ,મેડીકેડ. અમેરિકામાં એક વ્યક્તિની વાર્ષિક આવક અગિયાર હજારની ડોલરની હોય તો તે ગરીબીની રેખા હેઠળ આવતો નથી.છતાં પણ પરિવારમાં કમાનાર એક જ વ્યકિત હોય અને ખાનારા વધુ તો તેને આ બધા આર્થિક સહાયના વેલ્ફેર પ્રોગ્રામોનો લાભ મળી શકે .

તેમાંય હાલ આવેલા ઓબામા કેરમાં તો આવા લોકોની સંખ્યામાં મોટો વધારો થઇ ગયો છે. આથી કેટલાય લોકો આ મેડીકેર કે મેડીકેડ પ્રોગ્રામનો લાભ લઇ મફત દવા અને ડોક્ટરની સહાય મેળવી લેતા હોય છે ,  જેમને કમાવવું નથી તેઓ ફાવી જાય છે અને જેઓ મહેનત કરી માંડ પગભર થતા હોય તેવા મધ્યમવર્ગના લોકોને હાલમાં વધી ગયેલા હેલ્થ ઇન્સ્યોરન્સ નો બોજ સહેવો પડે છે.  આ દેશની સિસ્ટમ જ એવી કંઈક છે કે અહી હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી બની જાય છે.
મોના હવે મૂળ વાત ઉપર આવું તો કેટલાક બેકાર અને લાલચુ લોકો પૈસા માટે એવા કામ કરતા હોય છે  જે સાંભળીને ગુસ્સો સાથે નવાઈ લાગે છે. કેન્સર અને બીજા અતિશય પીડા આપતા રોગો સામે રાહત મેળવવા માટે પેઈન કીલર તરીકે વપરાતી મેડિસીન ઓક્સીકોન્ટીન જેવી દવાઓ જે સામાન્ય રીતે બહુ મોંધી મળતી હોય છે , 20 મિલીગ્રામની 30 ટેબલેટ ઇન્સ્યોરન્સ કે મેડીકેડ હેલ્પ વિના જો આપણે ખરીદવી હોય તો 450 ડોલરમાં આવે , જે બહુ મોંધી ગણાય.
આ દવાઓ નશો કરનારા ડ્રગ્સ તરીકે વાપરતા હોય છે ,આથી ગવર્મેન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ લેનારા કેટલાક લાલચુ ડોક્ટર પાસે જઈ ખોટા પ્રિસ્ક્રીપ્સન લખાવી મફતમાં દવા લઇ બહાર નશા કરનારને વધુ ડોલર લઇ વેચે છે .
 ડોક્ટરને પ્રિસ્ક્રીપ્સન લખવાના ડોલર મળે છે અને તેનાથી વધારે ચોંકાવનારી વાત બહાર આવી કે તેને આ નશા તરીકે વેચાતી દવા ઉપર ભાગ મળે છે ,ડોક્ટર જાન બચાવે છે આવા ડોક્ટરને શું કહેવું ? આ મારી બહાદુર સખીએ આવા લોકોને ખુલ્લા પાડવાનું નક્કી કરી દીઘું ,તે આવી દવાના આવતા બધાજ પ્રિસ્ક્રીપસન જાતે ચેક કરતી અને તેમાંની સચ્ચાઈ જાણવા પ્રયત્ન કરતી .છેવટે તેણે આવા આવતા દરેક લોકોને ટ્રેક કર્યા અને તે ડોક્ટરને શોધી નાખ્યો અને તેનું મેડીકલ લાયસન્સ પણ કેન્સલ થઈ ગયું .
ઝીલને ખોટી બીમારીનું બહાનું કરી દવાઓ લઇ જતા આવા લોકોની ખબર પડી જતા તેને હાયર ઓથોરીટીને આ વાતની ખબર આપી ,તેમને સિવિલ પોલીસને ફાર્મસીમાં ગોઠવી આખું ઓપરેશન પાર પડાવ્યું તેમાં એ ડોક્ટર પણ પકડાઈ ગયો. આ કામ ખરેખર તો બહુ રિસ્કી ગણાય છે છતાં પણ લોકોની નશાના કારણે બગડી જતી જીંદગી બચાવવા તેણે આ કામ પૂરું પાડયું.  ઝીલનું કહેવું હતું કે એક મધર તેની ફાર્મસી ઉપર આવીને રડતી હતી કે કોઈ અહીંથી ઓક્સીકોન્ટીન દવા ખરીદીને તેના સત્તર વર્ષના દીકરાને વેચે છે ,દીકરો આ દવાનો એડીક્ટ થઇ ગયો છે , તેનો એ ટીનેજર દીકરો તેના કહ્યામાં નહોતો રહ્યો . આવી તો કેટલીય માં હશે કે જેમના દીકરા દીકરીઓ આવા નશાના બંધાણી બની મોતને નોતરતા હશે .
મોના , આવા ડ્રગ ડીલરો સહુ પહેલા તેમના ટાર્ગેટ તરીકે આવા સ્કુલ અને કોલેજનાં બાળકોને પોતાના શિકાર બનાવે છે, કારણ કાચી વયનાં અને નાદાન બુદ્ધિ ઘરાવતા બાળકો અને યુવાનો  જીવનની કડવી વાસ્તવિકતા સામે લડવાને બદલે.એનાથી દુર ભાગે છે અને પહેલો સહારો નશામાં શોધે છે. બાળકોને વાસ્તવિકતાના સુખદુઃખ ને અપનાવતા શીખવાડવું તે આપણી ફરજમાં જરૂર આવે છે
ચાલ તો સખી હું રજા લઉં હવે….. નેહાની સુમઘુર યાદ
 રેખા વિનોદ પટેલ (યુએસએ)

 

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: