ચાંદની રાતમાં ,
ઝીલનું બધુજ પાણી ચાંદી થઇ વહેતું હતું
મહી એક નાવ બે જણને લઇ તરતી હતી.
” જોને આભે ચાંદ તારું રૂપ જોઇને જલે છે ”
“ના ચાંદ પુરુષ છે એ તારું સુખ જોઇને જલે છે”
એક મુક્ત હાસ્ય પડઘાઈ ગયું
જંગલી ફૂલોની મહેક લઈને આવતો પવન,
એ હાસ્યને દુર દુર ફેલાવી ગયો……
વહેણ વધતું રહ્યું, વાતોમાં નાવ ઘપતી રહી.
રાત પૂરી થવાની રાહ જોતો ચાંદ જલતો રહ્યો.
જલનની પરીકાષ્ઠાએ તેણે કાળી વાદળી ઓઢી લીધી,
નાવ ફંટાઈ ગઈ અને ઘુમરીમાં ફસાઈ ગઈ
ના રૂપ રહ્યું ના સુખ રહ્યું ,
ઉગ્યો સુરજ, ના ચાંદ રહ્યો……
એક અંતરની જલન થકી સઘળું વિલીન થયું
એક અંતરની જલન થકી સઘળું વિલીન થયું
રેખા પટેલ (વિનોદિની)