માતાજીની સ્તુતી :
નવ ગ્રહો અને નવે દિશા મહી તારો જય જયકાર છે.
આઘ્ય શક્તિ મા જગદંબા તારો મહિમા અપરંપાર છે
મા તારો જય જયકાર છે…..
કાને કુંડલ હાથે કડલાં ડોકમાં શોભે નવલખાં હાર રે
સુરજ ચમકતો ભાલે,તારી ચુંદડીએ તારલા હજાર છે
મા તારો જય જયકાર છે…..
તુજ થકી મા જગનું સર્જન,ક્રોધે આવી કરે વિસર્જન
ભક્તિ શક્તિ મા તારું દર્પણ તું જગની તારણહાર છે.
મા તારો જય જયકાર છે…..
તું દુર્ગા છે તું મહાકાલી, મા તુ ગબ્બર વાળી માડી રે.
તુજ થકી આભે અજવાળાં મહામાયા એ પાલનહાર છે.
મા તારો જય જયકાર છે…..
ભક્તિ ભાવનું તારું દર્શન સર્વ જન્મો કેરા પાપ નિવારે
દેવ દાનવ તારે શરણે, તુજ પર આ જગનો ભાર છે.
મા તારો જય જયકાર છે…..
-રેખા પટેલ(વિનોદિની)