ઉંચો ટટ્ટાર હું હવામાં શોભતો
સહુથી અલગ માની આભમાં ઝૂલતો.
આ થોડા દિવસ બહુ સારું લાગ્યું
પછી એકલતામાં મન ભારી ભાસ્યું
શિયાળે તો સહુ ઘરમાં ભરાતા ,
તહી ઉનાળે ખુલ્લી હવા માણતાં.
ચોમાસે કોઈ નાં બહાર ભટકે ,
ત્યાં કોણ આવીને અહી અટકે?
હમણા થી બહુ સારું લાગે છે ,
રોજ રાત્રે કોઈ આવતું ભાસે છે.
નજર નીચી કરી જોવા બેઠો ,
મારા પ્રકાશે બાળક વાંચતો દીઠો.
એકલો બાળ આજ પોતાનો લાગ્યો.
થાંભલો બની જીવનનો રંગ રાખ્યો.
-રેખા પટેલ (વિનોદિની)
NAREN
August 18, 2015 at 10:34 am
નજર નીચી કરી જોવા બેઠો ,
મારા પ્રકાશે બાળક વાંચતો દીઠો.
એકલો બાળ આજ પોતાનો લાગ્યો.
થાંભલો બની જીવનનો રંગ રાખ્યો સુંદર રચના , પોતાનો હોવાનો એસાસ હોવો જોઈએ