હુજ મારી સાથે રહીશ:
મા બાપનું એકનું એક સંતાન શિવ ,
રોજ હમઉમ્ર બાળકોને તેમના ભાઈ બહેન સાથે રમતા જોઈ મુંઝાય ,
અને મા પાસે જઈને પૂછે ” મા મારે કોઈ ભાઈ કેમ નથી?”
મા કહે “મારે તું એકલો જ બસ છે “.
“નાં મા મારે ભાઈ જોઈએ ,મારી સાથે રમવા વાતો કરવા” બાળકની જીદ વધતી ચાલી।
માએ એક અરીસો હાથમાં પકડાવી દીધો ” લે બચ્ચા આમાં ભાઈ છે જો “.
” બરાબર તેના જેવોજ ભાઈ જોઈ શિવ ખુશ થઇ ગયો ,વાતો કરવા બેસી ગયો “.
” મા,આતો હું બોલું તેજ બોલે છે, હું કરું તેજ કરે છે , આમ કેમ?”.
“હા બેટા તું બહુ વ્હાલો છે તેને, માટેજ તે તારા જેવું કરે છે ” માએ સમજાવ્યો।
મોટો થતા તે સમજી ગયો આ તો અરીસો માત્ર છે એક આભાસ છે.
આજે સહુ કામ હોય ત્યારે આવતા અને કામ થઇ જતા દુર ચાલ્યા જતા,
જ્યારે પણ તે પેલા અરીસા સામે નજર કરતો તો એના જેવો શિવ ત્યાજ મળી આવતો.
તે આજે સમજી ગયો કે સહુ કોઈ છોડીને જશે, માત્ર હુજ મારી સાથે રહીશ.
રેખા પટેલ (વિનોદિની )
હુજ મારી સાથે રહીશ:
24
Aug