વહેંચાઈ જવું એ શું છે જરા, કોઈ પૂછો જરા પરદેશીને !
પીસાઈ જવાનું દર્દ એ કેવું , કોઈ પૂછો જરા પરદેશીને!
જાણે છે ના રહેશે પાસ તોય ભરી ભરીને ભર્યા છે શ્વાસ.
વચવચમાં ઉચ્છવાસ ભેગી નીકળે એની જીવતી આસ
અહી નાં લીમડા પિપળા ગાતા જડે ….
એની પ્યાસ સતાવે દેશીને..કોઈ પૂછો જરા પરદેશીને
રસ્તાઓ ના રજકણ છોડી એની ડામર સાથે પ્રીત વધી
ધૂળ ધુમાડા છૂટી ગયા, તેને ધુમ્મસ વળગ્યાં ઘેરીને
હવે સુની બપોરે ટહુકા શોધે…
નાં કોઈ બુમ જગાડે દેશીને …કોઈ પૂછો જરા પરદેશીને.
અહી તારું મારું ખાસ નથી પરદેશના ઘરને ગમતું કહે
હોળી દિવાળી ભેગે ભેગા , એ ક્રિસમસને બહુ લાડ કરે
એક સમજ સંતોષ કરાવે…
આવી હાશ જગાવે દેશીને …કોઈ પૂછો જરા પરદેશીને
વહેંચાઈ જવું એ શું છે જરા, કોઈ પૂછો જરા પરદેશીને !
પીસાઈ જવાનું દર્દ એ કેવું , કોઈ પૂછો જરા પરદેશીને
રેખા પટેલ(વિનોદિની)
યુએસએ
NAREN
February 4, 2016 at 7:22 am
વહેંચાઈ જવું એ શું છે જરા, કોઈ પૂછો જરા પરદેશીને !
પીસાઈ જવાનું દર્દ એ કેવું , કોઈ પૂછો જરા પરદેશીને , વાહ
ખુબ સુંદર રચના