વ્હાલા મુકતા માસી ,
કેમ છો ? જાણું છું આજકાલ તમે બીઝી હશો કારણ આખો શ્રાવણ મહિનો તમારી માટે ઉત્સવના દિવસો છે. હું નાનપણ થી તમને આ દિવસોમાં આવતા બધાજ ધાર્મિક તહેવારોને ભાવથી ઉજવતા જોતી આવી છું , ત્યારે પણ હું વિચારતી હતી કે કોઈ પણ ભાવ કેળવવા શ્રધ્ધા બહુ જરૂરી છે અને આજે તમને આ પત્ર બે પ્રકારના ભાવ સાથે લખી રહી છું . હવે તમે નક્કી કરજો કે શ્રધ્ધા કેટલા અંશે યોગ્ય લાગે ? હું તો માનું છું વધારે પડતી શ્રધ્ધાને અશ્રધ્ધા નું છોગું પહેરતા વાર નથી લાગતી .
ન્યુ જર્શી એડીશનમાં ઓક્ટ્રી રોડ નામની જગ્યા છે જ્યાં આપણાં ભારતીયો ની સંખ્યા ઘણી વધારે છે જેથી આ જગ્યાને મીની ગુજરાત પણ કહેવામ આવે છે . અહી આ બીજું વર્ષ છે જ્યાં ભગવાન ગણેશજી નો જન્મ દિવસ ભારે દબદબાપૂર્વક ઉજવવામાં આવ્યો છે ,આ ઉત્સવ પાંચ દિવસ માટે કરવામાં આવ્યો છે ,અહી આશરે 1,00,000 લોકો આવે તેવી શક્યતાઓ બતાવાય છે ,જ્યાં ગણપતિ દાદાની 14 ફૂટ ઉંચી વન પીસ પ્રતિમા છેક મુંબઈ થી સ્ટીમર માં લાવવામાં આવી છે અને વધારામાં અહીનો પ્રસાદ પણ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર માંથી આવ્યો છે. અહી ભગવાન માટે બનાવાએલ લાડુનું વજન 1000 પાઉન્ડ હતું . આ બધુ ભક્તજનોને આકર્ષે છે અને ભાવિકોના ટોળે ટોળા ઉમટી પડે છે.
આવનારા લોકોના મનોરંજન માટે અહી સંગીત અને નૃત્યના પ્રોગ્રામ પણ બનાવાએલા સ્ટેજ ઉપર રાખવામાં આવે છે. આ વખતનું મુખ્ય આકર્ષણ હતું ઝી ટીવી દ્વારા આમંત્રિત કરાએલા બોલીવુડ સ્ટાર અનીલ કપુરજી , જેમણે તેમના ડાયલોગ અને વાર્તાલાપ થી લોકોને મનોરંજન પૂરું પાડયું હતું.
આવા પ્રોગ્રામને કારણે ક્યારેક અહી રહેતા આપણા દેશી અને વિદેશી રહેવાસીયો ને અડચણ પણ નડતી હોય છે , ટ્રાફિક જામ થઇ જાય અને વધારામાં થતા શોર બકોરને કારણે તેમની તકલીફ વધી જતી હોય છે છતાં પણ ભગવાનનું કામ છે કહી તેઓ ચુપ રહેતા હોય છે, માસી આ બધું બરાબર છે ખુશ રહેવું અને રાખવું એ જીવનનો મંત્ર છે પણ આ બધું અંધશ્રધ્ધા નાં બની જાય તે જોવાનું કામ પણ આપણું છે
હું જાણું છું તમને આ સાંભળી આનંદ થયો હશે, તમારા શ્રધ્ધા ભાવથી આ યોગ્ય છે પરંતુ તહેવારો ની ઉજવણી પાછળ થતા વધારાના ખર્ચને જો યોગ્ય જગ્યાએ વાપરવામાં આવે તો ઘણું પુણ્ય નું કામ થઈ શકે છે . આ વાત સહુ સમજતા જાણતા હોવા છતાં ઉત્સાહ અને આનંદમાં આ બધું ભૂલી દરેક પ્રસંગોને યાદગાર બનાવવા પ્રયત્નશીલ રહે છે. ચલો સારું છે કે એકધારી ચાલતી જીવનની ઘરેડમાં અહી બધા આ રીતે બદલાવ લાવી ખુશ રહે છે
અહી એવા પણ કેટલાક લોકોને હું જાણું છું જે દરેક તહેવારમાં ખર્ચ ઉપર કાપ મુકીને જે તે ડોલર માનવતાના કાર્યમાં વાપરે છે .
One response to “” ફેસ્ટીવલ ઓફ ગણેશા”