RSS

“એક ભૂલની ભારે સજા “

21 Dec
IMG_3053.JPG abhiaan
પ્રિય સખી કેમ છે તું ? ,  જ્યારે પણ મનની વાત કહેવાનું મન થાય છે ,તું પહેલી નજર સમક્ષ આવી જાય છે.  આજે બન્યું પણ એવું કે તને લખ્યા વિના રહી શકતી નથી.  કારણ તું કાયમ કહે છે કે “નેહા કાલ કોણે દીઠી છે ” સાવ સાચી વાત છે તારી . હમણાં થોડી વાર પહેલા હું મારી નાની દીકરીની સ્કુલમાં જઈને આવી,   બપોરે હું લંચ કરતી હતી ત્યાંતો તેની ક્લાસરૂમ ટીચર મિસ બેનેટ નો ફોન આવ્યો . જેમાં તેણે જણાવ્યું કે મારે તાત્કાલિક પ્રિન્સીપાલ ને આવીને મળવું.
હું તુરંત ત્યાં પહોચી ગઈ અને ત્યાં બનેલા બનાવ વિષે સાંભળતાં હસવું કે ચિંતા કરવું તે સમજી ના શકી. પ્રિન્સીપાલ ના જણાવ્યા મુજબ સવારમાં સ્કુલ માટે લંચ બોક્સ પેક કરતી વેળાએ ઉતાવળમાં રીનીએ ભૂલ થી પોતાનું બટર નાઇફ બેગમાં મૂકી દીધું હતું. જેની જાણ તેને ત્યાં જઈને થઇ હતી અને બાળ સહજ તે તેની ફ્રેન્ડસ સામે બોલી પડી ” આઈ હેવ નાઈફ ઇન માય બેગ ” બસ ખલાસ પછી તો ક્લાસરૂમ માં ઘમાલ મચી ગઈ . રીનીને તેની બેગ સહીત પ્રિન્સીપાલ ની રૂમમાં લઇ જવાઈ અને તરત મને ફોન કરવામાં આવ્યો ” મિસ પટેલ પ્લીઝ કમ સુન ” .
સખી અહી એવું એક્ટ થયું હતું જાણે કોઈ મોટો ગુનો થઇ ગયો. રીની જાણે કે રીયલ નાઈફ સાથે લઇ ગઈ હોય. ત્યારબાદ સાચી હકીકત જાણતા ત્યાં હાજર બધાજ હસ્યા અને મને ખાસ કહેવામાં આવ્યું કે “પ્લીઝ આવું ફરી ના થાય તેનો ખ્યાલ રાખજો”.
જવાબમાં મેં પણ “સોરી નેક્સ્ટ ટાઈમ હું આ વાતનો ખ્યાલ રાખીશ “કહી વાતને ત્યાંજ પતાવી દીઘી .  આપણે પણ સમજીએ છીએ કે આ બધા કડક કાયદા આપણાં ફાયદા માટેજ રાખતા હોય છે.
“જો ભૂલ હોય તો સ્વીકારી લેતા અચકાવું નહિ ,ઘણી વખત એમ પણ બનતું હોય છે કે જો હું માફી માંગીશ તો નુકશાની પણ મારેજ ભરવી પડશે તો ક્યારેક અહં સામે આવી જતો હોય છે,  તો વળી કેટલાકને સમાજમાં હું શું તો બતાવીશ તેવી ભીતિ ડરાવતી હોય છે “.
ભૂલ ગમે તેની હોય પણ ક્યારેક નાના ગુના ની બહુ મોટી સજા ભોગવવી પડે છે કારણ આપણને લાગતી એ નાની ભૂલ બહુ મોટો અકસ્માત સર્જી શકે તેમ હોય છે આનો એક દાખલો હું અહી તને લખું છું

આજથી લગભગ ત્રણ  વર્ષ પહેલા ન્યુ જર્સીમાં રહેતા ગુજરાતી એજ્યુકેટેડ દંપતીનો એકનો એક અઢાર વર્ષનો દીકરો આકાશ દલાલ  બોમ્બ બનાવવા માટે મદદ કરતો હોવાના આરોપ હેઠળ જેલમાં પુરાયો હતો ,જે આજે પણ સખત જેલની સજા ભોગવી રહ્યો છે.

રડ્ગર્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમીશન લીધેલા આ 19 વર્ષના યુવાન આકાશ દલાલને ટેકનોલોજી અને સાયન્સ સાથે વધુ લગાવ હતો ,તેનો કોઈ અમેરિકન મેક્સિકન ફ્રેન્ડ જેણે તેને ફોન ઉપર બોમ્બ કેવી રીતે બનાવાય તેની માહિતી પૂછી અને બદલામાં આ યુવાને તેને તે વિશેની સંપૂર્ણ માહિતી આપી ,જેના દ્વારા મેક્સિકન યુવાને ફાયર બોમ્બ બનાવ્યો અને તે બનાવેલ બોમ્બ ન્યુજર્સીમાં કોઈ જ્યુઈશ ટેમ્પલ ઉપર ફેંક્યો .
સદનસીબે કોઈ જાનહાની થઇ નહોતી , છતાં પણ આ અક્ષમ્ય ગુનો ગણી શકાય. અને આ ગુના હેઠળ પેલા મેક્સિકન ને પકડી લેવામાં આવ્યો  . તેની સાથે થયેલી સખત પૂછપરછમાં તેણે પેલા ગુજરાતી યુવાનનું નામ આપી દીધું જેના કારણે આકાશ દલાલને પણ આ હીન કાર્યમાં ભાગીદાર હોવાનું ગણાઈ આતંકવાદ અને દેશદ્રોહના ગુના હેઠળ સખત જેલની સજા કરવામાં આવી.
અહી તેને આખો દિવસ માત્ર બેસી રહેવાય તેટલી આઠ બાય છ ની નાની ઓરડીમાં 21 કલાક ગોંઘી રાખવામાં આવે છે માત્ર દિવસના ત્રણ કલાક બહાર કઢાય છે જેથી જીવન ટકાવી શકે. અહી ચાલતી કેટલીય ગુજરાતી સંસ્થાના હસ્તક્ષેપ કરવા છતાં તેની સજામાં કોઈ રાહત કરવામાં નથી આવી , વધારામાં તેનો માટે રખાએલ બોન્ડની રકમ બહુ મોટી જે ચાર મિલિયન ડોલર છે.. સામાન્ય રીતે બોન્ડની દસ ટકા રકમ જમા કરાવતા તેને પેરોલ ઉપર છોડવામાં આવે પણ આ કેસમાં રકમ એક સાથે ભરવી નક્કી કરાયું છે જે સામાન્ય રીતે શક્ય નથી.. હમણા ગયા અઠવાડિયે સુપ્રીમકોર્ટમાં પણ આ કેસ હારી જવાયો છે.  ટુંકમાં તેને કેટલી હદે ગુનેગાર ગણી શકાય તે હજુ સાબિત થયું નથી છતાં પણ એક રીઢા ગુનેગાર ને મળતી સજા આજે તે ભોગવી રહ્યો છે .
સખી, ક્યારેક ભીતિ થઈ આવે કે આમ નાની લાગતી વાત કે અજાણે કરાએલી ભૂલ ની કેટલી મોટી સજા ભોગવવી પડે તેમ છે. બાળકો સાથે આપણે પેરેન્ટસે પણ આ વાત ઘ્યાનમાં રાખવા જેવી છે.” બાળકો નાસમજ અને મસ્તીમાં ક્યારેક એવું કરી બેસતા હોય છે જેનાં કારણે તેઓ પોતાનું અને કુટુંબનું જીવન ખારું કરી મુકે છે, અને સામાન્ય લાગતી ભૂલ ક્યારેક અક્ષમ્ય પણ બની જતી હોય છે”. ચાલ સખી હવે હું રજા લઉં….  નેહાની સુમધુર યાદ  rabhiyaan@gmail.com

રેખા વિનોદ પટેલ
યુએસએ

 

3 responses to ““એક ભૂલની ભારે સજા “

 1. chandraleha

  December 21, 2015 at 3:16 am

  અણજાણતા થઈ ગયેલી ભૂલની પણ કેવી આકરી સજા, ! માતાપિતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે,

   
 2. chandraleha

  December 21, 2015 at 3:17 am

  ખરેખર માતા પિતા એ ધ્યાનમાં રાખવા જેવી વાત,

   
 3. Shah Bhumi

  December 23, 2015 at 10:32 am

  પ્રિય સખી કેમ છે તું ? , જ્યારે પણ મનની વાત કહેવાનું મન થાય છે ,તું પહેલી નજર સમક્ષ આવી જાય છે. આજે બન્યું પણ એવું કે તને લખ્યા વિના રહી શકતી નથી. કારણ તું કાયમ કહે છે કે “નેહા કાલ કોણે દીઠી છે
  waaah

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: