RSS

રક્તદાન શિબિર ” ‘‘ગીવ બ્‍લડ ગીવ લાઈફ”

26 Oct
FullSizeRender
પ્રિય વાસુભાઇ
આજે તમારા ગમતા વિષય ઉપર વાત કહેવા મેઈલ કરું છું.સુભાષચન્દ્ર બોઝે આપેલું “તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા ” જે આગળ જતા તમારી માટે  ‘‘ગીવ બ્‍લડ એન્ડ ગીવ લાઈફ” બની ગયું હતું.
કારણ હતું એક બાઈક અકસ્માતમાં તમને જ્યારે લોહીની તાત્કાલિક જરૂરીયાત પડી હતી ત્યારે તમને અપાયેલુ બ્લડ. એ એ બાદ તમે હવે ઇન્ડીયામાં યોજાતા બ્લડ કેમ્પમાં અવારનવાર  બ્લડ આપવા જાઓ છો . બસ આજ ઘટનાનું પુનરાવર્તન હમણાં મારી સામે થયું .

ભાઈ તમે કહેતા લોહી આપણા માનવ જીવનનું એક જરૂરી અણમોલ પ્રવાહી છે. લોહીનું એક ટીપું પણ માનવજીવન બચાવે છે ,આ વાત પણ સાવ સાચી છે.  કોઈ પણ અકસ્માત કે સારવાર દરમિયાન આપણા શરીરને લોહીની પ્રથમ આવશ્યકતા પડે છે. અત્‍યારની ખર્ચાળ મેડીકલ સર્વિસમાં દર્દીને લોહીની જરૂરીયાત વખતે વારંવાર મુશ્‍કેલી અને વધારાનો ખર્ચ ભોગવવો પડે છે. આ લોહી એક એવી વસ્તુ છે જે નાત-જાત ઉંચનીચ જોયા વિના જેનાં શરીરમાં જરૂરીયાત સમયે પ્રવેશે છે

આ વાત ને બરાબર સમજી અને પચાવી ચુકેલા મૂળ ગુજરાતના ભાદરણ ગામના વતની અરવિંદભાઈ ભટ્ટ જેમણે હાલ ન્યુ જર્સીના વેન ખાતે આવેલ ઇન્ડિયન કલ્ચર સોસાયટીમાં બ્લડ કેમ્પનાં આયોજનથી સાબિત કરી બતાવી . તેઓ છેલ્લા 32 વર્ષો થી અમેરિકા સ્થિત થયેલા છે છતા પણ અરવિંદભાઈએ ભારતીય વિચારોને અને માનવતાને હજુ પણ મન થી જીવંત રાખેલ છે.

2014માં આવી પડેલી એક બીમારીમાં સારવાર દરમિયાન ન્યુજર્સીની હેકેન્સક હોસ્પીટલ માંથી તેમને સારી માત્રામાં બ્લડ લેવાની જરૂર પડી હતી. આવા કપરા સમયમાં હોસ્પિટલ તરફથી મળેલા સહકારને મદદને યાદ રાખી , આજે  તંદુરસ્તી પાછી મળતા તેમણે સમાજ અને હોસ્પીટલનું ઋણ સમજી  બ્લડ ડ્રાઈવ કેમ્પનું આયોજન કર્યું હતું.

જ્યાં 200થી પણ વધુ માણસો એકત્રિત થયા હતા ,અહી આવેલા માણસો માત્ર ગુજરાતી કે ઇન્ડિયન નહોતા ,આવા ભગીરથ કાર્યમાં ભાગ લેવા અમેરિકન, મેક્સિકન અને આફ્રિકન અમેરિકન પણ હતા.  “જે બતાવે છે માનવતાને કોઈ રંગભેદ કે નાતજાત ભેદ હોતો નથી બરાબર લોહીના એક સમાન લાલ રંગની માફક ” .  56 ડોનર પોતાનું બ્લડ ડોનેટ કરી આ પ્રસંગને સફળ કર્યો હતો.  આ ડોનર્સ ને કારણે 47 યુનિટ બ્લડ એકઠું કરાયું હતું જેમાં થી આસરે 135 જેટલા પેશન્ટ્સ ને આનો લાભ થઈ શકે તેમ છે અને આ બધું એકત્રિત કરેલ બ્લડ , ન્યુજર્સી બ્લડ બેન્કને સોપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ન્યુ જર્સી બ્લડ બેન્કનું યોગદાન મહત્વ પૂર્ણ હતું.

અમેરિકામાં સ્વામીનારાયણ મંદિરમાં અને બીજી અલગ અલગ સંસ્થાઓ દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સ ના હોય તેવા વ્યક્તિઓ માટે ખાસ મેડિલક કેમ્પ યોજાય છે. જ્યાં બ્‍લડ ટેસ્‍ટ, બ્‍લડ પ્રેસર થી લઇ આંખ, દાંતની ચકાસણી કરવામાં આવે છે સાથે સાથે કેટલીક જગ્યાઓ ઉપર આવા કેમ્પમાં, EKG, કાર્ડીયોલોજીસ્‍ટ, ન્‍યુરોલોજીસ્‍ટ,પ્રોસ્‍ટેટ કેન્‍સર, બ્રેસ્‍ટ કેન્‍સર, ફીઝીકલ થેરાપી, ની સારવાર વિના મુલ્યે અપાય છે .
અહી સેવા આપતા વોલન્‍ટીયર્સ , ડોક્ટર્સ અને તેમના આસીસ્‍ટન્‍ટસ ખડેપગે રહે છે. જ્યાં દેશી વિદેશી ખ્યાતનામ ડોકટરો સ્વેચ્છાએ આવીને મફત સેવા આપે છે , બાકી આ દેશમાં મેડીકલ સેવા બહુ મોંઘી છે. અહી સામાન્ય એક બ્લડ ટેસ્ટનો ખર્ચ પણ આપણા રુપયામાં  ત્રણ હજાર જેટલો થાય છે.  સામાન્ય ઇન્કમ કે વડીલો માટે આવા કેમ્પ આશીર્વાદ જેવા લાગે છે. ક્યારેક આવી પડેલી મોટી બીમારીમાં આવી સંસ્થાઓ ડોલર્સ એકત્રિત કરી જે તે દર્દીને યોગ્ય સારવાર અપાવવામાં મદદ પણ કરે છે .
 આ બધું જોતા હમેશા થાય છે કે “માનવતા હજુ પણ જીવંત છે ,અને આપણે બસ આજ ભાવનાને આપણા મહી સદા જીવંત રાખવી જોઈએ ” “આવા કામમાં રેડક્રોસ નું મહત્વ આંકીયે તેટલું ઓછું છે . જ્યાં સુધી ર્હદયમાં કરુણા હશે ત્યાં સુધી આવા સેવા યજ્ઞો ચાલતાં રહેવાના ,જરૂરી છે કે આપણે પણ આવા માનવતાના ભગીરથ કાર્યોમાં શક્ય એટલો સાથ આપવા પ્રયત્ન કરીએ”
ભાઈ “એક હાથ લેવું અને એક હાથ દેવું ” નો આ નિયમ જો આપણે સહુ રાખીએ તો સમાજ પાસે થી મળતી બધી સુવિધાને ઓછા વત્તા અંશે જરૂરીયાત વાળાને પાછી અર્પી સમાજનું ઋણ ઓછા વત્તા અંશે ચૂકવી શકીએ .  હું પણ માનું છું આ એક ઉમદા કાર્ય છે જેમાં શક્ય એટલો સાથ આપવો જોઈએ , બસ આ માટે ઘન સાથે મન અને વિચારોને ખુલ્લા રાખવા જરૂરી બને છે. ” એક વ્‍યકિતના ર્‌કતદાનથી ૩ વ્‍યકિતની જીંદગી બચાવી શકાય છે”.  …ભાઈ હું હવે રજા લઈશ .  નેહાના પ્રણામ.  rabhiyaan@gmail.com
રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુએસએ )
Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: