RSS

“સજા બની બ્રેન યોગાની સારવાર”

12 Oct

p

વ્હાલા દાદુ પ્રણામ ,
દાદુ ,તમારું પ્રાણાયમ કેમ ચાલે છે ? તમને પણ જાણીને આનંદ થશે કે તમારા શીખવ્યા પ્રમાણે  હું પણ અહી સમય મળે ત્યારે યોગા અચૂક કરી લઉં છું ,અને સાથે સાથે તમને યાદ પણ કરું છું , કારણ તમે નાનપણ થી અમને પ્રાણાયામ નાં ફાયદા ગણાવતા હતા જેમાં તમે અચૂક કહેતા કે દીકરા પ્રાણાયામ કરવા થી બુદ્ધિ શક્તિ સતેજ થાય છે વિચારોમાં સ્થિરતા આવે છે અને તેના પરિણામે તું સરસ રીતે એકાગ્ર ચિત્તે વાંચી શકીશ.

અમે નાના હતા ત્યાર થી તમે અમને કહેતા “દીકરા અઠવાડીયે એક ઉપવાસ જરૂર કરો , આ  શરીર સાથે હૃદય શુદ્ધિ માટેનું એક આધ્યાત્મિક સાધન છે ” આત્મિક કેળવણી,માટે  સવારમાં શાંતિ પાઠ જરૂરી છે તેજ રીતે શરીરની કેળવણી માટે શરીરની કસરત જરૂરી છે ,હા જેને આજે અમે યોગા કહીયે છીએ.
ત્યારે તો તમારી વાત અમે રમતમાં લઇ લેતા છતાં તમારી ઈચ્છાને માન આપી તમે શીખવતા તેમ કરતા હતા.  પણ આજે તે વાત વૈજ્ઞાનિક રીતે સત્ય પણ પુરવાર થઈ છે . અહી અમેરિકામાં આવતી ન્યુઝ ચેનલ CBS ઉપર હમણા આવેલા ન્યુઝ પ્રમાણે હું તમને જણાવું તો હાલ બ્રેન યોગા બહુ પ્રચલિત થયા છે જેમાં જેમાં જમણા હાથને ડાબા કાનની બુટ અને ડાબા હાથને જમણા કાનની બુટ ને પકડીને ઉભડક ઉઠબેસ કરવાની હોય છે. આ યોગા એકસરસાઈઝ રોજ 3 મિનીટ કરવાની છે .
હા પહેલા તો આજોઈ મને હસવું આવી ગયું કે અમે જ્યારે નાના હતા ત્યારે પ્રાથમિક શાળામાં ટીચર અમને કોઈ પણ ખોટા કામ કે તોફાનના બદલામાં આવીજ શિક્ષા કરતા હતા જેને આપણે કાન પકડીને ઉઠબેસ કરવાની સજા કહેતા હતા .  પછી તેના ફાયદા વિસ્તાર થી સમજ્યા સાંભળ્યા ત્યારે તે વખતે  શિક્ષકો સાથે તમને યાદ કર્યા .દાદુ ,આ એકસરસાઈઝ ને બ્રેન યોગા નામ આપવામાં આવ્યું છે. ન્યુરો મેડિલક હોસ્પિટલ ,ઓક્યુપેશનલ થેરાપીસ્ટ , સ્કૂલમાં અને ઓટીઝમ ની સારવાર અપાતા બાળકો ઉપર સારવાર તરીકે હવે આ બ્રેન યોગાનો ઉપયોગ કરાવાય છે . તેઓનું કહેવું છે કે આના કારણે પેશન્ટની યાદ શક્તિમાં નોધપાત્ર વધારો જોવા મળે છે ,કાયમ કરતા આ યોગાને કારણે અલ્ઝાઈમર જેવી લાઈલાજ બ્રેઈનની બીમારી થી દુર રહી શકાય છે.  પહેલી નજરે જે વાત જોઈ વીચારી હસવું આવે છે કે જુના વખતમાં ગણાતી સજા આજે સારવાર બનીને સામે આવી છે.

“યોગ ધર્મ,અને અંધવિશ્વાસથી ઉપર એક સરળ વિજ્ઞાન અને પ્રાયોગિક વિજ્ઞાન છે. આ અમીર ગરીબ, વૃદ્ધ- યુવાન દરેકને પરવડી શકે તેમ છે બસ આની માટે માત્ર થોડા સમયની જરૂરીયાત છે.  “
યોગથી ઘણા ફાયદા થાય છે આ વાત હવે પશ્ચિમના દેશો પણ સ્વીકારે છે જેના પરિણામે તાજેતરમાં યુનો  એ દર વર્ષે ૨૭ સપ્‍ટેમ્‍બરે ને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ ‘ જાહેર કરવામાં આવ્યો છે.
આવે તે માટે ‘ યુનો’ માં ભારત તરફથી પહેલ કરવામાં આવી હતી અને ધીરેધીરે વિશ્વના મોટાભાગના દેશોએ તેને સમર્થન આપ્‍યું હતું.જે આપણી માટે ગર્વની વાત છે. યોગ એક એવી વ્‍યાયામ પદ્ધતિ છે,માટે સાધનોની જરૂર પડતી નથી કે વધારાનો કોઈ ખર્ચ માથે પડતો નથી. અને થતા કાયમી ફાયદાને કારણે હવે સમાજમાં યોગને જીવનનો ભાગ બનાવનાર ની સંખ્‍યા નિયમિત રીતે વધી રહી છે. અત્યારે અમેરિકામાં ઠેરઠેર યોગા કલાસીસ ચલાવાય છે અને ઘાર્યા કરતા આવા ક્લાસીસને બહુ રીસ્પોસ મળવા લાગ્યો છે ,જે બતાવે છે કે આપણું હજારો વર્ષ જુનું આ યોગ વિજ્ઞાન ઘણું અસરકારક હતું
આજની  દોડધામ ભર્યા જીવનમાં સહુને યુગમાં સવારથી સાંજ સુધી ચિંતા ટેન્શન રહેતી હોય છે પરિણામે શારીરિક અને માનસિક બિમારીઓ થઈ જાય છે. આવા સમયમાં સમય મળે જો માં થોડીક યૌગીક ક્રિયાઓ જેમકે , પ્રાણાયમ, ડીપ બ્રિધીંગ, સવાસન, હાસ્ય યોગા કે થોડા પદ્ધતિસર યોગાના સ્ટ્રેચિંગ આસન કરવામાં આવે તો શરીર સાથે મન પણ પ્રફુલ્લિત રહે છે.  વધારે ખુશી થશે કે હવે અહી અમેરિકામાં પ્રાઈવેટ પ્રી-સ્કૂલ અને સ્કૂલમાં સ્પેશ્યલ યોગા ક્લાસ શરુ કરાવાય છે , જ્યાં બાળકોને નાનપણ થી સ્વસ્થ મન અને તન રાખતા શીખવવામાં આવે છે . આને કારણે આવી સ્કુલોમાં આવનાર બાળકોની સંખ્યા ઉત્તરો ઉત્તર વધતી રહે છે. હવે પ્રેગનેન્ટ વુમનને પણ યોગા સેન્ટરમાં ખાસ યોગા કરાવાય છે જેને કારણે મા અને આવનાર બાળક બંને તંદુરસ્ત રહે .
 સવારમાં કરવામાં આવતું “અનુલોમ વિલોમ” જે  ઘણા બધા શારીરિક અને માનસીક રોગોને કંટ્રોલમાં લાવી શકે છે ,મારી સહુથી પ્રિય યોગ ક્રિયા છે ,હાસ્ય યોગ જે સાવ સહજ અને બાળક જેવી સરળ પ્રક્રિયા છે. આને માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછુ એક વખત દિલ ખોલીને મુક્ત મને હસવું પડે છે , આમ કરવાથી દિવસભરની ચિંતા તણાવ અને દૂર થઈ જાય છે. બસ તો દાદુ હું હવે રજા લઈશ ફરીથી તમને ગાંધી જયંતીની શુભકામના  …….  નેહાના પ્રણામ સ્વીકારજો
રેખા વિનોદ પટેલ, (યુએસએ )
Advertisements
 

One response to ““સજા બની બ્રેન યોગાની સારવાર”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: