RSS

“જિંદગી જીવતા શીખવું જરૂરી છે’

10 Sep

unnamedsasa

પ્રિય મોટાભાઈ , નમસ્કાર ,
હું જાણું છું તમે મારાથી નારાજ હશો પણ આજકાલ બાળકો સાથે થોડી બીઝી હતી કારણ અહી હવે સમર વેકેશન પૂરું થવા આવ્યું તો તેમનું સ્કુલ શોપિંગ સાથે ડોક્ટરની એપોઈમેન્ટ વગેરે સ્કુલ ઓપન થાય તે પહેલા અમારે બધું પતાવવાનું હોય.સ્કુલ શરુ થતાની સાથે પૂરું કરી દેવાનું હોય છે ,આ એક રીતે સારું છે કે દરેક બાળક ફીઝીકલી ફીટ છે કે નહિ તેની તપાસ ફરજીયાત પણે થઇ જાય છે . પણ મોટાભાઈ ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે પણ તમે યાદ નાં આવો એતો કેમ બને ? તેમાય આ વખતે તો આજ સમયે અહી અમેરિકામાં “લેબર ડે” આવ્યો. આ સાથે તમારી યાદ અને તમારા સિધ્ધાંત યાદ આવી ગયા.

અમે જ્યારે નાના હતા ત્યારે સ્કુલનું હોમવર્ક તમારી પાસે બેસીને કરતાં હતા ત્યારે ભણાવતી વખતે તમે હંમેશા અમને કંઈક અલગ શીખવતા હતા , એક વખતે ખેતમજુરી વિશેના નિબંધ માં તમે શીખવ્યું હતું તે આજે પણ બરાબર યાદ છે. કહેતા હતા કે કોઈ પણ પ્રકારનું કામ હલકું નથી હોતું ,તેથી દરેક કામ કરનારને માન ની નજરે જોવા જોઈએ અને સાથે સાથે તેમને યોગ્ય મહેનતાણું મળે તે પણ એટલું જરૂરી છે, કારણ દરેક સામાન્ય વર્કર પોતાની જીવન જરૂરીયાત પૂરી કરવા માટે તનતોડ મહેનત કરતો હોય છે . તેમાય તમે ખાસ કહેતા કે બાળ મજુરી દરેક દેશનાં સમાજનું દુષણ છે ,બાળકોને મજુરી આપવા કરતા તેમને શિક્ષણ આપવું જોઇયે જેના પગલે આગળ જતા એક સભ્ય અને શિક્ષિત સમાજની રચના થશે .

તમારી આ શિખ આજે પણ મારા વિચારો સાથે બરાબર એક થઇ ગઈ છે, માટેજ અહી “લેબર ડે ” આવતા તમે ખાસ યાદ આવી ગયા . અને સાચું કહું તો મારી સાથે અહી અમેરિકામાં રહેતા આપણા ભારતીય ભાઈ બહેનો આ વાતને બરાબર પચાવી ચુક્યા છે કે જીવન જરૂરીયાત માટે કરાતું કોઈ કામ હલકું નથી હોતું , કારણ આ દેશનું બંધારણ જ એવી રીતે બન્યુ છે કે પોતાના કામ જાતે કરવા .

આ વખતે લેબરડે સપ્ટેમ્બર 7 નાં રોજ આવી રહ્યો છે , આ દિવસને માત્ર એક રજાના દિવસ તરીકે ના જોતા બીજી નજરે જો જોવામાં આવે તો અહી કામ કરતા કરોડો લોકોને સન્માન પૂર્વક જોવાનો એક દિવસ ફાળવાયો છે.

ભાઈ , અહી અમેરિકામાં લેબર ડે સોમવારે આવે છે , જેથી કરીને શનિવાર, રવિવાર સાથે સોમવાર મળી ત્રણ રજાઓ સાથે આવે જેને અહી લોંગ વિકેન્ડ કહેવાય છે , આ દિવસે લગભગ દરેક નાના મોટા ઘંધા બંધ રાખતા હોય છે , સ્કુલ કોલેજ અને ગવર્મેન્ટ ઓફિસીયલી રજા જાહેર થતી હોય છે. આમ તો સામાન્ય રીતે વિકેન્ડમાં અહી રજા હોય છે જ પરંતુ આ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે લોકો વધારે કરી આઉટ ડોર પાર્ટીઓ કરી એન્જોય કરતા હોય છે કે પછી બીચ ઉપર જઈ તેનો આનંદ માણતાં હોય છે ,અહીની પાર્ટીઓ એટલે ખાવું પીવું અને મોજ મસ્તી , ખરેખર જિંદગીને જીવતા આપણે તેમની પાસે થી શીખવા જેવું છે. “કામ પણ એટલુજ મન દઈ કરે છે અને આનંદ પણ મન મુકીને કરે છે “.

હું તમને આ દિવસની ઉજવણીની શરૂવાત કેવી રીતે થઇ તે વિષે આજે ટુંકમાં તમને જણાવું તો …. પહેલાના સમય માં મજુરી કરતા વર્કરોને કોઈ ખાસ રજાઓ નહોતી મળતી , તેમની આખી જિંદગી સખત કામ અને અઘરી શરતો વચ્ચે કામમાં પીસાઈને પૂરી થતી હતી, તેમાય વેતન પણ સાવ ઓછું રહેતું . સાથે સાથે નાના બાળકોને પણ મજૂરીએ ચડાવી દેવાતા હતા .
આવા સમયમાં તેમની આવી દશા જોઈ અમુક લીડર વર્કર્સ ભેગા મળીને એક યુનિયન ની રચના કરી અને હાયરઓથેરીટીઝ સામે તેમના હકની માંગણી મુકવા માંડી . 1857 માં પીટર મેગ્વાયરને લેબર ડે નો આઈડીયા આવ્યો ,અને દસ હજાર વર્કર્સ સાથે મળીને ન્યુયોર્ક સ્ટ્રીટમાં એક રેલી કાઢી. પીટર, વર્ષો સુધી વર્કર્સના હક માટેની લડાઈ રહ્યા છેવટે 1894માં કેન્ગ્રેસમાં લેબર ડે ની નેશનલ હોલીડે જાહેર કરાઈ .

આ લોંગ વિકેન્ડ એટલે સમર વેકેશન નો અંત સામાન્ય રીતે અઢી ત્રણ મહિનાની રજાઓ પછી સ્કુલની નવી ટર્મ શરુ થવાની તૈયારી. બાળકો પણ નવા જુના મિત્રોને મળવા ઉતાવળા થતા હોય છે . કોલેજમાં દુર ભણવા જતા બાળકોને ઘરે થી દુર મોકલતા પેરેન્ટ્સ માટે શરૂવાતના દિવસો થોડા વસમાં પડતા હોય છે, પણ જેમ આપણા મમ્મી પપ્પા ટેવાઈ ગયા હતા તેમ અહી પણ બધા ઝડપથી રૂટીનમાં આવી જતા હોય છે ,” ચલતી કા નામ ગાડી ” ભાઈ જીવન તો બસ આનુજ નામ છે ને ! લેબરડે પછી અમેરિકાના ઇસ્ટ કોસ્ટના તહેવાર ની માફક ઘમઘમતા ખુશીઓ ઉછાળતા દરિયા કિનારાના બધા બીચ ઓફિસીયલ બંધ કરાય છે ,કારણ હવે બાદ થોડાજ સમયમાં પરાણે આવકારાતી ઠંડીના આગમન શરુ થવાના એંધાણ આવતા હોય છે. ઘરમાં પુરાઈ રહેવાના દિવસો નજીક આવવાના છે જાણતા લોકો આ તહેવારને બેવડી મસ્તીથી ઉજવી લેતા હોય છે. કેટલીક જગ્યાએ સાંજે ફાયરવર્કસ પણ કરાતું હોય છે.

“જેમ આવતી ખુશીઓને આવકારવા અહીની પ્રજા ઉત્સાહી હોય છે તેમજ ખુશીઓને વિદાઇ કરવા માટે પણ પાછી પાની કરતી નથી કારણ આજે જે જશે તે કાલે ચોક્કસ પાછું આવશે આ જીવન મંત્રને તેમણે સમજીને પચાવી લીધો છે ”
ચાલો ભાઈ હું રજા લઉં વધારે ફરી થી જણાવીશ.
નેહાના પ્રણામ

રેખા વિનોદ પટેલ
યુએસએ

Advertisements
 

One response to ““જિંદગી જીવતા શીખવું જરૂરી છે’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: