આવા ન્યુઝ સાંભળતાં આપણા મનમાં અરેરાટી ફેલાઈ જાય છે, પરંતુ આ હત્યાકાંડને નજરે નિહાળનાર લોકોના જણાવ્યા પ્રમાણે આટલા બધા નિર્દોષ માણસોને કોઈ પણ વાંક ગુના વિના મોતને ઘાટ ઉતારી દેતા આ ત્રાસવાદીઓ ના ચહેરા સાવ લાગણી વિહીન સપાટ હતા. ત્યારે વિચાર આવે છે કે તેમની લાગણીઓ ને કેટલી ક્રુરતાથી કુંઠીત કરી દેવાઈ હશે. ક્યા કારણો આગળ રખાઈને તેમને પથ્થર બનાવી દેવાયા હશે .
હું દુઃખી છું કારણ મારી મેક્સિકન ફ્રેન્ડ મારિયા તેના ભાઈને યાદ કરીને મારી સામે બહુ રડી હતી ,જે 14 વર્ષ પહેલા અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં 11મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરો પર થયેલા ભયંકર ત્રાસવાદી હુમલામાં માર્યો ગયો હતો. આ ટેરેરીસ્ટ હુમલામાં ન્યુયોર્કના 110 માળના ટવીન ટાવરને તોડી પડાયા હતા . અહી કેટલાય પોલીસ ઓફિસર અને સિક્યોરીટી ગાર્ડ સાથે 343 ફાયર ફાઈટરે બીજાઓ ને બચાવતા પોતાના જીવ ખોયા હતા જેમાં મારિયાનો ભાઈ પણ શામેલ હતો .અને કેટલાક ગેસના ધુમાળાને કારણે અનેક રોગોના શિકાર બન્યા હતા. આજે પણ જ્યારે તેમની કામ અને દેશ પ્રત્યેની વફાદારી યાદ આવે છે તો મનોમન સલામ ભરી દેવાય છે .
24 વર્ષના ડેનિયલને ન્યુયોર્ક સિટીમાં ફાયર ફાઈટરની જોબ મળ્યાને માંડ વર્ષ પૂરું થયું હતું ,તેનો એક વર્ષનો દીકરો અને પત્ની સાથે બહુ ખુશ એવો ડેનિયલ ક્યારેક મારી ફ્રેન્ડને મળવા આવતો ત્યારે મને પણ અચૂક હાઈ કહેતો . ન્યુયોર્કમાં થયેલી આ દુર્ધટનામાં તેને સોપવામાં આવેલી જવાબદારીને પૂરી કરવામાં તે તેની જાતને ભૂલી ગયો હશે, ત્યાં ફસાએલા લોકોને બચાવવા તેની ટુકડી છેક 65 મા માળ સુધી પહોચી ગઈ હતી , લોકોને બહાર કાઢવા જતા કેટલાક ફાયર ફાઈટર ત્યાં ફસાઈ ગયા અને શહીદોમાં તેમનું નામ લખાવી ગયા .
આ હુમલામાં કેટલાય ભાઈ અને બહેન કે તેમના સગા વહાલાઓ એ પોતાનો જાન ગુમાવ્યો હશે તે વાત યાદ આવતા કંપી જવાય છે, વિશ્વના કોઈ પણ ખૂણે આવા અમાનવીય કૃત્યો થયા છે ત્યારે પેલા દુઃખી સ્વજનો ના દુઃખો ઉભરાઈ આવે છે .
મારિયાના કહ્યા મુજબ તેના ભાઈ સાથે કામ કરતો તેના જેવો બીજો યુવાન ગેરી જે થોડા સમય પહેલા કેન્સરમાં મૃત્યુ પામ્યો ,જેના લંગ્સમાં ત્યારે ઝેરી ધુમાડો ભરાઈ ગયો હશે અને તેના પરિણામ સ્વરૂપે તે કેટલીય દવાઓ અને કિમોથેરાપીની પીડા સહન કરતા ચાર વર્ષ રીબાયો હતો. આવા તો કેટલાય દાખલા જાણ્યા અજાણ્યા ઘરબાઈ ચુક્યા હશે .
પપ્પા તમે કહેલી ઇન્ડીયાની વાત , જેમાં 2008માં 26-11નાં ત્રાસવાદી હુમલામાં તાજ હોટેલને પણ નિશાન બનાવી 60 કલાક સુધી કબજામાં રાખી હતી , તે યાદ આવી ગઈ.
પપ્પા, પેરિસના આ હુમલાને પ્રત્યક્ષ નિહાળનાર ના જણાવ્યાનુસાર, હુમલાખોરો એમ કહેતા હતા કે સિરિયામાં આઇએસના ત્રાસવાદીઓ પર થયેલા હુમલા ના વિરોધમાં તેમણે આ હુમલો કર્યો છે. સીરિયામાં છેલ્લા ચાર વર્ષથી આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે તેમાય હાલ ભરબજારે થયેલા એક હવાઈ હુમલામાં ૨૩ લોકો માર્યા ગયા હતા. જેમાં મૃત્યુ પામનાર મોટાભાગના સામાન્ય નાગરિકો હતા , અને આવા કૃત્યોના બદલામાં સીરિયાના ત્રાસવાદીઓ એ બદલ સ્વરૂપે આવું કૃત્ય કર્યું હતું. ખૂન નો બદલો ખૂન એ કયાનો ન્યાય રહ્યો ?
થોડા સમય પહેલા પાકિસ્તાનમાં પેશાવરની આર્મી સ્કુલમાં થયેલા આતંકી હુમલામાં 124 જેટલા નિર્દોષ બાળકોને બેરહેમી થી મોતને ઘાટ ઉતાર્યા હતા તે વખતે 160 થી પણ લોકો મૃત્યુ પામ્યા હતા ,વિષે પણ પૂરો ખ્યાલ નથી તેવા વિચારવા જેવી વાત છે કે જેમને હજુ દુનિયાદારી વિશે કોઈ ખ્યાલ નથી તેવા બાળકોને આવી લડાઈઓમાં કેમ ઘસેડવામાં આવે છે.
ભારત હોય કે પાકિસ્તાન ,અમેરિકા હોય કે જાપાન કે પેરીસ નિર્દોષ લોકોના જાન બધેજ એક સરખા કીમતી હોય છે .અત્યારની આ પરિસ્થિતિ ખરેખર નિંદનીય છે
“કોણે કોનો બદલો પૂરો કર્યો કે હરાવ્યા તે મહત્વનું નથી, બસ હું તો એજ વિચારે દુઃખી થાઉં છું કે આમાં થયેલા નરસંહાર થી નિર્દોષ પ્રજાને કેટલું ભોગવવું પડ્યું છે . આ આતંક એટલે કે ભય,જે આયોજન પૂર્વક ઉભો કરાય છે. તેમની માટે કોઈ કાયદો નથી કોઈ શાંતિ વસ્તુ નથી ,તેમની માટે સત્તા અને પાવર એજ મહત્વનું છે અને તે મેળવવા તેઓ હજારો નિર્દોષ લોકોની બલી ચડાવે છે , ક્યારેક વધારે પડતી જો હુકમી પણ ત્રાસવાદને જન્મ આપે છે તે પણ આપણે યાદ રાખવું જ રહ્યું” .
બસ હવે લોક જાગૃતિ જ આનો એક માત્ર ઉકેલ છે ” પપ્પા કોણ જાણે આજે મન દુઃખી છે તો હું આ સાથે મારો પત્ર અહી પૂરો કરું છું તમારી વ્હાલી દીકરી ના પ્રણામ ..નેહા
rabhiyaan@gmail.com
રેખા વિનોદ પટેલ ( યુએસએ)
Rajul Kaushik
November 25, 2015 at 8:47 pm
🙏🏼🙏🏼