RSS

શેર એન્ડ કેર ફાઉન્ડેશન,

04 Jan
FullSizeRender.jpg a
પ્રિય સખી નીપા ,
આજકાલ તારા થકી ચાલતા ” નિવેદિતા ફાઉન્ડેશન ના ”  કાર્યો વિષે સાંભળું છું, તો બહુ ગર્વનો અનુભવ થાય છે , તેમાય જાણ્યું કે અત્યારે તું ગુજરાતમાં આણંદ તાલુકાની સત્તર સ્કૂલોમાં પુસ્તકો થી લઇ યુનિફોર્મ , શૂઝ પહેરાવવા સુધીની મદદ તારા બિનસરકારી ફાઉન્ડેશન દ્વારા કરે છે ,  ત્યારે તારી સખી હોવાનો પ્રાઉડ મને પણ થાય છે.
આજે હું પણ તને આવી અમેરિકામાં ચાલતી એક બિન સરકારી સંસ્થા ” શેર એન્ડ કેર ફાઉન્ડેશન ” વિષે જણાવવા માગું છું
અહી અમેરિકામાં ન્યુજર્સી સ્થિત શેર એન્ડ કેર ફાઉન્ડેશનના ફાઉન્ડર અરુણભાઈ ભણસાલી સાથેની વાતચીત દરમિયાન જે જાણવા મળ્યું તેના વિષે તને અહી લખી જણાવું છું
આજથી પચાસ વર્ષ પહેલા તેઓ અહી અમેરિકા આવ્યા હતા ,ત્યારે દેશમાં રહેલી ગરીબી અને અજ્ઞાનતા તેમને બહુ કઠતી હતી ,તેઓ માનતા હતા કે દરેક વ્યક્તિ કોઈને કોઈની ચેરીટી ઉપર રહેલી હોય છે. અને વાત પણ સાચી છે “જન્મથી લઇ મરણ સુધી આપણે એકબીજા ઉપર આધારિત રહેલા હોઈએ છીએ” .
આવા બધા ઋણ ઉતારવા માટે છેવટે 1982 માં અરુણભાઈ અને તેમનાં છ મિત્રોએ ભેગા મળીને એક સારા કાર્યની શરૂવાત કરવાનું નક્કી કર્યું અને છેવટે આઠ શિપમેન્ટ ભરી નવા જુના કપડાં અને જરૂરી વસ્તુઓ ઇન્ડીયા મોકલાવી .  મદદની અછત હોવાને કારણે તેઓએ આ કાર્યની શરૂઆત બેઝમેન્ટ માંથી કરી હતી,  બસ આ રીતે તેમના ફાઉન્ડેશન ની શરૂઆત થઇ.
આ શેર એન્ડ કેર એક વિશ્વાસ ઉપર ચાલતું ટ્રસ્ટ છે ,આ ટ્રસ્ટને 33 વર્ષ પુરા થયા ,આજે પણ સ્કુલ કોલેજના શિક્ષણ થી લઇ હોસ્પિટલ ,અનાથ આશ્રમ અને દેશમાં આવતી કુદરતી આપત્તિઓ સુધીની જરુરીઆતમાં દર વર્ષે બે થી ત્રણ મિલિયન ડોલરની આર્થિક સહાય પૂરી પાડે છે.  ગુજરાતના અર્થક્વેક વખતે પણ આ ટ્રસ્ટે 3 વર્ષમાં 11 મીલીયનની સહાય પૂરી પાડી હતી.
અમેરિકામાં કોઈ મોટી હોસ્પીટલ બંધ થાય કે પછી જુના સારા સાઘનો તેમને બદલી નવા લાવવાના હોય ત્યારે આવા બધા સાધનો અને કામ લાગે તેવી વસ્તુઓને આ ટ્રસ્ટ નજીવી કિંમતે ખરીદી દેશમાં જરૂરી હોસ્પીટલમાં પહોચાડે છે . અહી તેમનો કોઈ સ્વાર્થ હોતો નથી બસ સેવા કરવી તે આનો મૂળભૂત ઉદેશ્ય છે.
અરુણભાઈ સાથે ની વાતચીત દરમિયાન તેમણે કહેલી એક વાત મને બહુ ગમી છે જે તને અહી કહું છું , તે છે શેર એન્ડ કેરનો છેલ્લા આઠ નવ વર્ષથી શરુ થયેલો ” એજયુકેટ ટુ ગ્રેજ્યુએટ ” પ્રોગ્રામ.
ઘોરણ બાર સુધીતો ગવર્મેન્ટની સહાય થી આવા  બાળકો આસાની થી ભણી લેતા હોય છે. પરંતુ ત્યાર બાદ કોલેજના ખર્ચને ના પહોંચી વળે તેમ હોવાને કારણે  તેમનું આગળ ભણવાનું સ્વપ્ન અઘૂરું રહી જાય છે અને તેઓ સામાન્ય કાર્યમાં જોડાઈ જાય છે , તો આ સંસ્થા આવા વિઘ્યાર્થીઓ ના સ્વ્પનાઓને આગળ લંબાવી હકીકતમાં ફેરવવાનું મહાન કાર્ય કરે છે ,જેમાં દર વર્ષે તેઓને એક હજાર ડોલર વ્યાજ વિનાની લોન તરીકે આપવામાં આવે છે.
        આ રીતે જ્યાં સુધી તેઓ ભણે ત્યાંસુધી અપાય છે , ત્યારબાદ તેમની કમાણીમાં થી આ બાળકો આ લોન પછી વાળે છે જેને લઈને બીજા બાળકો આગળ ભણી શકે.  આ પ્રોગ્રામ હેઠળ ભણી રહેલા યુવાનોને પણ આ ચેનલમાં જોડાઈને આજ રીતે બીજા બાળકોને ભણાવવાની જવાબદારી વિષે શીખવવામાં આવે છે .  આમ આ પ્રોગ્રામને કારણે 2007 થી 2015 સુધીમાં 1200 વિર્ઘાર્થીઓ કોલેજના પગથીયા ચડી શક્યા છે . જેના કારણે આટલી મોટી સંખ્યામાં પછાત રહી જતા કુટુંબો આગળ આવી શક્યા એ વાત કઈ નાનીસુની નથી .
નીપા, હું પણ આ સંસ્થાના કાર્યમાં મારો ફાળો ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે આપતી હોઉં છું , પરંતુ નોંધવા જેવી બાબત તને જણાવું તો અહી પૈસા કરતા જેઓ સમય આપે છે તેમનાં કાર્યની મહત્તા ઘણી વધી જાય છે. મારા ભાભી  “માર્દવી પટેલ”  જે  ન્યુજર્સીમાં રહે છે તેઓ એક પણ ડોલર પગાર લીધા વિના જવાબદારી થી આ ફાઉન્ડેશનમાં કામ કરે છે , તેઓ હંમેશા મને કહેતા હોય છે કે નેહા ‘ આપણી જરૂરીઆત માટે કોઈ પાસે ડોલર માંગતા શરમ આવે પણ “શેર એન્ડ કેર ” માટે બીજાઓ પાસે ડોનેશનની વાત કરતા પ્રાઉડ ફિલ થાય છે”. આવા કેટલાય લોકો સીધા અને આડકતરી રીતે આ સંસ્થામાં જોડાએલા છે અને મને તે બધા માટે ખાસ માન છે .
હું પણ કેટલાય એવા લોકોને ઓળખું છું જેઓ બીજાઓને મદદ કરવા ઘેરઘેર જઈ ફાળો ભેગો કરતા હોય છે. અહી સાલ્વેસન આર્મી નાં માણસો ઘરેઘરે ફરી નવા જુના  કપડાં ઉઘરાવતા હોય છે  અને જરૂરીઆત વાળા દેશોમાં પહોંચાડે છે .” જે સમાજે આપણને જે પણ કઈ સારું આપ્યું છે તેનું ઋણ સમય આવતા અવશ્ય ચુકવવું જોઈએ , પછી ભલેને થતા સત્કર્મ તન મન ઘન કે વાણી વર્તન ,લેખન દ્વારા થતા હોય ” .

નીપા, તને આ પત્ર ખાસ લખ્યો કારણ તું પણ બાળકોની કેળવણી માટેજ તારું નિવેદિતા ફાઉન્ડેશન ચલાવે છે , સખી તારા આ કાર્યમાં તને હંમેશા સફળતા મળે એવી ઈચ્છા સાથે આ પત્ર પૂરો કરું છું.. નેહાની મીઠી યાદ

રેખા વિનોદ પટેલ (યુએસએ )

 

One response to “શેર એન્ડ કેર ફાઉન્ડેશન,

  1. Vinod Rathod

    January 5, 2016 at 9:13 am

    બહુજ સરસ કાર્ય બદલ ધન્યવાદ.

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: