મારી ભાષા જ મારી ઓળખ છે…. રેખા પટેલ
આપણી માર્તુભાષા ગુજરાતી છે તો તેને બોલવામાં શીખવામાં સંકોચ કેવો ? એની જાળવણી અને તેનું સન્માન કરવું એ પણ દરેક ગુજરાતીની ફરજ છે.
આ માટે આ સમજ ખાસ સ્ત્રીઓ એ જીવનમાં ઉતારવી જરુરી છે, કારણ સ્ત્રી એ સમાજ અને બાળકોના ઘડતર માટેનુ પહેલું પગથીયુ છે. બાળપણ થી માતા જ પ્રથમ બાળક સાથે બોલવાની શરુઆત કરતી હોય છે. આવા સમયે એક મા ભાષા અને લાગણીઓને જીવંત રાખતું પરિબળ બની શકે છે.
આપણે ગુજરાતી છીયે આપણી મુખ્ય ભાષા ગુજરાતી છે, તો બાળકોને બીજી કોઈ ભાષા શિખવતા પહેલા તેમને ગુજરાતી શિખવવુ જોઈએ. માટે જ તો ભાષાને માતૄભાષા કહેવામ આવે છે પિતૃભાષા નહિ.
આ માટે આ સમજ ખાસ સ્ત્રીઓ એ જીવનમાં ઉતારવી જરુરી છે, કારણ સ્ત્રી એ સમાજ અને બાળકોના ઘડતર માટેનુ પહેલું પગથીયુ છે. બાળપણ થી માતા જ પ્રથમ બાળક સાથે બોલવાની શરુઆત કરતી હોય છે. આવા સમયે એક મા ભાષા અને લાગણીઓને જીવંત રાખતું પરિબળ બની શકે છે.
આપણે ગુજરાતી છીયે આપણી મુખ્ય ભાષા ગુજરાતી છે, તો બાળકોને બીજી કોઈ ભાષા શિખવતા પહેલા તેમને ગુજરાતી શિખવવુ જોઈએ. માટે જ તો ભાષાને માતૄભાષા કહેવામ આવે છે પિતૃભાષા નહિ.
ગુજરાતી પ્રજાને પોતની ભાષા અને સંસ્કૃતિ માટે ભાવ હોવો જરુરી છે ,જો આમ હોય તોજ તેની સાચવણી શક્ય બને છે, અને આજ હેતુ થી યુનેસ્કોએ ૧૯૯૯માં ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન જાહેર કર્યો આજે જેની ઉજવણી ૧૦૮ દેશોમાં થાય છે. જે ઉપર થી જણાય છે કે દેશ વિદેશમાં કેટલાં ભારતીયો અને તેમાય ગુજરાતીઓ રહેલા છે.
આજે ગુજરાતી બચાવો ના આંદોલનને કારણે ગુજરાતમાં પણ માતૄભાષાને નવુજીવન દાન મળ્યુ. જેના કારણે સરકારી કચેરીઓ, અને શૈક્ષણિક સંસ્થાઓમાં હવે ગુજરાતી ભાષાનો ઉપયોગ વધી ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું રહ્યું છે. આજકાલ ઇન્ટનેટ અને સોશ્યલ મિડીયાને કારણે વૈશ્વિકીકરણ થઈ ગયું છે તેની સહુ થી મોટી અસર પડી છે બાળકોના ઘડતર ઉપર. આજે દરેક માતાપિતાને પોતાના બાળકોને અંગ્રેજી ભાષા શીખવાડવાનું ઘેલું લાગ્યું છે. તેઓના મગજમાં એક વાત ઘર કરી ગયેલી છે કે અંગ્રેજી ના આવડે તો આગળ વધવું અશક્ય છે.
અહીં મારા આમ કહેવાનો જરાય એવો અર્થ નથી કે અંગ્રેજી ભાષા મહત્ત્વની નથી , વૈશ્વિકીકરણ માટે અને દુનીયાનાં દરેક ખુણામાં ફિટ થઇ જવા માટે અંગ્રેજી ભાષાની જાણકારી મેળવવી જરુરી છે. એક રીતે આ વાત સાચી છે , અંગ્રેજી બહુ જરુરી છે પરંતુ સાથે સાથે માતૄભાષાની સાચવણી કરવી જોઈયે.
હુ અહી અમેરીકાના ડેલાવર સ્ટેટમાં ૨૪ વર્ષથી રહુ છુ ,હુ જોતી આવી છુ કે અહી માતા પિતા પોતાના બાળકોને કમસે કમ પોતાની માતૃભાષા બોલતાં શીખવવા પ્રયત્નશીલ રહેતા હોય છે, તેઓ જાણે છે કે વાંચતા શીખવવુ મુશ્કેલ છે આવી સ્થીતીમાં બાળકો સમજે અને બોલે બોલે તે પણ ઘણુ છે. આજ કારણે દરેક જણ ઘરમાં રોજ બરોજમાં પોતાની ભાષાનો ઉપયોગ કર્રે છે જેથી બાળકો પોતાની માતૃભાષા સાથે જોડાઇ રહે. જોકે હવે અહી ઘણી કોલેજ, યુનીવર્સિટિમાં ગુજરાતી, હિન્દી લખતાં વાંચતા શિખવે છે આ બહુ મોટી વાત કહેવાય.
અમેરીકામાં રહેતા ઘણાં ગુજરાતી પરિવારો દેશથી દૂર રહેવાને કારણે મનમાં દેશની યાદ વધુ રહે છે. આજ પરીણામે મારા ઘરમાં એક સામાન્ય નિયમ છે જેમા કાયમ અમારે ગુજરાતીમાં વાતો કરવી , છ્તાય ક્યારેક બાળકો તેમની આવડત પ્રમાણે ઇંગ્લિશમા બોલે ત્યારે વચમાં અમે ખાસ ટોકતા નથી. જેથી તેમને એમ પણ ના લાગવું જોઈયે કે તેમના ઉપર ભાષાનુ બંધન છે, કારણ બાળકોને જબરજસ્તી થી કઈ પણ કરાવવામાં આવે તો તે લાંબો સમય ટકતુ નથી. ઘરમાં ફક્ત ગુજરાતી ભાષાનો જ પ્રયોગ કરવાથી બાળકો આપણી સંસ્કૃતિ આપણી સમજ ,આદર, બધુ સમજવામાં પ્રેમભાવ સહેલું થઇ પડે છે. આજે યુવાન વયે પહોચેલા તેઓ બીલકુલ મારા જેવું ગુજરાતી બોલે છે.
ગુજરાતમાં પણ હવે અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા વધી રહી છે.ગરીબ માણસ પણ બાળકોના ભવિષ્યને ઘ્યાનમાં રાખી પેટે પાટા બાંધી આવી સ્કુલોમાં મુકે છે, જ્યાં ઘરમાં અને બહાર બીજે ગુજરાતી અને સ્કુલમાં બીજી ભાષા . આમ બાળકો નથી અંગ્રેજી સારુ શીખી શકતાં કે ના ગુજરાતી. એના બદલે તેમને ખરેખર પ્રગતિ થાય તેવું શીખવવુ જોઇયે.
ભાષા અત્યારે એક સમસ્યા બની ગઈ છે, જેને હલ કરવા ગુજરાત સરકાર પણ મદદે આવી છે , અને આ માટે શિક્ષકો, ન્યુઝ પેપર, ટીવી પ્રસારણ માધ્યમ, સમાજ, અને અન્ય સંસ્થાઓ પ્રયત્ન શીલ બન્યુ છે.
ગુજરાતી ભાષાને આધુનિક ટેકનોલોજીથી સમૃદ્ધ બનાવવાના તેમ જ તેને લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતી લેક્સિકોન અને ભગવદ્ગોમંડલ જેવા શબ્દકોશને ડિજીટલાઈઝ કરી લોકોને ગુજરાતી શિખવવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે , જે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા લોકો સમક્ષ સાચી જોડ્ણી અને શબ્દો અને અર્થો સમજવામાં અને ગુજરાતી લખતા વાંચતા શીખવામાં મદદરુપ બને છે. જે દેશથી દૂર રહેતા છ્તા ભાષાને પ્રેમ કરતાં લોકો માટે આવી ઓન લાઇન મદદ બહુ કામની બની રહે છે. અમા મદદ કરનાર દરેક્ને ધન્યવાદ આપવો ઘટે.
ભાષાનો ફેલાવો થાય અને બધુ લોકો ગુજરાતી વાંચતા થાય એજ હેતુ થી આજે ડેલાવર ખાતે મે મફત વાંચન માટે પુસ્તકોની લાઈબ્રેરી શરુ કરી છે .
આતો વાત થઇ નવી ઉગતી પેઢીની , પણ આપણું શું ? શું આપણે ભાષા સાથે જોડાઈ રહ્યા છીયે ? શું આપણું વાંચન હજુ પણ પહેલાની માફક યથાવત છે ?
જવાબ આવશે ના .
જો આપણેજ ભાષા સાથે ઓરમાયા બની જઈશું તો નવી પેઢીને શું આપી શકીશું. જોકે હજુ પણ વર્ષોથી આવી વસેલા ગુજરાતીઓને વાંચન કરવું ગમે છે પણ તેમને એક મોટો પ્રોબ્લેમ રહ્યો છે તેમને હાર્ડ કોપી એટલેકે પુસ્તક ના સ્વરૂપનું વાંચન ગમે છે , આજકાલ ઓનલાઈન મળતું વાંચન ઓછું ગમે કે ફાવે છે.
તેમના આ શોખને જાળવી રાખવાનો મારો આ એક પ્રયત્ન છે ,સાથે સોસાયટીએ મને જે આપ્યું છે તેના બદલામાં કંઈક કર્યાનો આત્મ સંતોષ પણ સામેલ છે.
જવાબ આવશે ના .
જો આપણેજ ભાષા સાથે ઓરમાયા બની જઈશું તો નવી પેઢીને શું આપી શકીશું. જોકે હજુ પણ વર્ષોથી આવી વસેલા ગુજરાતીઓને વાંચન કરવું ગમે છે પણ તેમને એક મોટો પ્રોબ્લેમ રહ્યો છે તેમને હાર્ડ કોપી એટલેકે પુસ્તક ના સ્વરૂપનું વાંચન ગમે છે , આજકાલ ઓનલાઈન મળતું વાંચન ઓછું ગમે કે ફાવે છે.
તેમના આ શોખને જાળવી રાખવાનો મારો આ એક પ્રયત્ન છે ,સાથે સોસાયટીએ મને જે આપ્યું છે તેના બદલામાં કંઈક કર્યાનો આત્મ સંતોષ પણ સામેલ છે.
25મી ફેબ્રુઆરી ” ના રોજ હું આ પુસ્તક પરબને શરુ કરવા જઈ રહી છું .જે બિલકુલ ફ્રી રહેશે, બસ હવે રાહ જોઈ છું કે ગુજરાતી બચાવોના આ અભિયાન માં મને અહી ડેલાવરના લોકો અને સમાજ તરફથી મને કેવો પ્રતિભાવ મળે છે .અહી થી પુસ્તક લઇ જનારને બસ એકજ વિંનતી રહેશે કે વાંચ્યા બાદ સમયસર પરત કરી જાય જેથી બીજાઓ ને તેનો લાભ લઇ શકે , કારણ અહી ગુજરાતી વાંચન નો સદંતર અભાવ રહેલો છે.
મારા મતે પ્રેમ એટલે પ્રેમ તે પછી વ્યક્તિ સાથે નો હોય કે ગમતી વસ્તુ ,સ્થળ કે પછી સાહિત્ય સાથેનો શોખ હોય , પરંતુ તેમાં ડૂબવાની મઝા સાવ અલગ હોય છે. સાહિત્ય તરફનો મારો ઝુકાવ બાળપણ થી રહ્યો છે પરંતુ તેમાં ડૂબવાનો સાચો આનંદ મને ચાર વર્ષ પહેલાજ સમજાયો . આજે એક એવી જગ્યાએ પહોચ્યા પછી વિચાર આવ્યો કે ડૂબવું છે તો એકલા શા માટે ? બસ સાહિત્યના રસ સાગરમાં મારી સાથે આપ પણ સહુ ડુબશો તેવી આશા સાથે રજા લઉ છુ
રેખા વિનોદ પટેલ , ડેલાવર (યુએસએ)
https://vinodini13.wordpress.com
https://vinodini13.wordpress.com