RSS

“અમેરિકાના વિકેન્ડ ગરબા”

20 Oct

garba

વ્હાલી સખી હેમા ,

નવરાત્રી આવે અને તું યાદ આવે નહિ તેમ કેમ બને! આ નવ દિવસો આપણે આખી રાત ગરબે ઘૂમતા હતા.છેક સવારે વહેલી પરોઢિયે ઘરે પાછાં આવતા અને ત્યારે તો આ દિવસોમાં સ્કુલમાં પણ રજાઓ પાડી દેતા. ત્યારે કેટલી બિનઘાસ્ત લાઈફ હતી!
તહેવારો તો અત્યારે પણ એના એજ છે પણ હા ! તેની મઝા બદલાઈ છે , કહેવાય છે ને કે”  જીંદગી એની એજ પણ સમય સાથે જીવન જીવવાની કળા બદલાય છે “
 આપણાં દેશમાં દસ દિવસ સળંગ ચાલતો ઉત્સવ અહી અમેરિકામાં આ એક મહિનો ચાલતો તહેવાર બની જાય છે ,કારણ અહી આખા વિક દરમિયાન કામમાં બીઝી રહેતા લોકો મોટા ભાગે  વિકેન્ડ માં જ રાત્રે વધારે પ્રમાણમાં ભેગા થઇ શકે છે ,તેથી રાત્રે રમાતા આ ગરબા ઉત્સવમાં મોડી રાત સુધી ગરબા રમી શકે તે હેતુ થી અહી શુક્ર ,શની અને રવિવાર કરીને ત્રણ વિક નવરાત્રી ચાલતી હોય છે.
સખી હું તને અહી ચાલતા નવરાત્રી ફેસ્ટીવલ વિશે જણાવું તો , જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં બધેજ ગુજરાત બની રહે છે , પછી ખાણીપીણી ની વાત હોય કે પહેરવેશ અને ફેસ્ટીવલ ની વાત હોય બધેજ ગુજરાતની છાપ અમીટ મળી રહે છે.

 ઇન્ડીયામાં તો સામાન્ય રીતે માતાજીના મંદિર માં કે શેરીમાં ગરબા થતા ,હવે ત્યાં પણ મોટા હોલમાં ગરબા રમાય છે , બસ અહી પણ આવુજ કંઈક છે.અમેરિકામાં મોટે ભાગે ગરબા ઇન્ડોર એર-કન્ડીશન હોલમાં કાર્પેટ ઉપર કે સ્કુલના ઈન્ડોર બાસ્કેટબોલ ના મોટા હોલમાં વુડન ફ્લોર ઉપર થતા હોય છે ,આથી ગરબા રમવામાં બહુ સરળતા રહે છે ,પગમાં ધૂળ કે કાંકરા વાગતાં નથી વધારામાં ગરમી પણ લાગે નહિ આથી મને અહી ગરબા રમવા બહુ ગમે છે . અહી ગરબાનો સમય બહુ લીમીટેડ અવર્સમાં રાખવામાં આવે છે. બાકી મંદિરમાં માતાજીના ગરબાને ભાવિકો ત્યાંની જેમ નવ દિવસ પણ કરતા હોય છે.

ડેલાવર સ્ટેટમાં વિકેન્ડમાં કરીને પાંચ ,છ દિવસ ગરબા થાય છે  . અને ગરબાનો સમય 10 થી રાત્રીના 1 વાગ્યા સુધીનો નક્કી કર્યા પ્રમાણે નો રખાય છે .સામાન્ય રીતે અહી ચાલતું ગુજરાતી સમાજનું ગ્રુપ ગરબાની વધી વ્યવસ્થા હોંશભેર સ્વીકારે છે,  લગભગ ત્રણ ચાર દિવસના સ્પોન્સર કરનાર અલગ અલગ વ્યવસાયના ગ્રુપ જેમકે મોટેલ ગ્રુપ, લીકર ગ્રુપ કે ડંકીન ડોનટ ગ્રુપ વગેરે મળી આવે છે. તો આ વખતે એન્ટ્રી મફત રાખવામાં આવે છે ,  બાકીના દિવસોમાં સાવ ઓછી કિંમતની એન્ટ્રી ફી રાખવામાં આવે છે. આપણા દેશની જેમ અહી પાસ સિસ્ટમ રખાતી નથી, અહી આવનારા બધાજ સરખા ગણીને દરેકે ફી ચૂકવવી પડે છે.અમારું આ સ્ટેટ નાનું છે માટે કોમ્યુનીટી મજબુત છે . બાકી મોટા સ્ટેટમાં તો ગરબા મોટા હોલ કે ટેન્ટ બનાવી તેમાં થતા હોય છે . જ્યાં એન્ટ્રી ફી પણ અહીની કમ્પેરમાં ડબલ હોય છે , પછી પાર્કિંગ ના ડોલર્સ અલગ થયા છતા પણ ગરબાના શોખીન એક પણ દિવસ ગરબે ઘૂમવાનું ચુકતા નથી . કોઈક જગ્યાએ સળંગ ગોળ ગરબા રચાય છે તો કોઈક જગ્યાએ અલગ અલગ ગ્રુપ બનાવી લોકો લોકો તેમાં આગવી સ્ટાઈલ માં ગરબે ધૂમતા જોવા મળે છે.
નવરાત્રીના સમયે ખાસ ઇન્ડીયાથી ખ્યાતનામ ગરબા ગાયકોને અહી બોલાવાય છે અને તેમના ગીત સંગીત ઉપર ધૂમતા ગુજરાતીઓ સાથે નોન ગુજરાતીઓ કોઈ પણ એ રીતે ઝૂમતા જોવા મળે છે કે કોઈ કહી પણ શકે નહિ કે આમાં થી કેટલાકે તો ગુજરાત કે દેશ જોયો પણ નથી.

હેમા , હવે તો અહી દિનપ્રતિદિન ગરબામાં અમેરિકન યુવાન યુવતીઓની સંખ્યા પણ વધતી જાય છે , આ દિવસોમાં મારી દીકરી રીનીની  ફ્રેન્ડ એમલી સાંજથી મારા ઘરે આવી જાય છે અને રીનીના પહેરેલા ચણીયા ચોરી પણ પ્રેમ થી પહેરે ,અને મારી પાસે તેના સોનેરી વાળને સરસ ચોટલામાં ગુંથાવવા બેસી જાય. ત્યારે મને લાગે મારે બે નહિ પણ ત્રણ દીકરીઓ છે . સ્કુલ કોલજમાં મિત્રોની સાથે તેમના અમેરિકન મિત્રોને ગરબામાં ચણીયા ચોળી પહેરી સરસ ઘૂમતા જોઈયે ત્યારે થાય કે માત્ર રંગ અને રૂપને બાદ કરતા અમેરિકન અને ઇન્ડિયન માં કોઈ ઝાઝો ફર્ક દેખાતો નથી.
કેટલાક ગરબાના શોખીન તો આ દિવસ માટે શરીર ઉપર ખાસ ટેમ્પરરી ટેટું બનાવડાવે છે તો કેટલાક અસ્સલ કાઠીયાવાડી સ્ટાઈલના કપડા ઇન્ડીયાથી મંગાવે છે.. ગરબાના ઓર્ગેનાઈઝર પણ  બેસ્ટ ડ્રેસિંગ અને બેસ્ટ ગરબા સ્ટાઈલ નાં એવોર્ડ રાખતા હોય છે જેના કારણે ગરબાની રંગત કઈક ઓર જામતી હોય છે..
ખાસ નોઘવા જેવી બાબત છે અહી ન્યુ જર્સીના ,જર્સી સીટીમાં ગરબા ઇન્ડિયન સ્ટ્રીટમાં રસ્તા ઉપર થાય છે. આખો દિવસ ટ્રાફિક થી ધમધમતી આ સ્ટ્રીટ ને રાત્રે બંધ કરી દેવાય છે અને ત્યાં ગરબામાં ઘૂમતા ખેલૈયાના રાઉન્ડ જાણે રંગીન રૂપાળો યુવાન દરિયો લહેરાતો જતો હોય તેમ લાગે છે.
જગ્યા જગ્યા ઉપર ખાણી પીણીના સ્ટોલ મુકાય છે , અહી કેટલાક સેવાભાવી લોકો મફત પાણીના સ્ટોલ રાખતા હોય છે .  હવે રોડ ઉપર ગરબા ધૂમતા હોઈએ એટલે પગમાં કાંકરા પણ વાગે ત્યારે લાગે કે આપણે દેશમાં શેરી ગરબામાં ધુમી રહ્યા છીએ , જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં તેઓ મીની ગુજરાત ઉભું કરી દેતા હોય છે.
આખો દિવસ કામ કરીને આવ્યા હોય છતાય રાત્રે ગરબામાં ઘૂમવાનો તેમનો ઉત્સાહ જોઇને લાગે છે કે ” અમેરિકી તહેવાર હોય કે ભારતીય તહેવાર બસ તેમને બહાનું જોઈએ ઉજવણી માટેનું .
“સાચું કહુ સખી, દેશ અને દેશની યાદોને જીવંત રાખવા આવા તહેવારોનું બહુ મહત્વ છે ” ચાલ હવે બાકીની વાતો ફરી કરીશું.. નેહાની મીઠી યાદ  rabhiyaan@gmail.com
રેખા વિનોદ પટેલ  (યુએસએ
 

One response to ““અમેરિકાના વિકેન્ડ ગરબા”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: