RSS

આઝાદીનું મીઠું સંભારણું

15 Aug

unnamed

પૂજ્ય પટેલ સાહેબ , નમસ્કાર
આજે પણ તમને યાદ કરતા મનમાં અહોભાવ જાગી જાય છે.એનું કારણ એ છે કે તમારી દેશભક્તિની વાતો અને અમને આપેલા સંસ્કારો.એટલેજ આજે મનમાં રહેલી દેશ પ્રતિની જે ભાવના છે તે વિષે તમને લખીને જણાવવાની ઈચ્છા થઇ આવી છે.આ સાથે અહી અમેરિકમાં આ પ્રસંગ કેવી રીતે ઉજવાય છે તેનો ટુંકમાં ચિતાર આપવાની ઈચ્છા થઇ છે.
પંદરમી ઓગસ્ટના દિવસ એટલે આપણા દેશને મળેલી અમુલ્ય આઝાદીનાં અવસરને આખો દેશ ભારે દબદબાથી ઉજવે છે. પટેલ સાહેબ,તમોને જણાવુ કે  અહી પરદેશમાં રહેતા આપણા ભારતીયો આ અવસરને ઉજવવામાં ક્યાય પાછી પાની કરતા નથી.એમાં પણ જ્યારે દેશથી દુર વસતા હોઈએ ત્યારે દેશની યાદ વધારે તીવ્રતાથી આવતી હોય છે તેનું જીવંત ઉદાહરણ  છે પંદરમી ઓગસ્ટે ન્યુયોર્ક સહીત અમેરિકાનાં અન્ય મોટા મોટા શહેરોમાં ભારે ઉત્સાહથી યોજાતી પરેડ.
સાહેબ,આજે તમને હું ન્યુયોર્કમાં પંદરમી ઓગષ્ટનાં રોજ આયોજન આયોજીત થતી પરેડ વિશે જણાવવા માગું છું. ન્યુયોર્ક એટલે બરાબર જાણે વિશાળ સમુદાય ને સમાવતો દરિયો, જેમ દરિયામાં નાના મોટા અલગ અલગ જીવો એક થઇ રહેતા હોય છે તેમ અહીયાં  જાતજાતના દેશ વિદેશના લોકો એક જૂથ થઇ રહે છે. આથી આ શહેર સદા અલગ અલગ દેશની પ્રજાતીઓનાં ફેસ્ટીવલની મસ્તી થી ધબકતું હોય છે.
આ વખતે પંદરમી ઓગષ્ટની ઇન્ડિયા પરેડ શનિવારનાં બદલે સોળમી ઓગસ્ટ રવિવારનાં રોજ રાખવામાં આવી છે. કારણકે આ દિવસની રજા હોવાથી વધુ લોકો આ પરેડમાં ભાગ લઇ શકે.  મને  મળેલ માહિતી પ્રમાણે  હું તેના વિશે થોડું તમને જણાવું છું.
ન્યુયોર્કના પ્રખ્યાત મેડીસન એવન્યુ ઉપરથી  સોળમી તારીખ અને રવિવારે સવારે અગિયાર વાગ્યે આ પરેડની શરૂવાત થવાની છે. માહિતી પ્રમાણે આ વખતે  અલગ અલગ ચાલીસ જેટલા ફલોટસ (જૂથ )ભાગ લેવાના છે અને આજુ દરેક જુથનાં અલગ ટ્રેલર હોય છે.જેમાં તેઓ પોતપોતાની કંપની એસોસિયેશનનો પ્રચાર થાય એ રીતે એમનાં બેનરોથી  સજાવે છે. તેઓ આ પ્રોગ્રામ માટે ચેરીટી પણ કરતા હોય છે.
પહેલો ફ્લોટ AIA એટલેકે ફેડરેસન ઓફ ઇન્ડિયન એસોસિયેટનો રાખવામાં આવે છે. આ એસોસિયેટ એટલે કે ટ્રાઈ સ્ટેટના નાના નાના સમાજ ,જૂથ ને સમાવતું એક ઓર્ગેનાઇઝ થયેલું ગ્રુપ છે. જે આવી બધી એક્ટીવીટી માટે અમેરિકામાં જાણીતું છે.
આ ભારતીય પરેડને સ્પોન્સર કરવા માટે અમરિકાની કંપનીઓ ઉપરાંત ભારતની કંપનીઓ પણ છુટા હાથે ડોલર આપે છે.જેમ કે અમેરિકાની ટીવી એશિયા,એર ઇન્ડિયા, ગુજરાત ટાઈમ્સ સાથે ભારતનાં અદાણી ગ્રુપ જેવા પણ સાથ આપે છે.
સાહેબ તમે કહેતા હતા કે “જેમ મધ મેળવવા મધમાખીઓ એકત્ર કરવી પડે છે,એ જ રીતે કોઈ પણ પ્રસંગને દિપાવવા માણસોની હાજરી પણ હોવી જોઈએ. આ વાત તદ્દન સાચી છે. તેથી જ લોકોને આકર્ષવા માટે ફેમસ ફિલ્મસ્ટારથી માડી ખેલાડીઓને આમંત્રણ અપાય છે.સાભળ્યું છે કે આ વખતે પરીણીતી ચોપડા, અર્જુન રામપાલ, વીરેન્દ્ર સહેવાગ આવવાના છે. તેમને પણ આ સ્પોન્સરર સારી એવી રકમ આપતા હોય છે.
કદાચ આ વખતની પરેડમાં કેટલાક રેકોર્ડ તૂટશે તેવી સંભાવના છે. જેમ કે પરેડમાં ભાગ લેનારા માણસો જો વધુ સંખ્યામાં જોડાશે તો વલ્ડ રેકોર્ડ તૂટશે એવી સંભાવનાં છે.
આ વખતે છસ્સોથી વધારે હાથ ઉપર પીસ કે ફલાવરની ડીઝાઈનનાં મહેંદી ટેટુ ચીતરીને એક અલગ રેકોર્ડ બ્રેક કરવાની યોજના વિચારાઈ છે , આજકાલ આમ પણ ફેશન વલ્ડમાં આપણાં મહેંદી ટેટુની બહુ માંગ છે
 આ પરેડમાં ન્યુયોર્કના મેયરથી લઇને પોલીસ કમિશનર પણ જોડાય છે. હજારો પરેડમાં ભાગ લેનારા  વોકર્સની સાથે માર્ચિંગ બેન્ડ પણ પરેડની શોભા વધારે છે . પરેડનું મુખ્ય આકર્ષણ એટલે કે 23 મી સ્ટ્રીટ ઉપર થતો કલ્ચર પ્રોગ્રામ. જેની શરૂવાત આપણા રાષ્ટ્રગીત દ્વારા કરાય છે. ત્યાર બાદ ભારતના દરેક રાજ્યોના કલ્ચર પ્રોગ્રામ થતા હોય છે.
પરેડમાં ભાગ લેનારા બધાના હાથમાં ત્રિરંગો હોય છે. જેને લહેરાવતા બધા ભારત માતા કી જય બોલાવતા હોય છે. તેવા સમયે અભિમાન થઇ આવે કે આપણે ભારતીય છીએ.આ દ્રશ્ય જોઇને આંખોમાં ખુશીના આંસુ છલકાય જાય છે. આ પરેડ જોવી તે પણ એક લ્હાવો ગણાય છે
આ બધું જોતા એક  ક્ષણ એવું નથી લાગતું કે આપણે દેશથી હજારો માઈલ દુર વસીએ છીએ. કહેવાય છે ને કે આપણું આપણા થી દુર હોય ત્યારે તેની સાચી કિંમત સમજાય છે , બસ અહી પણ આવુજ કંઇક છે. દેશને પોતાની દિલમા સમાવીને આવેલા દેશવાસીઓની દેશ ભક્તિનું આ જીવંત ઉદાહરણ છે .  તમે હંમેશા પંદરમી ઓગસ્ટના ઘ્વજ વંદન પછી તમે જોરથી ઉચ્ચારતા તે શબ્દો આજે પણ કાનમાં ગુંજે છે,અને તમારી દેશ ભાવના સામે મારું મસ્તક ઝુકે છે  ” ભારતની આઝાદી અને શહીદો સદા અમર રહો “
 હું પણ માનું છું કે આખું વર્ષ ભલે ત્રિરંગાને સલામી નાં આપી હોય પણ આ એક દિવસ તેને સલામી આપી સર જમીનનું ઋણ અવશ્ય ઓછું કરવું જોઈએ”
આપને મારા પ્રણામ “જય હિંદ”
રેખા વિનોદ પટેલ (ડેલાવર )
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: