વ્હાલાં બાપુ પ્રણામ, કાલે હું ન્યુયોર્ક જઈને આવી ,તમને જાણીને નવાઈ લાગશે કે આ વખતે મારે ફક્ત 25 ડોલરનો ગેસ (પેટ્રોલ) વપરાયો જે પહેલા 60 થી 65 ડોલરનો થતો હતો. અને તેનું એકજ કારણ જે આજકાલ આખી દુનિયાને હલાવી ગયું છે તે,પેટ્રોલના ઘટી ગયેલા ભાવ. આ ઓઈલ વોર સામાન્ય પ્રજા માટે માટે રાહત લાવી છે. પહેલા કરતા પેટ્રોલના ભાવ ત્રીજા ભાગના ઘટી ગયા છે જેના કારણે સામાન્ય જનતાને ઘણી રાહત મળી છે.
બાપુ , તમને દુનિયાભરના ન્યુઝ જાણવાની તાલાવેલી રહેતી હોય છે માટે આજે હું તમને આખી દુનિયામાં હલચલ મચાવી રહેલા ઓઈલ વોરની વાત લખું છું . અહી લગભગ દરેક ઘરમાં બે થી ચાર કાર હોય છે અને લોકોને જોબ કરવા દુર દુર ડ્રાઈવ કરીને જવું પડતું હોય છે આવા સમયમાં ગેસના ઘટતાં ભાવની તેમના બજેટ ઉપર બહુ અસર કરે છે. કારણ દર વીકે ગેસના કારણે જે વધારાની બચત થાય તે બીજા ખર્ચમાં વપરાય અને આમ ડોલરનું રોટેશન વધતું જાય છે. પહેલા અહી લોકો બે ત્રણ કામ સાથે પતાવતા, પરંતુ ગેસની પ્રાઈઝ ઓછી થતા કારનો વપરાશ વધી ગયો, અવરજવર વધી ગઈ . જેના કારણે મની રોટેશન પણ વધી ગયું. અને અહી માર્કેટમાં થોડી તેજી લાગે છે
પહેલા માત્ર અરેબીક દેશોમાં વધારે પડતું ઓઈલ ડ્રીલીંગ થતું હતું. હમણાંથી અમેરિકામાં ટેક્સાસ ,નોર્થડેકોટા ,અલાસ્કા તેમાંજ કેનેડામાં ઓઈલ ડ્રીલીંગ શરુ કર્યું ,હવે અહીનું લોકલ ઓઈલ સપ્લાય વધી ગયું . પરિણામે આ નવી કંપનીઓને તોડવા માટે ઓઈલ વોર શરુ થયું જેમાં ઓપેકના ભાવ કંટ્રોલમાં ભારે ધટાડો કરાયો. જે બેરલના ભાવ 110 $ હતા તે સીધા નીચે આવી 30$ થઇ ગયા . લેટેસ્ટ ન્યુઝ પ્રમાણે ન્યુયોર્કનાં લાસ્ટ ઓઈલ ટ્રેડીંગ માં એક બેરલ ઓઇલના 30$ નાં ભાવ નોંધાયા હતા જે લાસ્ટ 12 વર્ષની સહુથી ઓછી પ્રાઈઝ હતી
બીજાને હરાવવા માટે કે આગળ વધતો રોકવા ક્યારેક હરીફ પોતે પણ ખોટ ભોગવવા તૈયાર થઇ જાય છે ત્યારે પપ્પા આપણી પેલી કહેવત યાદ આવે છે ” હું તો મરું પણ તનેય રાંડ કરું ” એક મેકને હરાવવાની અને પાડવાની વૃત્તિ દુનિયાના દરેક છેડે સરખી છે…ચાલો બાપુ એક મીઠી યાદ સાથે હું રજા લઉં…તમારો દીકરી નેહા.