RSS

એક નાનકડી મજાક પણ ભારે પડી જાય છે

01 Feb

IMG_4790

વ્હાલા દક્ષાબેન  પ્રણામ
આમ તો તમે વિનોદના મોટા બહેન છો આ રીતે મારા નણંદ કહેવાઓ છતાં આપણો પરસ્પરનો સ્નેહ કાયમ માટે બહેનો નો રહ્યો છે ,અને આ અધિકાર થી મારા લગ્ન પછીના શરૂઆતી સમયમાં તમે મને કેટલીક બાબતો માટે સલાહ આપતા હતા , જેમકે મારા મજાકિયા સ્વભાવ ઉપર તમે કહેતા કે નેહા બોલવામાં બહુ સાવધાની રાખવી જોઈએ ,તેમાય આપણે જ્યાં સુધી સામે વાળાને બરાબર જાણી નાં લઈયે ત્યાં સુધી તેની સાથે બહુ ગમ્મત કરવામાં પણ જોખમ રહેલું છે “.
ત્યારે મને લાગતું તમે મારા ઉપર દાબ રાખો છો કારણ મારી માટે વાણી સ્વાતંત્ર બહુ અગત્યનું હતું,  હું માનતી બોલવાનો અધિકાર દરેક ને હોવો જોઈએ . પણ સાચું કહું દક્ષાબેન આજે સમય જતા સમજાય છે કે એટલુજ બોલવું જેનાથી બીજાઓનું મન નાં દુભાય કે અહં ના ઘવાય . કારણ જો આમ બને તો ક્યારેક તેની બહુ મોટો ભરપાઈ પણ કરવી પડતી હોય છે .
અહી થોડો સમય પહેલા આપણા સ્ટોર ઉપર એક આફ્રિકન કસ્ટમર શોપિંગ માટે આવ્યો. જરૂરી વસ્તુઓ લઈને તે કાઉન્ટર ઉપર આવ્યો. તે વખતે તે માણસ તેના ઓરીજનલ પહેરવેશ સાથે આવ્યો હશે , જે અહી કામ કરતા અમેરિકન માટે તેનો દેખાવ અને ડ્રેસ જરા અજુગતો લાગ્યો હશે કે પછી માત્ર ગમ્મત ખાતર પેલા કસ્ટમર સાથે વાતચીત દરમિયાન પૂછ્યું હશે તેની જાણ નથી ,  ”  આફ્રિકાથી થી વાંદરા અહી લવાય ?”  બસ ખલાસ પેલાએ ક્યાં અર્થમાં કહ્યું હશે તેઓ એજ જાણે પરંતુ વાત વણસી ગઈ.
આ એકજ પ્રશ્નમાં પેલો આફ્રિકન ગુસ્સે થઈ ગયો,ત્યારે તો ત્યાંથી ચાલી ગયો તેને લાગ્યું કે આમ મંકી વિશે પૂછપરછ કરી મારું અપમાન કર્યું છે.  બીજા દિવસે ફરી સ્ટોર ઉપર આવ્યો અને આ બાબતે ઝગડો કરી કોર્ટમાં જવાની ઘમકી આપી . તેને બધાએ સમજાવ્યો તેની માફી માંગી છતાં પેલાને સંતોષ ના થયો અને છેવટે તેણે માનહાની નો દાવો કર્યો કે તેની ગણત્રી વાંદરામાં કરી તેનું અપમાન કર્યું છે . બદલામાં  પેલા આફ્રીકને પચાસ હજાર ડોલરની માંગણી મૂકી
હવે રજીસ્ટર ઉપર કામ કરનાર પાસે કઈ આટલી મોટી રકમ હતી નહિ આથી કોર્ટ બહાર સેટલમેન્ટ તરીકે અમેરિકને માફી માગી અને તેના અવિચારી બોલવા બદલ અમે પણ સોરી કહ્યું છતાં પેલાનો ઉદ્દેશ્ય હવે માત્ર સોરી સુધીનો નહોતો . તેને તો બસ આ બહાને ડોલર પડાવવા હતા આથી કોર્ટમાં કેસ ચાલ્યો છેવટે છ મહિના પછી ત્રણ તારીખો પડી અને કોઈ કારણ વિના દાખલ કરાએલો કેસ તે હારી ગયો , આપણે થોડો ખર્ચ થયો પણ  જાન છૂટી.
અહી વાતે વાતે સુ કરવાના દાખલા ભર્યા પડ્યા છે ,જ્યાં માનહાનીના દવા હેઠળ તેની ભરપાઈ માટે મોટી રકમ પણ ચુકવાય છે ,અને આના કારણે ક્યારેક સાવ ક્ષુલ્લક લાગતી બાબતોમાં લોકો આ કાયદાનો ગેરઉપયોગ કરતા જોવા મળે છે .
હવે તમેજ કહો બહેન એક નાની વાત ક્યાંથી ક્યાં પહોચી ગઈ. એક નાનકડી મજાક પણ ભારે પડી જાય છે. આવીજ એક બીજી વાત બની ગઈ તે પણ જાણવા જેવી છે . એક મિત્ર કેલીફોર્નીયા ના બીચ વિસ્તારમાં રેસ્ટોરેન્ટ ચલાવે છે જ્યાં મોટાભાગે આવનારા ગ્રાહકો ટુરીસ્ટ રહેતા હોય છે જેથી ત્યાં કામ કરતા સર્વરોને ખાસ તાકીદ કરવામાં આવે છે કે તેમણે કસ્ટમર સર્વિસ ઉપર વધારે ઘ્યાન આપવું અને આવનારા દરેક સાથે હસીને પ્રેમ થી વાત કરવી. જેના કારણે અહી વાતાવરણ થોડું ફ્રેન્ડલી રહેતું.
હવે રોજ એકસાથે કામ કરતા યુવાન સર્વરો પણ એકબીજા ના મિત્ર બની જતા હોય છે , આથી ત્યાં કામ કરતા અમેરિકન યુવાન સર્વરે સાથે કામ કરતી બીજી અમેરિકન યુવતીને તેના હીપ ઉપર ટપલી મારી . બસ ખલાસ ગમ્મતમાં કરાએલી આ ભુલના બદલામાં પેલી યુવતીએ રેસ્ટોરેન્ટ ઉપર દાવો કર્યો કે ઓનર બધાને ફ્રેન્ડલી રહેવાનું કહી છૂટછાટ અપાવે છે અને તે રેસ્ટોરેન્ટની વેબ સાઈટ અને ફેસબુક ઉપર ચાલતા પેજ ઉપર ગમે તેવી અશ્લીલ વાતો અને કોમેન્ટ લખી આ જગ્યાની બદનામી કરવા માંડી . તેમને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો જેથી ગભરાઈ તેઓ યુવતીને વધારાના ડોલર આપે.
પોતાની રેસ્ટોરેન્ટની થતી બદનામી રોકવા માટે તેના ઓનરે પેલી યુવતીને ત્રણ મહિનાનો એક્સ્ટ્રા પગાર આપી છૂટી કરવી પડી.
કહેવાય છે ને કે “તુંડે તુંડે મતી ભિન્ના ” વ્યક્તિએ વ્યક્તિએ દરેકના વિચારવાની શક્તિ અલગ અલગ હોય છે ,જેથી એક સામાન્ય વાતના અનેક અર્થ નીકળી શકે છે માટે બોલવા ઉપર અને વિચારવા ઉપર કાબુ રહેવો જરૂરી બને છે . ચાલો બહેન હું રજા લઉં .. નેહાના પ્રણામ
રેખા વિનોદ પટેલ (યુએસએ )
Advertisements
 

One response to “એક નાનકડી મજાક પણ ભારે પડી જાય છે

  1. Shailesh P Jadwani

    February 4, 2016 at 2:48 pm

    ખરી વાત ..જયારે પણ બોલવું માપથી બોલવું સામી વ્યક્તિના સ્વભાવને ધ્યાનમાં રાખી બોલવું

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: