શતરંજની બાજી રમી છે જાણવા તમને.
પ્યાદાઓ દોડોવ્યા અમો એ પાડવા તમને.
ઘોડો અઢી પગલા ભરે હાથીની સીધી ચાલ,
દોડાવ્યું છે આ ઊંટ ત્રાંસું હારવા તમને.
આ માર્ગની અડચણને રોકું કાં ખસેડું છું,
ક્યારેક હું જાતે મરું છું માણવા તમને.
ચોપાટનાં ખાલી થતાં ખાના બધાં જોઇ,
માંંડ્યો ફરીથી દાવ મેં સંભાળવા તમને
આજે અમે સાચી સમજથી દાવ સૌ ખેલ્યા
મોકો નહી દઉ જીતને સત્કારવા તમને.
રાજાની સામે ચેક દેવા તો વજીર મૂક્યો,
બાજી ફરી બીછાવશું જીતાડવા તમને.
-રેખા પટેલ (વિનોદિની )