આભે ચડયો ઉન્માદને વરસી પડ્યો વરસાદ થૈ
ભીંજવતી યાદોમાં ય તું ટપકી પડયો વરસાદ થૈયાદોની ચમકી વીજળી ને ઝળહળી ગઇ રાત કૈ
ફરિયાદનાં ફોરામાં જો ઝઘડી પડયો વરસાદ થૈશ્રાવણ ને ભાદરવાનું ભારણ,હોય છે બે માસનું
હૈયે નિતરતો સ્નેહ પણ ચટકી પડયો વરસાદ થૈતપતી ઘરા, કેવી ખબર જો બાસ્પ જોડે મોકલી!
આવી પલક ઝબકારે એ વળગી પડયો વરસાદ થૈવીજળી ને છંછેડી છે બહુ આવી જઈને તાનમાં
ભયભીત થઇ ધરતી ઉપર સરકી પડયો વરસાદ થૈલીલી એ ચોમાસાની વાતો આકરી લાગે ઘણી
જકડે મને લીલ જેવું ,કે લપસી પડયો વરસાદ થૈબાકી રહી છે તરસ મારી આટલાં વરસાદ માં
એ દેશની મીટ્ટી મહી લપટી પડયો વરસાદ થૈ
રેખા પટેલ(વિનોદીની)
આભે ચડયો ઉન્માદ
21
Dec