RSS

ગ્લોબલ વોર્મિંગ અને અમેરિકાનો વિન્ટર

09 Feb
IMG_4880.JPG  abhi
પ્રિય નીતા ,
તું એટલે વાવાઝોડું ,ક્યાંય દૂરથી તારા આગમની ખબર પડી જતી ,ફળિયું ઘમઘમી જતું. આજે આવાજ એક સ્ટ્રોમની વાત લખતા તને યાદ કરી છે.  અમેરિકાના ઇસ્ટ કોસ્ટનો વિન્ટર બહુ માથાભારે હોય છે. તેમાય જ્યારે સ્નો બ્લીઝર્ડ આવે ત્યારે બહુ અધરું પડે છે . કારણ એક તો ઠંડી હોય તેમાય જ્યારે પવનનું તોફાન આવે ત્યારે લોકોની ઉંધ ઉડી જાય છે . “કાચની બારીઓમાં થી વરસતાં સ્નો ને માણવાની મઝા અલગ છે અને તેને ક્લીન કરવાની સજા પણ ભારે હોય છે” .
નીતા ,અહી દરેક સ્ટ્રોમને એક નામ આપવામાં આવે છે જેથી તેને રેકોર્ડમાં લખી શકાય , આ વખતે જાન્યુઆરી 22-23 ના રોજ આવેલા આ સ્ટ્રોમને જોનસ નામ આપવામાં આવ્યું હતું. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી અને રડારને કારણે આવનાર કુદરતી આપત્તિઓ અગાઉથી જાણી શકીયે છીએ અને તે જ કારણે ચાર દિવસ પહેલા ટીવીના ન્યુઝ મારફતે આ સ્નો બ્લીઝર્ડ ની જાણ કરાતી હતી. એક રીતે આ સારું છે છતાંય ક્યારેક લોકો પાસ્ટ યરના કડવા અનુભવોના કારણે થોડાક પેનિક પણ બની જતા હોય છે. તેમાય વિન્ટરમાં ખાસ લોકોને વધુ ટેન્શન થઇ જતું હોય છે .
       આ ડર બહુ સ્વાભાવિક છે કારણ અહી બધુજ ઈલેક્ટ્રીસિટી ઉપર ચાલતું હોય છે ,એટલી ઠંડીમાં હિટ વિના જીવવું બહુ અઘરું બને છે , અહી ઈલેક્ટ્રીસિટી ગઈ એટલે બધુજ ગયું . ક્યારેક વધારે પડતી ઠંડીને કારણે જમીનમાં રહેલી પાણીની પાઈપ ફાટે તો પીવાનું પાણી પણ શોધવું મુશ્કેલ બની જાય છે.

જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછતના લાગે માટે અમેરિકન પ્રજા વધારે પડતી સાવધાની રાખતી હોય છે. જોનસના આગમનની જાણ થતા લોકોનો ગ્રોસરી સ્ટોર થી લઇ લીકર સ્ટોર સુધી લોકોનો ધસારો જોવાલાયક હતો . ક્યારેક તો ડરનો અતિરેક આપણને વિચારતા કરી મુકે છે .

   સુવિધાથી ટેવાઈ ગયેલી પ્રજા એક બે દિવસ પણ અગવડ નાં પડે તે માટે કેટલો વધારાનો ખર્ચ અને વસ્તુઓનો ખોટો ભરાવો કરી દેતી હોય છે. આવનાર આ સ્ટ્રોમ બ્રિટનના દેશો જેમકે યુકે, સ્કોટલેન્ડ ,નોર્ધન ઇંગ્લેન્ડને હેવી રેન આપીને આગળ વધતું આ સ્ટ્રોમ અમેરિકાના ઇસ્ટ કોસ્ટના શિયાળાને કારણે સ્નો બ્લીઝ્ડમાં ફેરવાઈ ગયું અને અહી પંદર કરતા પણ વધુ સ્ટેટને તેની ઝપેટમાં લઇ લીધા.
નોર્થ કેરોલાઈના ,કંટકી ઓહાયો થી લઇ વોશિંગટન ડીસી મેરીલેન્ડ થઈ ડેલાવર પેન્સીલ્વેનીયા ન્યુજર્સી,ન્યુયોર્ક અને કનેટીકટ સુધીના સ્ટેટને સકંજામાં લેતું 8o મિલિયન પીપલને ઈફેક્ટ કરતુ ગયું. વોશિંગટન ડીસીમાં આશરે 25 ઇંચ ડેલાવર પેન્સિલવેનીયાના ન્યુજર્સી માં 18 થી 20 ઇંચ સ્નોનો ખડકાવો કરી ગયેલું સ્ટ્રોમ આશરે 20 જેટલાં માણસોની જાન લઇ ગયું .
   50 માઈલની ઝડપે ફુંકાતા પવન સાથેની બરફવર્ષામાં 200,000 જેટલા માણસોએ ઈલેક્ટ્રીસિટી ગુમાવી હતી . આ ન્યુયોર્કની હિસ્ટ્રીમાં આ સેકન્ડ બિગેસ્ટ સ્ટ્રોમ હતું જે 26 ઇંચ સ્નો ઠાલવી ગયું હતું. આવા સમયે રોડ આઈસી બની જતા હોય છે માટે થતા રોડ અકસ્માતને રોકવા લગભગ બધાજ મેજર રસ્તાઓ બંધ કરી દેવાયા હતા અને બે દિવસ સુધી સ્કુલ બંધ રહી છતાય બની ગયેલા કેટલાક એકસીડન્ટ જે નિવારી શકાયા નથી.
આવા આવનારા એક એક સ્ટ્રોમ અમેરિકાને મિલિયન ડોલરના ખોટા ખર્ચમાં ઉતારી દેતું હોય છે, કારણ અહી સ્નો પડવાની શરૂઆત પહેલા જ મેલ્ટીંગ સ્નો રસ્તાઓ ઉપર છાંટવામાં આવે છે જેથી બરફ જામી ના જાય અને ત્યાર બાદ સતત થતી બરફવર્ષામાં પણ સ્નો મુવરનાં પાવડા વડે તેને ખસેડતા રહેવું પડે છે તે છેક બંધ થાય ત્યાં સુધી આ કામ ચાલુ રાખવું પડે છે .આ બધું ખર્ચાળ હોય છે. આવા સમયે ઓફિસો ,સ્કુલ બધુજ બંધ રખાય છે જે  નુકશાન કહી શકાય. હોમલેસ પીપલ માટે આ સમય બહુ તકલીફ ભર્યો હોય છે આથી ગવર્મેન્ટ તરફથી આવા લોકો માટે સેલ્ટર હોમ એક માત્ર આશરો બની જાય છે ,અહી તેમના રહેવા ખાવાની વ્યવસ્થા થતી હોય છે.
નીતા આવા સમયમાં દરેકે ન્યુઝ ખાસ જોવા જોઈએ જેથી આફત વખતે અવેરનેશ આવે . આ સ્ટ્રોમમાં બનેલો એક દુઃખદ બનાવ તને લખું છું ,
ન્યુ જર્શીમાં 23 વર્ષની સાસા રોઝાને આવા સમયમાં બહાર જવાનું થયું ,તેમની કાર સ્નોમાં દટાઈ ગઈ હતી . આથી તેના હસબન્ડે સાસા અને તેના બે દીકરા જે એક ત્રણ વર્ષનો અને એક વર્ષનો હતો તેમને કારમાં બેસવા જણાવ્યું અને પોતે કારનું એન્જીન ચાલુ કરી આજુબાજુનો સ્નો ક્લીન કરવા લાગ્યો
   કારની મફલર પાઈપ સ્નોથી બ્લોક થઈ ગયેલી હોવાથી બહાર નીકળવા ને બદલે કાર્બન મોનોક્સાઈડ કારમાં ભરાતો ગયો, વીસ મિનીટ ઠંડીમાં કાર ક્લીન કરી જ્યારે તેનો હસબંડ કાર પાસે આવ્યો ત્યારે તેણે જોયું કે આ કલરલેસ ઝેરી ગેસના કારણે માં અને એક વર્ષનો દીકરો અંદર ગુંગળાઈને ત્યાજ મૃત્યુ પામ્યા હતા જ્યારે ત્રણ વર્ષનો દીકરો ક્રીટીકલ છે..

અમેરિકા જેવા દેશો તો આવા સ્નો સ્ટ્રોમ થી પરિચિત છે તેથી ઓછી જાનહાની થતી હોય છે પરતું અત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે બદલાઈ રહેલા ક્લાઈમેટ નાં કારણે કેટલાય દેશોમાં બરફ વર્ષા થવા લાગી છે જ્યાં પહેલા આવું કશું બન્યું હોતું નથી તેથી ત્યાં પુરતી સુવિધાઓ નાં અભાવે થતું નુકશાન વઘારે પડતું હોય છે.

નીતા તું જાણે છે આ ગ્લોબલ વોર્મિંગ એટલે શું ? આખી દુનિયાના એવરેજ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયલનો થતો વધારો છે . આજ રીતે જો તાપમાનનું ચક્ર ચાલતું રહ્યું તો આ તાપમાન નો આ વઘારો 2100 સુધી લગભગ ડબલ થઇ જવાની શક્યતા છે .
ક્લાઈમેન્ટ ચેન્જને વિશ્વના દરેક ખૂણે હવે નવા-નવા ફેરફારો નોંધાવવા લાગ્યા છે અને જેના પરિણામ સ્વરૂપ ઝડપથી થતા ટેમ્પરેચર ના ફેરફારો જેમકે અતિશય ગરમી, ઠંડી ,બરફવર્ષા, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો વિશ્વમાં થવા લાગી છે જે ચિંતાનો વિષય બની ગયો છે.
 “આવી પ્રતિકુળ પરિસ્થિતિ ઉભી કરનાર માનવસમાજ કુદરતની સામે થઈને ગ્રીનરી ને બદલે કોન્ક્રીટના જંગલો ઉભા કરી , એર પોલ્યુસનમાં વધારો કરીને સર્જેલી સ્થિતિ ની આજે આ રીતે ભરપાઈ કરી રહ્યો છે “. ખેર તું અમારી ચિંતા ના કરીશ હવે બધું અહી બરાબર છે.  ઓકે તો હું હવે રજા લઉં …બાય ,નેહાની યાદ .
રેખા વિનોદ પટેલ (યુએસએ)

https://vinodini13.wordpress.com

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: