આખો જમાનો સાથમાં દઉં લે હાથ મારો હાથમાં દઉં
આ રાતરાણી પાસમાં દઉં,લે હાથ મારો હાથમાં દઉં
સાહ્યબા તું કહે તે વાત વાતમાં દઉં….
હોય જો સથવારો તારો કાયમી અમાસ વહાલી લાગે
અંધારાના ઓવારણાં લઉં, લે હાથ મારો રાહમાં દઉં
સાહ્યબા તું કહે તે વાત વાતમાં દઉં….
ઘેલું થયું છે આભ આખું,વરસાવે ચોમેર ધોળા ફૂલ
કડકડતી ટાઢનું બહાનું કરું,લે હાથ મારો પાસમાં દઉં
સાહ્યબા તું કહે તે વાત વાતમાં દઉં….
જાવા નહિ દઉં હું તને ગીત સંગીત કે મહેફિલ મહી
એકાંતનાં ઓરડા ભરુ , લે હાથ મારો બાથમાં દઉં
સાહ્યબા તું કહે તે વાત વાતમાં દઉં….
વરસો વીતી ગયા ભલે તોયે હજી પ્રેમમાં શરમ નડે
વેલેન્ટાઈન નું કારણ ઘરુ,લે હાથ મારો સુવાસમાં દઉં
સાહ્યબા તું કહે તે વાત વાતમાં દઉં….
રેખા પટેલ (વિનોદિની)
mahesh badiani
February 12, 2016 at 4:28 pm
very nice